ઘરે જ કોરોનાને આપી શકો છો મ્હાત, એક્સપર્ટ ડૉક્ટરે આપ્યો દરેક સવાલનો જવાબ

‘જો લોકો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખે તો ઘરે જ ત ઓ કોરોનાને હરાવી શકે છે’

‘જો લોકો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખે તો ઘરે જ ત ઓ કોરોનાને હરાવી શકે છે’

 • Share this:
  નવી દિલ્હીઃ ચીન (China)થી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની અસર હવે ઝડપથી આગળ વધી રહી છે. દુનિયામાં જ્યાં 76 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે બીજી તરફ ભારત (India)માં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. એવામાં મનમાં અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે. લોકો માત્ર આ મહામારીનો વહેલી તકે ઈલાજ મળવાની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ તેમના મનમાં કોરોનાનો ડર પણ સતાવી રહ્યો છે.

  લોકોના આ ડરને જોતાં હવે અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટી અપર ચેસાપીક હેલ્થના ડૉક્ટર ફહીમ યૂનુસે ટ્વિટર દ્વારા લોકોના દરેક સવાલના જવાબ આપ્યા છે. ડૉ. ફહીમ કહે છે કે જો લોકો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખે તો ઘરે જ ત ઓ કોરોનાને હરાવી શકે છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે જો કોઈ કોરોનાથી સંક્રમિત છે તો તેઓ ઘરે જ યોગ્ય રીતે રહેવાથી 80-90% લોકો ઠીક થઈ શકે છે.


  કોરોના લક્ષણ દેખાતા રૂમ અને બાથરૂમ કરો અલગ

  ડૉ. ફહીમે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિને પોતાના જો કોરોના લક્ષણ જોવા મળે છે તો તેમણે તાત્કાલીક 14 દિવસ માટે અલગ કરી દેવું જોઈએ. આ દરમિયાન તેઓ અલગ રૂમમાં રહે, અલગ બાથરૂમનો ઉપયોગ કરે અને તેમના તમામ વાસણ પણ અલગ જ હોવા જોઈએ. જો ઘરમાં એક જ રૂમ છે તો કોઈ મોટા પડદો કે પછી સ્ક્રીનથી રૂમની વચ્ચે એક દીવાલ ઊભી કરો. દર્દીને કહો કે તે પડદાની પાછળ જ રહે. તેની સાથે જો બાથરૂમ એક જ છે તો સૌથી પહેલા ફેસ માસ્ક પહેરો અને બાથરૂમનો ઉપયોગ કર્યા બાદ જમીનેને પૂરી રીતે સાફ કરો. આ દરમિયાન નેબુલાઇઝર અને સ્ટીમને કોઈની પણ સાથે શૅર ન કરો.

  દવાને લઈ વધુ પરેશાન થવાની જરૂર નથી

  બદલાતા હવામાનની સાથે કોરોના અને સામાન્ય ફ્લૂમાં ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે. તેથી તાજ આવતાં માત્ર પેરાસિટામોલ કે પછી આઇબૂપ્રોફેનનો જ ઉપયોગ કરો. શક્ય હોય તો દરરોજ પોતાના શરીરના તાપમાન, શ્વાસની ગતિ અને બીપી તપાસો. હવે મોબાઇલ ઉપર પણ આવા અનેક એપ ઉપસ્થિત છે જે ઘર પર જ આપને આ તમામની જાણકારી આપે છે. જો ઓગ્જ 90ની નીચે હોય કે બીપી 90 સિસ્ટોલીકની નીચે જાય તો ડૉક્ટર સાથે વાત કરો. કોરોના મહામારીથી આ સમયમાં 60થી વધુ ઉંમરના લોકોને પોતાનું ઘણું ધ્યાન રાખવાની જરૂર છે.

  સારું ખાઓ અને પૂરતી ઊંઘ લો

  ડૉ. ફહીમે જણાવ્યું કે જો તમે સેલ્ફ ક્વૉરન્ટીન છો તો એવું કામ કરવાનો પ્રયાસ કરો જેનાથી મન શાંત થાય અને એન્ઝાઇટીને ઓછી કરવામાં મદદ મળે. કોરોનાને હરાવવાની સફર લાંબી હોય છે. અનેકવાર બેથી ત્રણ સપ્તાહ પણ લાગી જાય છે. એવામાં ડરવાની જરૂર નથી. આ દરમિયાન સારું ખાવાનું ખાઓ, ઘરનું ખાવાનું લો અને પૂરતી ઊંઘ લો. આ તમામ ચીજો ઇમ્યૂનિટી વધારવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ પણ જો આપની હાલતમાં સુધાર નથી થતો તો ડૉક્ટર સાથે વાત કરો અથવા હૉસ્પિટલ જાઓ. મોટાભાગન કેસોમાં મૃત્યુની શક્યતા 1%થી પણ ઓછી છે.

  આ પણ વાંચો, રાહતના સમાચારઃ આ કંપની 30,000 લોકો પર કરશે COVID-19 વેકસીનનું ફાઇનલ ટેસ્ટિંગ

  દવાઓ પર પૈસા બરબાદ કરવાથી બચો

  ડૉ. ફહીમે કહ્યું છે કે કોરોનાને હરાવવાની માત્ર એક જ પદ્ધતિ છે કે તમે પોતાના શરીરને સાફ રાખો અને પોતાની આસપાસના સ્થળોને પણ સાફ રાખો. ડૉ. ફહીમે Actemra/plasma/remdesivir જેવી દવાઓથી બચવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે આ પ્રકારની દવાઓ માત્ર પૈસા બરબાદ કરશે. તેની સાથે જ તેમને જડીબુટ્ટીઓથી કોરોનાના સારવારથી પણ દૂર રહેવા માટે કહ્યું છે. તેઓએ કહ્યું કે હજુ સુધી આવી કોઈ સ્ટડી નથી થઈ, જેમાં જડીબુટ્ટીથી કોરોનાથી સારવાર શક્ય બની છે.

  આ પણ વાંચો, ભારતીયો માટે ખરાબ સમાચાર! વધતી બેરોજગારીના કારણે ટ્રમ્પ H1B વીઝા કરી શકે છે સસ્પેન્ડ
  Published by:Mrunal Bhojak
  First published: