coronavirus: મહામારી કોરોનાના જાણો આ લક્ષણ, રાખો આટલી સતર્કતા તો નહીં લાગે ચેપ

News18 Gujarati
Updated: March 23, 2020, 4:00 PM IST
coronavirus: મહામારી કોરોનાના જાણો આ લક્ષણ, રાખો આટલી સતર્કતા તો નહીં લાગે ચેપ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
અંકિત કારીઆ (HOD, Yog ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન)

કોરોના વાયરસ  (coronavirus) દ્વારા દેશ ને દુનિયામાં તેની શું અસર પડી છે તેનાથી સૌ કોઈ પરિચિત છે જ. આપણી પાસે આપણી સતર્કતા જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આપણે તેના ઉપાયો જાણવા પ્રતિ અને સતર્કતા રાખવા પ્રતિ આ પુરા લેખમાં પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં જાણીએ આ કોરોના વાયરસ છે શું ?

કોરોના વાયરસ(સીઓવી) વાયરસના એક મોટા પરિવારનો સભ્ય છે. અનેક લોકોના જીવને ભરખી જનારો આ વાયરસ અલગ પ્રકારનો છે કે જેને પહેલા ક્યારેય જોવામાં આવ્યો નથી. કોરોના વાયરસ જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી તેને જલદી લાગુ પડે છે. આ વાયરસનાં લક્ષણ ખૂબ મોડેથી દેખાતા હોવાના કારણે પહેલા સ્ટેજમાં બહારથી કોઈ બીમાર દેખાતું નથી. જેનાથી આ રોગ વધુથી વધુ લોકોને ફેલાય છે આ એક ચેપી રોગ છે. આવા સમયે ગળામાં ખારાશ પણ લાગે તો તેને પણ સામાન્ય ન ગણવું.

ડોક્ટર દ્વારા કોરોના વાયરસના લક્ષણો આ મુજબ બતાવ્યા છે. તે તેના લક્ષણો પાંચ દિવસની અંદર-અંદર બતાવી દે છે. પાંચ દિવસની અંદર મુખ્ય 3 લક્ષણો દેખાય છે.

લક્ષણ 1. સુકી ખાંસી થવી.
લક્ષણ 2. શરીરનું તાપમાન ખુબ વધવું.લક્ષણ 3. શ્વાસ લેવામાં તકલીફ થવી.

કન્ફ્યુજન ત્યાં થાય છે કે કોરોના વાયરસનાં લક્ષણ સામાન્ય શરદી, છીંક આવવી, ઉધરસ ચાલુ થવી, ફ્લૂ, ઇન્ફેક્શન, અથવા ન્યુમોનિયા સાથે મળતો આવે છે. આ સમયે તેને પણ‌ સાધારણ રીતે ન લેવું. જો થાક લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં કફ ભરાય, શરીરમાં ભારે પણું લાગે તો સતર્ક થઈ જવું અને ડોક્ટરની મુલાકાત લઈ લેવી કારણ આ કોરોના વાયરસનાં લક્ષણ છે.

આ પણ વાંચો : તમારી સમજદારીથી આખા દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકી શકે છે!

જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેની ઉપર આ વાયરસ જલદી હુમલો કરે છે, એટલે બાળકો, ઘરડા અને હાલ નાની મોટી બીમારીથી ગ્રસિત છે તેમણે ખાસ ધ્યાન રાખવું. કોઈ વિદેશ થી આવ્યા હોય તો જાતે જ એકાંત વાસ કરવું. ઘરમાં જ રહેવું, એકાંત વાસ કરવો તે સૌથી સારો ઉપાય છે. હવે આપણે તેના ઉપાય ઉપર દ્રષ્ટિ કરીએ જે આજ સુધી થયેલા સંશોધનો ને માન્ય જ છે.

  • જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી તેને આ રોગ જલદી લાગુ પડે છે આથી રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે નીચે મુજબનો આહાર લેવો.

  • વિટામીન સી યુક્ત આહાર : વિટામીન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વિટામીન સી આપણને સંતરા, મોસંબી, લીંબુ, સિમલા મિર્ચ, પાલક માંથી પ્રાપ્ત થાય છે. રોજિંદા ખોરાકમાં આપણે તેનો સમાવેશ કરવો જોઈએ.

  • વિટામીન બી 6 યુક્ત આહાર: વિટામીન બી 6 પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સોયાબીન, ચણા, દુધ, બટાકા, લીલી શાકભાજીઓ વગેરે માં વિટામીન બી 6 પર્યાપ્ત માત્રામાં હોય છે. બિન શાકાહારી સ્તોત્રને અત્યારે અવોઈડ કરીશું.

  • વિટામીન ઈ યુક્ત આહાર: વિટામીન ઈ યુક્ત આહાર પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અખરોટ, બદામ, પાલકની ભાજી વગેરેના માધ્યમથી આપણને પૂરતા પ્રમાણમાં વિટામીન ઈ પ્રાપ્ત થઈ શકે તેમ છે.

  • ખાટા ફળો: મોટા ભાગના સાઈટ્રસ ફળો દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખાટી દ્રાક્ષ, સંતરા, લિંબુ વગેરે ખાટા ફળો નું સેવન વધારવું જોઈએ.

  • આ ઉપરાંત હળદર અને તુલસી પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દિવસમાં 1-2 વખત તુલસી, હળદર, કાળા મરીનો ઉકાળો કરી ઉપરથી મધ નાખશો અને તેને ગરમ ગરમ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ચોક્કસ વધશે.

  • આ ઉપરાંત લવિંગ, પપૈયું, નાળિયેર પાણી પણ રોગપ્રતિકારક શક્તિ ચોક્કસ વધારશે.


એક વસ્તુ યાદ રહે ડોક્ટર પાસે પણ કોરોના વાયરસની ચોક્કસ કોઈ વિશેષ દવા નથી, રિસર્ચ ચાલુ છે.
આપણી ઇમ્યૂન સિસ્ટમ બુસ્ટ કરી શકે તેવી આહાર પદ્ધતિ અને ડોક્ટરનાં અનુભવ આધારિત દવાઓ લેવી અને તેમને સહયોગ આપવો તે જ અહીં કામ કરશે. એક વાત વિશેષ કહેવી કે જાતે કોઈપણ ઈલાજ કરવા અને મને સમય જતા સારૂ થઈ જશે એવી ગફલતમાં આ સ્થિતિ એ રહેવા જેવું નથી. જરા પણ લક્ષણ દેખાય કે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી જવું, રિપોર્ટ કઢાવી લેવા અને ચેક કરાવી લેવું કે વર્તમાન સ્થિતિ આપના શરીરની શું છે.


આ જે સમય ચાલી રહ્યો છે તેમાં ઘરે રહેવું, ઘરેથી કામ કરવું તે જ સારામાં સારી નિતિ છે. ટોળા થી દુર રહેવું, સાત્વિક આહાર જે રોગપ્રતિકારક શક્તિ વધારે તેવો ખોરાક લેવો. અને મન શાંત રાખવું તે શ્રેષ્ઠ ઉપાય છે.

નીચે મુજબની 10 વાતો જે આપણે જીવનમાં લાવીશું તો કોરોના વાયરસ થી પૂરો દેશ અને દુનિયા જલ્દીથી મુક્ત થઈ જશે.

1. સ્વચ્છતા અને સુઘડતા આપણા દેશની પુરાણ પ્રાચીન નિતિ છે. જીવનમાં ફરી તને સ્થાપિત કરો.

2. કોઇને પણ મળો તો નમસ્તે કરો, હાથને, શરીરને ટચ કરવાનું ટાળો. એક મીટરની દૂરી થી વાર્તાલાપ કરો.

3. કોરોના વાયરસને અસરગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવવાનું ટાળો. જેમને પહેલેથી જ શરદી-ખાંસી થઈ છે તેમનાથી 6 ફુટનુ અંતર બનાવેલું રાખો અને વ્યવહાર કરો.

4. સ્કૂલ-કોલેજ વગેરે જગ્યાએ જન સંપર્ક ટાળો. ટોળાઓથી દુર રહો. સાર્વજનિક સ્થળોએ જવાનું ટાળો.

5. પોતાના હાથથી આંખ, મોં, નાક પર હાથ ન લગાવો. હાથ સાફ કરવા સાબુ અથવા સેનિટાઈસર નો ઉપયોગ સારી રીતે કરો.

6. ફોન અને એવી બીજી જેટલી પણ વસ્તુઓ આપ રોજિંદા જીવનમાં ખૂબ વપરાશ કરતા હોય તેની સફાઈ ઉપર વિશેષ ધ્યાન દો.

7. કદાચ છીંક, ખાંસી વગેરે આવી તો મોં ઢાંકી ને ટીશ્યુ પેપર ઉપયોગ કરીને છીંક, ખાંસી ખાવી અને તત્કાલ તે ટીશ્યુ પેપર ડસ્ટ બીનમાં નાખી દેવી. તમારી છીંક, ખાંસી કોઈની માટે જાનલેવા સાબિત થઈ શકે તેમ છે.

8. શાકાહારી બનો. પૌષ્ટિક ખાવ.

9. કોઈપણ પ્રકારના પ્રવાસ કરવાથી બચવું. વિદેશ થી પરત હમણાં જ થયા હો તો ખુદ જ ૧૪ -૧૫ દિવસ એકાંત વાસ કરો. પરિવાર જનો થી પણ દુર રહે.

10. બાળકો, વૃદ્ધો, અને રોગ ગ્રસ્ત વ્યક્તિ જો ઘરમાં હોય અને નાનકડી સમસ્યા પણ થઈ હોય તો ડૉક્ટરની મુલાકાત લઈ લો અથવા સલાહ લો.
આ રોગ સૌથી વધારે વૃદ્ધોને ભરખી ગયો છે.

આ પણ વાંચો : લાંબા અને ચમકદાર વાળ માટે દહીંમાં ઉમેરો આ એક જ વસ્તુ, પછી જુઓ કમાલ

આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, તથા તેમનાં સાથી ગણ, સેવામાં રહી પોતાની ફરજ નિભાવનારા પોલીસ કર્મચારી, સેનાના અધિકારીઓ, પત્રકાર વર્ગના લોકો, ડોક્ટર, નર્સ તથા સહાયક સ્ટાફ, જીવન જરુરી વસ્તુઓની પુર્તિ કરનાર લોકો અને તે અજાણ્યા લોકો જે સાફ સફાઈ નું કાર્ય કરે છે. અને આ સિવાય પણ જેટલા લોકો આ આપાતકાલિન સ્થિતિમાં હજી પણ સેવાઓ આપી રહ્યા છે, તે લોકોને ધન્ય છે. તેમને જીવંત દેવતા માની એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ અને મનમાં શાંતિ જાળવી રાખીએ. અહીં સાવચેતી, સતર્કતા તેજ સાચો ઉપાય છે.

 
First published: March 23, 2020, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading