Corona Virus : સેનિટાઇઝરનો કેટલો ઉપયોગ કરશો? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

Corona Virus : સેનિટાઇઝરનો કેટલો ઉપયોગ કરશો? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના ભયના પગલે ગુજરાતમાં સેનિટાઇઝરના વેચાણમાં ઉછાળો

 • Share this:
  અમદાવાદ : કોરોના વાયરસ (corona virus)  ભારતમાં (India) પ્રવેશતાની સાથે જ લોકો તેનાથી ચિંતિત થઈ ગયા. ગભરાહગટમાં, લોકો વધુને વધુ માસ્ક (Mask)અને સેનિટાઈઝર ખરીદી રહ્યા છે જેના કારણે તે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગયા છે, પરંતુ શું તમે જાણો છો કે સેનિટાઇઝર ( sanitizer) નો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક છે. ગુજરાતમાં જ્યારે સેનિટાઇઝરનું ભરપૂર વેચાણ થઈ રહ્યું છે ત્યારે જાણો સેનિટાઇઝરનો કેટલો ઉપયોગ કરવો જોઈએ અને વૈજ્ઞાનિકો તેના વિશે શું કહે છે?

  હેન્ડ સેનિટાઇઝર સામાન્ય રીતે એથિલ આલ્કોહોલમાંથી બનાવવામાં આવે છે, જે એન્ટિસેપ્ટિક તરીકે પણ કામ કરે છે, તેમાં પાણી, સુગંધ અને ગ્લિસરિન ઉમેરવામાં આવે છે. તે જ સમયે, નોન-આલ્કોહોલિક સેનિટાઇઝર્સ એન્ટિબાયોટિક કમ્પાઉન્ડ ટ્રાઇક્લોજન અથવા ટ્રાઇક્લોકાર્બનથી બનેલા હોય છે. તે સાબુ અને ટૂથપેસ્ટમાં પણ જોવા મળે છે. જેને એન્ટીબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ અથવા એન્ટિસેપ્ટિક સાબુ કહેવામાં આવે છે.  આ પણ વાંચો :  રાજકોટમાં નશાનો નવો 'ચોકલેટી' કારોબાર, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ

  અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કહે છે કે ટ્રાઇક્લોજનના કેટલાક જોખમો છે . તે પણ સૂચિબદ્ધ કરાયા છે. કેટલાક તાજેતરના અભ્યાસમાં ટ્રાઇક્લોજનના ઉપયોગ પર સવાલ ઉઠાવતા કહેવાયું છે કે તે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ અંગેનો અભ્યાસ પણ ચાલુ છે. જો તમને સફાઈ ફોબિયા હોય અથવા તમે કોરોના જેવા વાયરસથી બચાવવા માટે સતત સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છો, તો પછી જોખમો શું છે? તે પણ જાણો.

  સારા બેક્ટેરિયાને દૂર કરે છે

  એન્ટિબાયોટિક્સ સામાન્ય રીતે બેક્ટેરિયા સામે લડવામાં કારગર હોય છે, પરંતુ જો તમારું શરીર બેક્ટેરિયા સામે લડવાને બદલે એન્ટિબાયોટિક્સ સામે લડવાનું શરૂ કરી દે તો શું થાય? ખરેખર ટ્રાઇક્લોજન એ જ કામ કરે છે. હકીકતમાં, હેન્ડ સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ રોગોની પ્રતિરક્ષા શક્તિ ઘટાડે છે, કારણ કે તમારા શરીરમાંથી સારા બેક્ટેરિયાનો નાશ થવા માંડે છે જે ખરાબ બેક્ટેરિયા સામે લડવામાં તમને મદદ કરતા હોય છે.

  આ પણ વાંચો : સુરતમાં મહિલા પર ગેંગરેપ : ફાર્મહાઉસમાં દારૂ પીવડાવી શાળા સંચાલકે મિત્રો સાથે મળી પીંખી નાખી

  હેન્ડ સેનિટાઇઝર સામાન્ય રીતે એથિલ આલ્કોહોલમાંથી બનાવવામાં આવે છે, જે એન્ટિસેપ્ટિક તરીકે પણ કામ કરે છે,


  બીમારીનું જોખમ

  વર્ષ 2011માં અમેરિકામાં એપિડેમિક ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા સંશોધકોએ સાબૂના બદલે હેન્ડ સેનિટાઇઝરનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. આ શંશોધકોએ જાણ્યું કે સેનિટાઇઝરના વધારે પડતા ઉપયોગના કારણે ગેસ્ટ્રોએન્ટાઇટ્સ બીમારી આપનારા વાયરસનું જોખમ વપરાશના કારણે વધી શકે છે.

  જો તમે ટ્રાઇક્લોજન વગરના સેનિટાઇઝરનો ઉપયોગ કરતા નથી અને આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝરનો ઉપયોગ કરો છો તો પણ તમે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. કેટલાક સેનિટાઇઝર્સમાં, ઇથિલ આલ્કોહોલને બદલે, અન્ય આલ્કોહોલ અથવા અન્ય સમાન પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે, જે એન્ટિમાઇક્રોબાયલ્સની જેમ કાર્ય કરે છે અને બેક્ટેરિયાને મારી નાખે છે.

  આ પણ વાંચો :  Women's Day 2020 : દેશમાં પ્રતિવર્ષ 1,45,000 જેટલી મહિલાઓનાં મૃત્યુનું કારણ છે ચોંકાવનારૂ, જાણો

  અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અને સેન્ટર ફૉર ડિજીટલ કંટ્રોલનું જણાવવું છે કે સેનિટાઇઝર્સમાં ફક્ત ઇથાઇલ, અલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા બંને 60-95 ટકા કન્સ્ટ્રેઇન્ટ મિશ્રણને જ માન્યતા આપે છે.

  માર્ચ 2012 માં, કેલિફોર્નિયાના છ કિશોરોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા કારણ કે તેમણે સેનિટાઇઝર ગટગટાવ્યું હતું અને તેમાં ઝેરી આલ્કોહોલ હતો.

  હોર્મોન્સ પર અસર

  FDA કહે છે કે ટ્રાઇક્લોજેન ધરાવતા સેનિટાઇઝર હોર્મોનલ વિક્ષેપ લાવી શકે છે. જે એન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સ જેવી સ્થિતિનું કારણ બની શકે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા અધ્યયન દર્શાવે છે કે જો તમે સેનિટાઇઝરનો વધુ ઉપયોગ કરો છો તો હોર્મોન્સ શરીરમાં અલગ વર્તન કરવાનું શરૂ કરે છે. જો કે, સંશોધન હજી ચાલુ છે કે મનુષ્યમાં હોર્મોન પરિવર્તનની અસર શું છે.

  માર્ચ 2012 માં, કેલિફોર્નિયાના છ કિશોરોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા કારણ કે તેમણે સેનિટાઇઝર ગટગટાવ્યું હતું અને તેમાં ઝેરી આલ્કોહોલ હતો.


  આ પણ વાંચો : ઈરાન : શબઘરોની બહાર કાળા કપડામાં 'લાશોના ઢગલાં', દફનવિધિ ન કરવાનું કારણ શું?

  પ્રતિકારક શક્તિ નબળી પડશે

  અભ્યાસ જણાવે છે કે ટ્રાઇક્લોઝન તમારી પ્રતિકારક શક્તિઓને નુકશાન પહોંચાડી શકે છે. જેના કારણે તમારા શરૂરમાં રોગો સામે લડવાની ક્ષમતાનું કવચ નબળું પડી જાય છે. મિશિગન યૂનિવર્સિટીના પબ્લિક હેલ્થ સ્કૂલના સંશોધનકારોએ જાણ્યું કે ટ્રાઇક્લોઝન મનુષ્યોની પ્રતિરોધક પ્રક્રિયામાં નકારાત્મક અસર પડે છે. જેનાથી તમારી ઇમ્યૂન સિસ્ટમ તમને એલર્જીક બનાવવાનું કામ શરૂ કરી દે છે. અભ્યાસ મુજબ જો બાળકો અથવા તો કિશોરમાં ટ્રાઇક્લોઝનનું સ્તર વધી જાય તો તાવ અથવા એલર્જી અથવા અન્ય નબળાઈનો ભોગ બની શકાય છે.

   
  Published by:News18 Gujarati
  First published:March 06, 2020, 16:30 pm

  ટૉપ ન્યૂઝ