#CoronavirusOutbreak : કોરોનાથી બચવા માટે આ રીતે કરો હોમ ક્વૉરન્ટીન- સ્વાસ્થ્ય મંત્રાલય

News18 Gujarati
Updated: March 17, 2020, 2:48 PM IST
#CoronavirusOutbreak : કોરોનાથી બચવા માટે આ રીતે કરો હોમ ક્વૉરન્ટીન- સ્વાસ્થ્ય મંત્રાલય
પ્રતિકાત્મક તસવીર

જો તમારા ઘરમાં તેવું કોઇ વ્યક્તિ છે જેને હોમ ક્વૉરન્ટીન છે તો કરો આ કામ.

  • Share this:
#CoronavirusOutbreak : કોરોના વાયરસ (Coronavirus)થી બચવા માટે સ્વાસ્થય મંત્રાલયે હોમ ક્વૉરન્ટીન મામલે એક એડવાઝરી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વીટ કરીને હોમ ક્વૉરન્ટીન અંગે જાણકારી આપી છે. કોરોનાની હજી સુધી કોઇ દવા શોધી નથી શકાઇ. તેવામાં બચવા માટે તમે સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ હોમ ક્વૉરેંટાઇન દ્વારા પોતાના અને પોતાના પરિવારને કોરોનાના સંક્રમણથી બચાવી શકશો. આ માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ આ મુજબ છે.

હોમ ક્વૉરન્ટીનનો મતલબ થાય છે કે ઘરનો તેવો રૂમ જે હવાદાર હોય અને જેમાં ટૉયલેટની સુવિધા હોય. જો તમારા ઘરના કોઇ વ્યક્તિને કોરોના વાયરસની અસર લાગી રહી છે. અને તેના બ્લડ ટેસ્ટ મોકલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જે તે દર્દીને ઘરમાં કેવી જગ્યા અને કેવી રીતે રાખવો તે અંગે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. વિગતવાર સમજો આ વાતને.



જો તમે કોરોનાના સંદિગ્ધ હોવ તો બાકીના પરિવારથી દૂર રાખો. અને ફેમીલી મેમ્બર જો રૂમમાં હાજર હોય તો તેમનાથી 1 મીટરની દૂરી રાખો.

જો તમને શંકા છે કે તમને કોરોના છે અને તમારા ટેસ્ટ ચાલી રહ્યા છે. તો આવી સ્થિતિમાં તમે લગ્ન, પાર્ટીમાં ભાગ ના લો.

આવી સ્થિતિમાં નાના બાળકો, ગર્ભવતી મહિલા અને વૃદ્ધોની દૂર રહો કારણ કે તેમની ઇન્મ્યૂનિટી ખૂબ જ ઓછી હોય છે. અને તેમને સંક્રમણની સંભાવના આવા સમયે વધારે હોય છે.

હાથ સાબુથી સાફ કરો અને અલ્કોહોલ બેસ્ડ હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

જો તમને સંક્રમણ હોય તો પોતે પાણી, વાસણ, ટુવાલ જેવી કોઇ પણ વસ્તુને ના ટચ કરો.

કોરોના વાયરસથી બચવા માટે સર્જિકલ માસ્ક જો તમે વાપરો છો તો તેને 6-8 કલાકમાં બદલો. અને વપરાયેલો માસ્ક તરત જ ફેંકી દો.

જો તમને કોરોના વાયરસ જેવા લક્ષણ જેમ કે તાવ, શ્વાસ લેવામાં તકલીફ દેખાય છે તો હેલ્થ સેન્ટર 011-23978046 પર કોલ કરો.

હોમ ક્વૉરન્ટીન લોકોના પરિવારજનો માટે નિર્દેશ:

જે વ્યક્તિને હોમ ક્વૉરન્ટીન છે તેની સારસંભાળ માટે એક જ વ્યક્તિ જાય. હોમ ક્વોરેંટાઇન વ્યક્તિની ત્વચાના સીધા સંપર્કમાં આવતા બચો.

હૉમ ક્વૉરન્ટીન વ્યક્તિનો રૂમ સાફ કરવા હાથમાં ગ્લવ પહરો. જે પછી જ્યારે ગ્લવ ઉતારો તો હાથને સારી રીતે સાફ કરી સેનેટરાઇઝ કરો.



જો તમારા ઘરમાં તેવું કોઇ વ્યક્તિ છે જેને હોમ ક્વૉરેંટાઇન છે તો તે સમય સુધી ઘરમાં કોઇ મહેમાનને ના બોલવો. 14 દિવસ સુધી આવું કરો જ્યાં સુધી તે વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ ના આવે.
First published: March 17, 2020
વધુ વાંચો
अगली ख़बर