Home /News /lifestyle /ફાઇબરથી ભરપૂર 'કોર્ન પૌંઆ' ખાઓ અને દિવસની શરૂઆત કરો, વજન ઉતારવા બેસ્ટ છે આ બ્રેક ફાસ્ટ

ફાઇબરથી ભરપૂર 'કોર્ન પૌંઆ' ખાઓ અને દિવસની શરૂઆત કરો, વજન ઉતારવા બેસ્ટ છે આ બ્રેક ફાસ્ટ

આ રીતે ઘરે બનાવો કોર્ન પૌંઆ

Corn Poha Recipe: તમે ઘરે પૌંઆ ખાઇને હવે કંટાળી ગયા છો તો કોર્ન પૌંઆ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ પૌંઆ ખાવામાં બહુ હેલ્ધી હોય છે. આ પૌંઆ એક વાર તમે ખાશો તો ક્યારે પણ સાદા પૌંઆ ઘરે બનાવશો નહીં. આ પૌંઆનો ટેસ્ટ જ કંઇક અલગ જ આવે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પૌંઆ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે જે સવારના નાસ્તામાં ખાવામાં આવતા હોય છે. સ્વાદથી ભરપૂર પૌંઆ ખાવાની પણ એક મજા હોય છે. પૌંઆ એક એવો નાસ્તો છે જે તમે ઝડપથી ઘરે બનાવી શકો છો અને કંટાળો પણ આવતો નથી. પૌંઆને હેલ્ધી બનાવવા માટે તમે કોર્ન એડ કરો છો તો બહુ ટેસ્ટી બને છે. મોર્નિંગ બ્રેક ફાસ્ટમાં કોર્ન પૌંઆ ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પૌંઆ તમે ટિફિનમાં પણ ભરી શકો છો. કોર્ન ફાઇબરથી ભરપૂર હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ઉપયોગી છે. આ પૌંઆ તમે રોજ સવારમાં બ્રેક ફાસ્ટમાં ખાઓ છો તો વજન ઉતારવામાં મદદ મળે છે.  પૌંઆ પચવામાં પણ હલકા હોય છે. તો જાણો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો કોર્ન પૌંઆ.

    સામગ્રી


    ½ કપ બાફેલા કોર્ન

    બે કપ પૌંઆ

    એક ડુંગળી

    અડધી ચમચી ડુંગળી

    આ પણ  વાંચો: આ રીતે ઘરે બનાવો હેલ્ધી 'સ્પ્રાઉટ્સ પરાઠાં'

    એક ચમચી રાઇ

    બે લીલાં મરચા

    બે ચમચી લીંબુનો રસ

    એક ચમચી તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    સજાવટ માટે

    એક ઝીણું સમારેલું ટામેટુ

    આ પણ વાંચો: સ્વાદથી ભરપૂર ડુંગળી-ભીંડાનું શાક આ રીતે બનાવો ઘરે

    ઝીણી સમારેલી ડુંગળી

    સેવ

    બનાવવાની રીત


    કોર્ન પૌંઆ બનાવવા માટે સૌ પ્રથમ પૌંઆને સાફ કરીને બે પાણીથી ધોઇ લો. ત્યારબાદ આ પૌંઆને પલાળીને કાણાંવાળા વાસણમાં લઇ લો. હવે ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને કોથમીરને ઝીણી સમારી લો. ત્યારબાદ એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ નાંખો. રાઇ પછી ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં એડ કરો. ડુંગળી આછા બ્રાઉન રંગની ના થાય ત્યાં સુધી એને થવા દો.

    ડુંગળી જ્યારે થઇ જાય એટલે એમાં સ્વીર્ટ કોર્ન નાંખો અને બે થી ત્રણ મિનિટ માટે થવા દો. કોર્ન પછી આમાં પલાળેલા પૌંઆ નાંખો અને બે મિનિટ સુધી થવા દો. ત્યારબાદ આ પૌંઆમાં હળદર, લીંબુ, ખાંડ, કોથમીર અને મીઠું નાખીને મિક્સ કરી લો. થોડી વાર રહીને ગેસ બંધ કરી દો. હવે કોર્ન પૌંઆને સર્વિંગ બાઉલમાં લઇ લો.



    હવે આ પૌંઆ પર ઝીણાં સમારેલાં ટામેટા, ડુંગળી અને સેવથી ગાર્નિંશ કરો. આ પૌંઆ તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Poha

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन