Coronavirus વૈશ્વિક મહામારી જાહેર, જાણો શું હોય છે મહામારી

News18 Gujarati
Updated: March 12, 2020, 3:18 PM IST
Coronavirus વૈશ્વિક મહામારી જાહેર, જાણો શું હોય છે મહામારી
Pandemic અને Epidemicમાં શું ફરક હોય છે? WHOએ કેમ મહામારી જાહેર કરી?

Pandemic અને Epidemicમાં શું ફરક હોય છે? WHOએ કેમ મહામારી જાહેર કરી?

  • Share this:
નવી દિલ્હી/જીનેવા : દુનિયાભરમાં 1,19,400થી વધુ લોકોમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ ફેલાવવાની પુષ્ટિ થઈ ચૂકી છે. સાથોસાથ અત્યાર સુધી વૈશ્વિક સ્તરે તેના સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા 4,300થી વધુ થઈ ગઈ છે. તેના પ્રસારને જોતાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (World Health Organization-WHO)ના પ્રમુખે બુધવારે કહ્યું કે નવા કોરોના વાયરસને હવે વૈશ્વિક મહામારી (Pandemic) કહી શકાય છે. WHOના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયેસસએ જીનેવામાં સંવાદદાતાઓને જણાવ્યું કે, કોવિડ-19ને હવે મહામારી કહી શકાય છે. તેઓએ કહ્યું કે અમે કોરોનાની આવી મહામારી પહેલા ક્યારેય જોઈ નથી.

શું હોય છે મહામારી?

દુનિયાભરમાં કોઈ નવી બીમારી ઝડપથી ફેલાવાને મહામારી (Pandemic) કહેવામાં આવે છે. એક ઇન્ફ્લૂએન્જા (શરદી-ઉધરસ) મહામારી ત્યારે થાય છે જ્યારે નવા ઇન્ફ્લૂએન્જા (Influenza) વાયરસ અસ્તિત્વમાં આવે છે અને દુનિયાભરમાં ફેલાય છે. મોટાભાગના લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ કે પ્રતિરક્ષા પ્રણાલી (Immunity) નથી હોતી. અગાઉની અનેક મહામારીના જવાબદાર વાયરસ પ્રાણીઓના ઇન્ફ્લૂએન્જા વાયરસોથી ઉભર્યા છે.

તમામ ઉંમરના લોકોને ઇન્ફ્લૂએન્જા પોતાની ઝપટમાં લે છે

ઇન્ફ્લૂએન્જા મહામારીના કેટલાક લક્ષણ સીઝન મુજબ શરદી-ઉધરસ જેવા દેખાય છે જ્યારે તેની અન્ય વિશેષતાઓ ઘણી અલગ હોઈ શકે છે. ઉદાહરણ રૂપે સીઝન અને મહામારી ઇન્ફ્લૂએન્જા તમામ ઉંમરના લોકોમાં સંક્રમણનું કારણ બની શકે છે. તેના મોટાભાગના મામલાઓમાં તે જાતે જ ઠીક થઈ જનારી બીમારી હોય છે, જેમાં વ્યક્તિ સારવાર કરાયા વગર પૂરી રીતે સ્વસ્થ થઈ જાય છે. જોકે, વિશિષ્ટ સીઝન ઇન્ફ્લૂએન્જા વૃદ્ધોમાં મોટાભાગે મૃત્યુનું કારણ બને છે, જ્યારે અન્ય ગંભીર મામલા વિભિન્ન પ્રકારની મેડિકલ સ્થિતિવાળા લોકોમાં વધુ હોય છે.

ગંભીર મામલા વધી શકે છેસીઝન અને મહામારી ઇન્ફ્લૂએન્જાથી ગંભીર રીતે બીમાર થનારાં લોકોની કુલ સંખ્ય અલગ-અલગ હોઈ શકે છે. જોકે, મહામારીના મામલાનો પ્રભાવ કે ગંભીરતા વધુ હોઈ શકે છે કારણ કે મોટી જનસંખ્યામાં લોકોની અંદર નવા વાયરસને લઈ પ્રતિરક્ષા પ્રણાલીની ઉણપ હોય છે. જ્યારે વસ્તીનો એક મોટો હિસ્સો સંક્રમિત હોય છે, તે સમયે ભલે ગંભીર બીમારી વિકસિત કરવા માટે સંક્રમિત લોકોની સંખ્યા નાની હોય, તેમ છતાંય ગંભીર મામલાની કુલ સંખ્યા ઘણી વધી થઈ શકે છે.

આ પણ વાંચો, કોરોના વૈશ્વિક મહામારી જાહેર, ભારતે વિદેશથી આવનારા લોકોના વિઝા સસ્પેન્ડ કર્યા

સ્વાઇન ફ્લૂ પણ આવો જ હતો

જોકે સીઝન અને મહામારીવાળા ઇન્ફ્લૂએન્જા સમશીતોષ્ણ જળવાયુ ક્ષેત્રોમાં સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં અસ્તિત્વમાં આવે છે. પરંતુ આ અગાઉ ફેલાયેલા H1N1 મહામારીની સાથે જોવામાં આવ્યું હતું કે ઉનાળામાં પણ આવી મહામારી ઘણી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

કોરોના વાયરસ અંગે લેટેસ્ટ ન્યૂઝ, મેળવો એક ક્લિક પર

Pandemic અને Epidemicમાં શું ફરક હોય છે?

Epidemicનો પણ શાબ્દિક અર્થ મહામારી જ થાય છે પરંતુ તેનું સ્તર એટલું મોટું નથી હોતું. Epidemicમાં પણ સંક્રમણ બીમારી ફેલાવવાનો ખતરો હોય છે, પરંતુ તે આઉટબ્રેક વધુ ક્ષેત્રીય કે સ્થાનિક જનસંખ્યાની વચ્ચે હોય છે અને તેની અસર વધુ લોકો સુધી નથી પહોંચતી.

આ પણ વાંચો, Coronavirus: ટ્રમ્પે યૂરોપથી અમેરિકા પ્રવાસ પર 30 દિવસનો પ્રતિબંધ લગાવ્યો, નવો નિયમ અડધી રાતથી લાગુ
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर