જો તમે પણ લઇ રહ્યા છો ડોક્ટર પાસે Online સલાહ, તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

પ્રતિકાત્મક તસવીર

આ મહામારી દરમિયાન ઘરેથી બહાર નીકળવા નથી માંગતા અને કોઇ ડોક્ટરની ઓનલાઇન સલાહ લેવાનું વિચારી રહ્યા છો તો તમારે અમુક વાતો ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરમાં (corona second wave) સંક્રમણ વધ્યા બાદ મોટા ભાગના લોકો ડોક્ટર (doctors) પાસેથી ઓનલાઇન સલાહ (Online advice) લેવાનું વધુ યોગ્ય સમજી રહ્યા છે. ખાસ કરીને લોકડાઉનમાં (lockdown) ઓનલાઇન સેવાની માંગ વધી છે. કોરોનાના ઘાતક સંક્રમણને જોતા આ રીત સાચી પણ છે. કારણ કે કોરોના કાળમાં ઘરથી બહાર નીકળવું યોગ્ય નથી. જેથી સંક્રમણથી બચી શકાય.

ઓનલાઇન ડોક્ટર સાથે દર્દી ઘરેથી જ વાત કરી શકે છે અને બહાર જવાની જરૂર પણ નથી પડતી. ખાસ કરીને વૃદ્ધ લોકોને પણ તેનાથી સરળતા રહેશે. તેવામાં જો તમે પણ આ મહામારી દરમિયાન ઘરેથી બહાર નીકળવા નથી માંગતા અને કોઇ ડોક્ટરની ઓનલાઇન સલાહ લેવાનું વિચારી રહ્યા છો તો તમારે અમુક વાતો ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તેનાથી તમે ઓછા સમયમાં દર્દી તરીકે તમારી પરેશાનીઓ જણાવી શકશો અને સલાહ લઇ શકશો.

રજીસ્ટર્ડ ડોક્ટરો પાસેથી લો સલાહ
કોરોના મહામારીના આ કપરા સમયમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખાસ જરૂરી છે. સાથે જ ઘરથી બહાર પણ ઓછું નીકળીએ તે પણ વધુ યોગ્ય છે. આ જ કારણ છે કે સંક્રમણના આ સમયમાં ઓનલાઇન ડોક્ટર સેવાની માંગ વધી રહી છે. તેવામાં તમે પણ તેનો ફાયદો ઉઠાવી શકો છો. પરંતુ સલાહ તે જ ડોક્ટરની લો જેનું નામ સરકારી પંજીકૃત યાદીમાં સામેલ હોય કે પછી જે ડોક્ટરને વ્યક્તિગત રીતે તમે પહેલાથી જ ઓળખતા હોય. તેનાથી તમને સરળતા રહેશે.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

ડોક્ટર વિશે જરૂર જાણો
જે માન્યતા મેળવેલ અને પંજીકૃત વેબસાઇટ પર સર્ચ કરીને તમે ડોક્ટર પસંદ કરી રહ્યા છો, તેના પર પહેલા ડોક્ટરનું નામ અને તેની તમામ યોગ્યતા વિશે જાણકારી જરૂર મેળવી લો અને પછી જ ડોક્ટરનો સંપર્ક કરો. આ ખૂબ જરૂરી છે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

વીડિયો કે ફોન કોલ કરો
ઓનલાઇન સલાહ લેવા માટે વિડીયો કોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે પોતાને તૈયાર કરો, જેથી વાત કરતા સમયે તમે ગભરાવ નહીં અને સ્પષ્ટ રીતે ડોક્ટરને પોતાની વાત સમજાવી શકો. જો તમે વિડીયો કોલ માટે તૈયાર નથી તો તમે ફોન કોલ દ્વારા પણ સલાહ લઇ શકો છો.

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

પહેલાની દવાઓ વિશે જાણકારી આપો
જો તમે પહેલાથી કોઇ દવા લઇ રહ્યા હોય તો તેની દવા અને ડોક્ટરનું ડિસ્ક્રિપ્શન જરૂર દેખાડો. તેનાથી ડોક્ટરને સમજવામાં વધુ સરળતા થશે કે તમે કઇ સમસ્યાથી પરેશાન છો અને તમારો ઇલાજ કઇ રીતે કરવો.દવાનું ડિસ્ક્રિપ્શન જરૂર લો
ડોક્ટરની ઓનલાઇન સલાહ લીધા બાદ તેણે લખી આપેલ દવાનું ડિસ્ક્રિપ્શન જરૂર લઇ લો. તેને તમે સ્કેન કરીને સોશિયલ મીડિયા અથવા મેઇલ દ્વારા માંગી શકો છો. તો સાથે જ તમારી બીમારી વિશે ગભરાશો નહીં, પરંતુ ખુલ્લા મનથી ડોક્ટરને તમારી સમસ્યા વિશે કહો.
First published: