વધતા કોરોના કહેર વચ્ચે આ ટિપ્સથી જાળવી રાખો તમારી Immune System

આપણે જો કોરોનાના કહેરથી દૂર રહેવુ હોય તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી પડશે. તે માટે કેટલાક સૂચનોનું પાલન કરીએ.

આપણે જો કોરોનાના કહેરથી દૂર રહેવુ હોય તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી પડશે. તે માટે કેટલાક સૂચનોનું પાલન કરીએ.

 • Share this:
  ભારત (India)માં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાંય રોજેરોજ હજારો કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાની હજી સુધી કોઇ કોઇ દવા કે વેક્સીન આવી નથી. આ સ્થિતિમાં આયુર્વેદમાં રોગપ્રતિકારક શકિત (immunity booster) ટકાવી રાખવા માટે કેટલીક સલાહ આપી છે. આપણે જો કોરોનાના કહેરથી દૂર રહેવુ હોય તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી પડશે. તે માટે કેટલાક સૂચનોનું પાલન કરીએ.

  • હૂંફાળા ગરમ પાણીમાં ચપટી હળદર અને મીઠું અથવા ત્રિફળા નાખીને દિવસમાં એકથી બે વાર કોગળા કરવાના. આ સાથે બને એટલું ગરમ પાણી પીવાનું રાખો. રોજ એક ચમચી ચ્યવનપ્રાશ ખાઓ.

  • દિવસમાં એક વાર તજ, સૂંઠ, કાળાં મરી અને તુલસીનો ઉકાળો પીવો. આની તાસીર ગરમ હોવાથી તમને ગરમ પડતો હોય તો એમાં ખડી સાકર કે મધ નાંખી શકાય. હાલ ઠંડી વધી રહી છે તો દિવસમાં એક વાર હળદરવાળુ ગરમ દૂધ પીવાનું રાખો.

  • ઘરની બહાર ગયા પછી પાછા આવો એટલે સ્નાન કરવાનું અને ગરમ પાણીમાં અજમો, ફુદીનો અથવા નીલગીરીનું તેલ નાખીને એકથી બે વાર દિવસમાં બાફ લેવાથી સારુ રહે છે.

  • નારિયેળનું તેલ, તલનું તેલ અથવા ગાયનું દેશી ઘી સહેજ આંગળી પર લઈને બન્ને નાસિકાની અંદર એનાથી મસાજ કરવાનો.

  • અત્યારના સમયમાં ગિલોય ઘનવટીનું દિવસમાં બે વાર સેવન કરી શકાય. આ સાથે પૂરતી ઊંઘ, ગરમ તાજું-સાત્ત્વિક ભોજન અને ત્રીસ મિનિટ આસન, પ્રાણાયામ અને અન્ય શારીરિક કસરત કરવાની.(નોંધ - આ માહિતી સર્વસામાન્ય માન્યતાઓ પર આધારિત છે, આનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. ન્યૂઝ18ગુજરાતી આની પુષ્ટી કરતું નથી.)

  Published by:Kaushal Pancholi
  First published: