Corona child eyes care tips: કોરોનામાં બાળકોની આંખોની કાળજી માટે આ સાત વાતનું રાખો ધ્યાન

Corona child eyes care tips: કોરોનામાં બાળકોની આંખોની કાળજી માટે આ સાત વાતનું રાખો ધ્યાન
પ્રતિકાત્મક તસવીર

જો તમે બાળકોની આંખોને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોની કાળજી રાખશો તો તેમની દ્રષ્ટિ નબળી પડશે નહીં. તો ચાલો બાળકોની આંખોની કાળજી રાખવા કઈ બાબત ઉપર ધ્યાન રાખવું તેની માહિતી મેળવીએ.

  • Share this:
Health Tips: કોરોના કાળમાં (Coronavirus) બાળકોના જીવન (child care) ઉપર પણ ઘણી અસર થઇ છે. બાળકો બહાર રમવા જવાની જગ્યાએ કોમ્પ્યુટર (computer) કે મોબાઈલ (mobile) ઉપર સમય વિતાવે છે. હવે તો શાળાનું શિક્ષણ પણ મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર થવા લાગ્યું છે. પરિણામે બાળકોને લાંબો સમય સ્ક્રીન સામે બેસી રહેવું પડે છે. જેનાથી તેમની આંખોને નુકસાન પહોંચશે તેવો ડર રહે છે.

આ બાબતે તજજ્ઞોનું કહેવું છે કે, જો તમે બાળકોની આંખોને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોની કાળજી રાખશો તો તેમની દ્રષ્ટિ નબળી પડશે નહીં. તો ચાલો બાળકોની આંખોની કાળજી રાખવા કઈ બાબત ઉપર ધ્યાન રાખવું તેની માહિતી મેળવીએ.દર વર્ષે આંખનું ચેકઅપ
આંખમાં કોઈ સમસ્યા થાય ત્યારે જ ડોક્ટર પાસે જવું તેવુ જરૂરી નથી. બાળકોની આંખોનું ચેક અપ દર વર્ષે કરાવવું જોઈએ, તેવી સલાહ ડૉક્ટરો આપતા હોય છે. જો તમે તમારા બાળકોની આંખની તપાસ દર વર્ષે કરાવો તો તેમની દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી રહેશે.

આ પણ વાંચોઃ-મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યો

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

ખુલ્લા વાતાવરણમાં જાવ
કોરોનાના કારણે તમે બાળકોને આઉટડોર ગેમ રમવા દેતા ન હોવ તો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ બહાર લઈને જાવ. તમે ઈચ્છો તો તેને કારમાં બેસાડીને શહેરની બહાર પણ લઈ શકો છો. જ્યાં તેમને થોડીવાર રમવા દો. આવું કરવાથી તેમની દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી રહેશે, સાથે શારીરિક અને માનસિક વિકાસ પણ સારો થશે.

પૌષ્ટિક અને રંગબેરંગી ફળ - શાકભાજી જરૂરી
બાળકોને પૌષ્ટિક ખોરાક આપશો તો તેઓ તંદુરસ્ત રહેશે અને આંખની દ્રષ્ટિ પણ સારી રહેશે. તેમને દૂધ, માછલી, ઈંડા, ચિકન, ડ્રાય ફૂડ, ફળ અને શાકભાજી ખવડાવવા જોઈએ. શક્ય હોય એટલા કલરના ફળ અને શાકભાજી બાળકોને ખવડાવવા.

આ પણ વાંચોઃ-બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલ

સ્ક્રિન ટાઈમમાં ઘટાડો કરો
જો તમારા બાળકની આંખ પહેલેથી જ નબળી હોય તો, તેના માટે ઇલેક્ટ્રોનિક સ્ક્રીન પર વધુ સમય વિતાવવો ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યારે બાળકો સ્ક્રીન સામે વધુ બેસે ત્યારે વચ્ચે વચ્ચે બ્રેક લેવાનું કહો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે...

ચશ્મા હોય તો નિયમિત પહેરાવો
જો તમારા બાળકને ચશ્મા આવી ગયા હોય તો તે નિયમિત પહેરવા જરૂરી છે. આવું કરવાથી સ્ક્રીન જોતી વખતે તેમની આંખો ઉપર ભારણ આવશે નહીં. આંખ વધુ ખરાબ થશે નહીં.

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

આઇડ્રોપનો યોગ્ય ઉપયોગ કરો
આંખમાં દુખાવો, થાક કે બળતરાનો અનુભવ થાય ત્યારે માતા-પિતા કોઈપણ આઈડ્રોપ બાળકની આંખમાં નાખી દે છે. આવું ન કરવું જોઈએ. ડોક્ટરની સલાહ હંમેશા લેવી.આંખની કસરત કરાવો
આંખની કસરત નિયમિત કરવી ખૂબ જ જરૂરી છે. બાળકોના રોજિંદા કાર્યોમાં આંખોની કસરતને સામેલ કરો. આ માટે તેમને મોટીવેટ કરો. આંખોની કસરત કરવાથી બાળકોની આંખો તંદુરસ્ત રહેશે. (Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ