Stay home: આ ટ્રિક્સથી તમે પોતાની જાત અને પરિવારને કોરોનાના ચેપથી દૂર રાખી શકશો

News18 Gujarati
Updated: March 28, 2020, 3:50 PM IST
Stay home: આ ટ્રિક્સથી તમે પોતાની જાત અને પરિવારને કોરોનાના ચેપથી દૂર રાખી શકશો
પ્રતિકાત્મક કૉતસવીર

  • Share this:
હાલ આખા દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. લોકોને પોતોના ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. એકદમ અગત્યનાં કામ વગર બહાર જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે આપણે થોડી વાતો મગજમાં રાખીશું તો કૉરોના જેવી મહામારીથી પોતાની જાતને અને પરિવારને બચાવી શકીશું. નીચે મુજબની 10 વાતો જે આપણે જીવનમાં લાવીશું તો કોરોના વાયરસથી પૂરો દેશ અને દુનિયા જલ્દીથી મુક્ત થઈ જશે.

1. સ્વચ્છતા અને સુઘડતા આપણા દેશની પુરાણ પ્રાચીન નિતિ છે. જીવનમાં ફરી તને સ્થાપિત કરો.

2. કોઇને પણ મળો તો નમસ્તે કરો, હાથને, શરીરને ટચ કરવાનું ટાળો. એક મીટરની દૂરી થી વાર્તાલાપ કરો.

3. કોરોના વાયરસને અસરગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવવાનું ટાળો. જેમને પહેલેથી જ શરદી-ખાંસી થઈ છે તેમનાથી 6 ફુટનુ અંતર બનાવેલું રાખો અને વ્યવહાર કરો.

4. સ્કૂલ-કોલેજ વગેરે જગ્યાએ જન સંપર્ક ટાળો. ટોળાઓથી દુર રહો. સાર્વજનિક સ્થળોએ જવાનું ટાળો.

5. પોતાના હાથથી આંખ, મોં, નાક પર હાથ ન લગાવો. હાથ સાફ કરવા સાબુ અથવા સેનિટાઈસર નો ઉપયોગ સારી રીતે કરો.6. ફોન અને એવી બીજી જેટલી પણ વસ્તુઓ આપ રોજિંદા જીવનમાં ખૂબ વપરાશ કરતા હોય તેની સફાઈ ઉપર વિશેષ ધ્યાન દો.

7. કદાચ છીંક, ખાંસી વગેરે આવી તો મોં ઢાંકી ને ટીશ્યુ પેપર ઉપયોગ કરીને છીંક, ખાંસી ખાવી અને તત્કાલ તે ટીશ્યુ પેપર ડસ્ટ બીનમાં નાખી દેવી. તમારી છીંક, ખાંસી કોઈની માટે જાનલેવા સાબિત થઈ શકે તેમ છે.

8. શાકાહારી બનો. પૌષ્ટિક ખાવ.

9. કોઈપણ પ્રકારના પ્રવાસ કરવાથી બચવું. વિદેશથી પરત હમણાં જ થયા હો તો ખુદ જ 15 દિવસ એકાંત વાસ કરો. પરિવાર જનોથી પણ દુર રહે.

10. બાળકો, વૃદ્ધો, અને રોગ ગ્રસ્ત વ્યક્તિ જો ઘરમાં હોય અને નાનકડી સમસ્યા પણ થઈ હોય તો ડૉક્ટરની મુલાકાત લઈ લો અથવા સલાહ લો.

આ પણ વાંચો : તમારી સ્ટાઈલિશ દાઢી coronavirusના ખતરાને કરે છે ડબલ!
First published: March 28, 2020, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading