Home /News /lifestyle /તાંબા-ચાંદીના વાસણોને વધારે ઘસવાની મહેનત નહીં કરવી પડે, રસોડાની આ વસ્તુથી થઇ જશે ચકાચક
તાંબા-ચાંદીના વાસણોને વધારે ઘસવાની મહેનત નહીં કરવી પડે, રસોડાની આ વસ્તુથી થઇ જશે ચકાચક
વાસણોને ચમકાવવાની ટિપ્સ
Cleaning Tips : અત્યાર સુધીમાં તમારા ઘરમાં પણ દિવાળીની સફાઈ શરૂ થઈ ગઈ હશે. પરંતુ જ્યારે રસોડાની સફાઈની વાત આવે છે, ત્યારે કામ ઘણું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સફાઈની સરળ ટિપ્સ જણાવીએ છીએ.
Diwali 2022 : દિવાળીનો તહેવાર મોટાભાગના લોકોને ખૂબ જ પસંદ હોય છે, પરંતુ તેની પહેલા જે સાફ-સફાઇ કરવામાં આવે છે તેમાં મહિલાઓની હાલત ખરાબ થઇ જાય છે. ખાસ કરીને જ્યારે રસોડાનો વારો આવે છે, તો રસોડાના ગંદા વાસણ સાફ કરવા મોટી સમસ્યા બની જાય છે. જેમાં ચીકાશ-પીળાશ વગેરે લાગેલું હોય છે.
તેવામાં આજે અમે તમારી સમસ્યાને સમજતા તમને જણાવીએ સ્ટીલ અને ચાંદીના વાસણોને સાફ કરવાની સરળ રીત, જેમાં તમે ઘરમાં રહેલા ટોમેટો કેચઅપનો ઉપયોગ કરીને આ વાસણોને એકદમ નવા જેવા ચમકાવી શકો છો.
ટોમેટો કેચઅપ તમારા પીત્તળ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણો અને પૅન પર જામેલી કાળાશને સાફ કરવાની એક શાનદાર રીત છે. તેનો ઉપયોગ કોઇપણ વાસણ સાફ કરવા માટે કરી શકાય છે. હકીકતમાં, કેચઅપનો નેચર એસિડિક હોય છે, તેથી આ ક્લીનિંગ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કેચઅપથી ક્લીનિંગ કરવા માટે તમે આ રીત અપનાવી શકો છો.
તાંબુ
કેચઅપને પોતાના તાંબાના તળિયાવાળા વાસણો પર નાંખો અને તેન 10-15 મિનિટ માટે એમ જ રહેવા દો. પછી તેને લૂછી લો અને સાદા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તાંબાના વાસણ ઉપર જામેલી ગંદી પરત સરળતાથી સાફ થઇ જાય છે.
સ્ટેનલેસ સ્ટીલમાં કેટલોક સમય બાદ કાળા નિશાન પડવા લાગે છે અને ચમક પણ ફીકી પડી જાય છે. તેને કેચઅપથી સરળતાથી સાફ કરી શકાય છે. તેના માટે એક પેપર ટૉવેલમાં થોડો સોસ નાંખો અને તેનાથી વાસણ સાફ કરો. જો વાસણ વધારે ગંદા હોય તો તેના પર થોડીવાર માટે કેચઅપ લાગેલો રહેવા દો અને પછી તેને સાફ કરો. તમે તેને ગેસ ટૉપ અને ચિમની સાફ કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકો છો.
કાસ્ટ આયરન
ક્યારેક તમારા કાસ્ટ આયરન સ્કીલેટમાં કાટના ડાઘા લાગી જાય છે. પરંતુ નિરાશ ન થાઓ, બસ કાટ વાળી જગ્યાને કેચઅપથી ઢાંકી દો, થોડીવાર એમ જ રહેવા દો, પછી સાફ કરી લો.
ચાંદી
ચાંદી પણ પડ્યાં પડ્યાં કાળી થઇ જાય છે, જેને કેચઅપથી સાફ કરી શકાય છે. પરંતુ તમારી ચાંદીના વાસણમાં વધુ ગંદકી છે, તો કેચઅપને ટૂથબ્રશમાં લઇને તેને સ્ક્રબ કરો અને તેને સાફ પાણીથી ધોઇ લો.
કેચઅપમાં સોડા મિક્સ કરી લો
જો તમારા વાસણ વધુ ગંદા હોય તો ટોમેટો કેચઅપમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરીને તેને બ્રશથી સારી રીતે ઘસીને સાફ કરી શકો છો. તેનાથી વાસણો નવા જેવા ચમકી ઉઠશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર