મેદસ્વી લોકોને પણ પ્રાયોરિટી પર મળવી જોઈએ કોરોના વેક્સીન! જાણો શું છે આખો વિવાદ

મેદસ્વી લોકોને પણ પ્રાયોરિટી પર મળવી જોઈએ કોરોના વેક્સીન! જાણો શું છે આખો વિવાદ
પ્રતીકાત્મક તસવીર

75 અભ્યાસો પરથી તારણ કાઢવામાં આવ્યું છે કે, વધારે વજન હોય તેવા લોકોને કોરોના સંક્રમણ લાગવાનો ખતરો વધુ હોય છે.

  • Share this:
દુનિયાભરમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ચર્ચા છે કે, પ્રાયોરીટીના આધારે કોને પહેલા રસી આપવવી જોઈએ. ભારતમાં જાહેર થયેલી ગાઇડલાઇન મુજબ, સૌપ્રથમ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સીન અપાઈ હતી. જે બાદ વરિષ્ઠ નાગરિકોને અને હવે 45 વર્ષથી વધુના લોકોને વેક્સીન આપવાનું કામ શરુ કરવામાં આવશે. પરંતુ કેટલાક દેશોમાં વધારે વજનવાળા લોકોને પણ પ્રાયોરિટી લિસ્ટમાં સમાવાયા છે, જેને લઈને મોટો વિવાદ ઉભો થયો છે.

અમેરિકામાં વેક્સિનેશન પ્રોગ્રામમાં વધારે વજનવાળા લોકોનો સમાવેશ કરાયો છે, પરંતુ ઘણા લોકો વેક્સીન લેતા સંકોચ અનુભવી રહ્યા છે. જેને લઈને લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે કે, આવા લોકોને પ્રાયોરિટી ન આપવી જોઈએ. બીજી તરફ કેનેડામાં પણ આ જ ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે ત્યાં પણ આવી પરિસ્થિતિ સર્જાઈ છે.Anandi Gopal Birthday : સમાજની નિંદા સહન કરી બની હતી દેશની પ્રથમ મહિલા ડોક્ટર

વધારે વજનવાળાને આટલું મહત્વ કેમ?

યોર્ક યુનિવર્સીટીના પ્રોફેસર શોન વોર્ટને એક લેખમાં જણાવ્યું છે કે, વધારે વજન ગંભીર મેડિકલ પરિસ્થિતિ છે. તેને ડાયાબિટીસ અને હાર્ટ એટેકની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેની સારવાર ડાયટ કે વ્યાયામ નથી. આ સમસ્યા જિનેટિક અને મેડિકલ કારણોસર થઇ શકે છે. તે જ રીતે અલગ-અલગ પરિસ્થિતિમાં તેના સારવાર પણ અલગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, જો લોકો માને છે કે, વધુ વજનના  વાળા લોકો પિતાની ભૂલોના કારણે જાડા છે,  તો આ તેમની ભૂલ છે. જેને ગંભીરતાથી લેવું જોઈએ.

હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ, જાણી લો તેનું ભાડું, સમય અને સુવિધા

વધારે વજનવાળા લોકોને કોરોનથી વધુ ખતરો!

75 અભ્યાસો પરથી તારણ કાઢવામાં આવ્યું છે કે, વધારે વજન હોય તેવા લોકોને કોરોના સંક્રમણ લાગવાનો ખતરો વધુ હોય છે. એટલું જ નહીં તેવા લોકો સંક્રમિત થયા બાદ ICU કે હોસ્પિટલમાં દાખલ થાય તો તેમના પર મોતનું જોખમ પણ વધુ છે.

આ અભ્યાસના કારણે વધારે વજનવાળા લોકોને પ્રાયોરિટી લિસ્ટમાં રાખીને રસી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને કેનેડામાં 40 BMIથી વધુ લોકોને આ લિસ્ટમાં સમાવાયા છે. જેને લઈને વિવાદોનું વંટોળ ઉભું થયું છે.

હાલની સ્થિતિ શું છે?

અન્ય રોગોથી પીડિત લોકો વેક્સીન સમયસર લઇ રહ્યા છે. પરંતુ વધારેે વજનવાળા લોકો વેક્સીન લેવા જતા શરમાય છે અને ખચકાટ અનુભવે છે. કારણ કે, તેમને લાગે છે કે તેઓ વેક્સીન લેવા જશે તો તેમની મજાક ઉડાવવામાં આવશે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, 50 વર્ષ પહેલા ડિપ્રેશનમાં રહેલા લોકોને મસ્તી કરવા માટે કહેવાતું હતું, પરંતુ હવે તે જ પરિસ્થિતિને મેડિકલ કન્ડિશન તરીકે વર્ણવાય છે. જેની સારવાર વૈજ્ઞાનિક એપ્રોચથી સંભવ બની છે. આવું જ કઈંક મેદસ્વિતા સાથે પણ છે. મેદસ્વિતા ઘણી માનસિક સમસ્યાઓનું કારણ બની છે. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે, લોકોએ મેદસ્વિતાનો શિકાર બનેલા લોકોને વેક્સીન લેવા માટે પ્રેરિત કરવા જોઈએ અને તેમના માટે અનુકૂળ માહોલ પેદા કરવો જોઈએ.તેમને કેવી રીતે છે જોખમ?

મેદસ્વિતાનો શિકાર થયેલા લોકોને ઘણા રોગો થવાની સંભાવના વધી જાય છે. જેને લઈને કોરોના સંક્રમણ લાગવાનું જોખમ પણ તેમને વધુ છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોરોનાના ગંભીર કેસોમાં મેદસ્વી લોકોનો પણ સમાવેશ થાય છે. જેના કારણે મેદસ્વી લોકોને પ્રાયોરિટી લિસ્ટમાં સ્થાન અપાયું છે.
Published by:News18 Gujarati
First published:March 31, 2021, 12:50 pm

ટૉપ ન્યૂઝ