Coronavirus : ઘરે હેન્ડ સેનિટાઇઝર બનાવી કોરાના વાયરસથી કરો પોતાનો બચાવ

News18 Gujarati
Updated: March 5, 2020, 4:58 PM IST
Coronavirus : ઘરે હેન્ડ સેનિટાઇઝર બનાવી કોરાના વાયરસથી કરો પોતાનો બચાવ
હેન્ડ સેનિટાઇઝર

  • Share this:
ભારતમાં કોરોના વાયરલ (Coronavirus) નવા કેસ સામે આવી રહ્યા છે. લોકોમાં પણ આનો ફફડાટ નજરે પડી રહ્યો છે. અને સાથે જ સારી વાત એ છે કે લોકો આ બિમારી અંગે જાગૃત બની રહ્યા છે. હાથ પાણીથી યોગ્ય રીતે સાફ કરવાથી કોરોના વાયરસનો ખતરો ઓછો થઇ શકે છે. માટે જ સરકારી તંત્રથી લઇને ડોક્ટરો પણ હાથ યોગ્ય રીતે સાફ કરવાની સલાહ આ મામલે આપે છે. વધુમાં લોકો મેડિકલ સ્ટોર્સમાં માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની ખરીદી પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. તો જો તમે પણ કોરોના વાયરસના ખતરાને જોઇને ઘરે જ હેન્ડ સેનિટાઇઝર બનાવવામાં માંગો તો આ લેખ તમારા કામમાં આવી શકે છે.

બજારના મોંઘા હેન્ડ સેનિટાઇઝ ખરીદવા કરતા તમે ઘરે અમુક સામગ્રી ભેગી કરીને તમે સસ્તા દરે પોતાના સ્વાસ્થયનું ધ્યાન રાખી શકો છો. અને આ દ્વારા પોતાના અને પોતાના પરિવારને કોરોના સમેત અને બિમારીથી બચાવી શકો છો. ઉલ્લેખનીય છે કે WHO એ જાણકારી આપી છે કે જે સેનેટાઇઝરમાં 60 ટકા આલ્કોહોલ હાજર હોય તે આ વાયરસની સુરક્ષા કરવામાં મદદરૂપ થઇ શકે છે.

આ માટે બાઉલમાં 2/3 કપ આઇસોર્પ્રોપિલ અલ્કોહોલ (Isopropyl alcohol) કે પછી રબિંગ આલ્કોહોલ (Rubbing alcohol) અને 1/3 કપ એલોવેરા જેલ મિક્સ કરો. જો તમારી પાસે રબિંગ આલ્કોહોલ ન હોય તો તમે વોડકાનો પણ ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણને યોગ્ય રીતે ભેળવીને તેમાં જો તમારી ઇચ્છા હોય તો એસેનશિયલ ઓઇલ (Essential oils) 8 થી 10 ટીપા પણ નાંખી શકો છો. પણ આ મિશ્રણને એક ડબ્બીમાં ભરી રાખી શકો છો. અને બસ આ દ્વારા તમે ઘરે હેન્ડ સેનિટાઇઝર બનાવી શકો છો.
First published: March 5, 2020, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading