રસોડાના મસાલા ઓષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ મસાલામાંથી જ આજે વાત કરીશું એક એવા મસાલાની જેના વગર શાકનો સ્વાદ અધૂરો છે. એક ચમચી ઘાણા પાવડર ઉમેરવાથી શાકનો સ્વાદ ચાર ગણો વધી જાય છે. પરંતુ તેના અન્ય પણ ફાયદા છે, ચાલો જાણીએ.
રસોઈ બની ગયા બાદ ભોજન ઉપર છોડો ધાણા પાવડર છાંટી પીરસશો તો તેની સંદરતા અને સ્વાદ બંને વધી જશે.
આ મસાલો ડાયાબીટિશમાં પણ ફાયદાકારક છે.તેમાં આયર્ન, વિટામિન A, K અને C ભરપૂર માત્રામાં હોય છે. અને સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારી છે. તેમજ તેના બીજનું પાણી પણ ઘણું ચમત્કારી છે.
ધાણાના બીજનું પાણી પીવાના ફાયદા:
ધ બ્રિતાની જરનલ ઓફ ન્યૂટ્રીશનમાં પ્રકાશિત એક શોધપત્ર અનુસાર આ પાણીમાં કેટલાક એવા તત્વો રહેલા છે, જે લોહીમાં ભળીને એન્ટી-હાયપરગ્લાઈકેમિક અને ઈન્સુલિન પેદા કરે છે, જેનાથી ગ્લુકોઝનું સ્તર સંતુલિત રહે છે.
આવી રીતે બનાવશો ધાણાનું પાણી:
2 લીટર પાણીમાં 10 ગ્રામ આખા ધાણા પલાળી એક ઢાંકણું ઢાંકીને આખી રાત પલાળી રાખો. સવારે આ પાણી ગાળીને પીવો. દિવસમાં ઘણી વકત તમે આ પાણી પી શકો છો.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર