Home /News /lifestyle /

STUDY: ચોંકાવનારો ખુલાસો, કોરોના વાયરસથી થતા મોત રોકવામાં લોકડાઉન બેઅસર!

STUDY: ચોંકાવનારો ખુલાસો, કોરોના વાયરસથી થતા મોત રોકવામાં લોકડાઉન બેઅસર!

કોરોનામાં લોકડાઉનનો કોઇ અર્થ નથી

Corona Virus Latest Update: અમેરિકા અને યુરોપમાં કોવિડ -19થી થતાં મૃત્યુને ઘટાડવામાં લોકડાઉનની અસર ન્યૂનતમ અથવા ન બરાબર હતી.

    છેલ્લા બે વર્ષ વિશ્વભરના લોકોને પોતાના ભરડામાં લઇ ચૂકેલ કોરોના મહામારી (Covid-19 Pendamic) સામે હજુ પણ જંગ જારી છે. સંક્રમણ અને મોત (Death) રોકવા માટે એક સમયે લોકડાઉન (Lockdown)ના કારણે આખું વિશ્વ ઘરમાં પુરાઇ ગયું હતું. પરંતુ બીજી લહેરમાં પ્રતિબંધો અને લોકડાઉન પણ બેઅસર રહ્યા હોય તે રીતે કોરોનાએ અજગર ભરડો લીધો હતો. હવે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે. જેમાં કોરોના વાયરસ સંક્રમણથી થઇ રહેલા મોત (Covid-19 Death Rate) અટકાવવામાં લોકડાઉન ખાસ કારગર સાબિત ન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના સંકેતો હાલમાં જ થયેલી એક સ્ટડી (Study) માં જોવા મળ્યા છે.

    સંશોધનકોએ દાવો કર્યો છે કે અમેરિકા અને યુરોપમાં કોવિડ -19થી થતાં મૃત્યુને ઘટાડવામાં લોકડાઉનની અસર ન્યૂનતમ અથવા ન બરાબર હતી. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે અને સામાજિક સ્તરે પણ વ્યાપક નુકસાન થયું છે.

    લોકડાઉનની અસર માત્ર 0.2 ટકા

    જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સંશોધનકારોએ શોધી કાઢ્યું કે, 2020માં મહામારીના પ્રારંભિક તબક્કામાં લોકડાઉનને કારણે કોવિડ -19ને કારણે મૃત્યુ દરમાં લગભગ 0.2 ટકાનો ઘટાડો થયો છે. સંશોધનકોએ નોંધ્યું કે, "અમને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે લોકડાઉન, શાળાઓ બંધ થવી, સરહદો બંધ થવી અને લોકોની મર્યાદિત બેઠકથી કોવિડ-19 મૃત્યુ દર પર નોંધપાત્ર અસર પડી હતી."

    આ પણ વાંચો-Weight loss Tips: પેટની ચરબી કાયમ માટે દૂર કરવા અજમાવો આ ઘરેલુ ઉપાય

    વિવિધ સામાજીક સમસ્યાઓમાં યોગદાન

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "લોકડાઉને આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો, બેરોજગારીમાં વધારો, શાળાની પ્રવૃત્તિઓમાં ઘટાડો, રાજકીય તણાવમાં વધારો, ઘરેલું હિંસામાં વધારો અને ઉદારવાદી લોકશાહીને ઘટાડવામાં ફાળો આપ્યો છે. અમને જાણવા મળ્યું છે કે મહામારી દરમિયાન મૃત્યુદર ઘટાડવા માટે લોકડાઉન ઉપાય નથી. અંતે કોવિડ -19 મહામારીની પ્રથમ લહેરમાં તો નહીં જ."

    પ્રથમ લહેરના મોત દ્વારા સંશોધન

    સંશોકોએ મહામારીની શરૂઆતમાં થયેલા મૃત્યુની તપાસ કર્યા પછી આ વાત કરી હતી. તેઓએ જાણ્યું કે, અભ્યાસમાં સમાવિષ્ટ લોકડાઉન અવધિના અંત સુધીમાં એટલે કે 20 મે, 2020 સુધી અમેરિકામાં કોવિડથી 97,081 લોકોના મોત નીપજ્યા હતા. આ દરમિયાન એક મોટા અધ્યયનમાં લોકડાઉન વગર 99,050 લોકોના મોતનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો-Tips to Get Rid of Mucus: શું શરદી બાદ છાતીમાં જામી ગયો છે કફ? આ રીતે મેળવો છૂટકારો

    સંશોધકોએ કર્યુ મેટા એનાલિસિસ

    સંશોધનકારોએ ડઝનેક અભ્યાસોનું મેટા-એનાલિસિસ હાથ ધર્યું હતું. જેમાં કોવિડ મૃત્યુદરની તપાસ કરવામાં આવી હતી. સંશોધકોએ શોધ્યું કે, બારને બંધ કરવાથી મૃત્યુ ઘટાડવામાં થોડો ફાળો મળ્યો છે.

    તેમણે જણાવ્યું હતું કે, "બિન-આવશ્યક વ્યવસાયો બંધ થવાથી કેટલીક અસર પડી છે (કોવિડ મૃત્યુદરમાં 10.6 ટકાનો ઘટાડો), શક્યતા છે કે તેના તાર બારના બંધ થવા સાથે જોડાયેલા છે." લોકડાઉનનો સમય અને અજાણતાં પરિણામો મૃત્યુ દરને અસર કરવામાં અપેક્ષા કરતા મોટી ભૂમિકા ભજવી શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: COVID-19, Death Rate, Lockdown, અભ્યાસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन