Home /News /lifestyle /તાંબાના વાસણમાં રાખેલુ પાણી વરદાન સમાન, જાણો તેના ફાયદાઓ વિશે

તાંબાના વાસણમાં રાખેલુ પાણી વરદાન સમાન, જાણો તેના ફાયદાઓ વિશે

તમે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે તાંબાના વાસણમાં પાણી પીવું એ આપણા માટે વરદાન સમાન છે. રાતે તાંબાના વાસણમાં પાણી મુકીને સવારે ઉઠીને પીવાથી ઘણાં ફાયદા થાય છે. એટલું જ નહીં તેઓ જમવાનું બનાવવા માટે જોઈતું પાણી પણ તાંબાના વાસણમાંથી જ કરે છે. તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં એવી માન્યતા છે કે તાંબાના વાસણનું પાણી દોષો જેમકે કફ અને પિત્તને બેલેન્સ કરે છે. આ પાણીનો વધારે લાભ ત્યારે થાય છે કે જ્યારે તે પાણી તાંબાના વાસણમાં 8 કલાકથી વધારે રહે. સાઈન્સે પણ આ પાણીના ઘણાં ફાયદા વિશે જણાવ્યું જેમાંથી થોડા ફાયદા આપણે જોઈએ.

1. આયુર્વેદ પ્રમાણે તાંબાના વાસણમાં મુકેલ પાણીમાં ધીરે ધીરે તાંબુ વધતું જાય છે અને તેના લીધે પાણીમાં સકારત્મકતા વધે છે. આ પાણી કેટલાક દિવસો સુધી રાખીએ તો પણ એ વાસી નથી થતું.
2. બેકટીરિયા સમાપ્ત કરવામાં મદદરુપ હોય છે.તાંબાની પ્રકૃતિ ઓલીડિનોમિક હોય છે જેથી આમાં પાણી રાખવાથી પાણીના બેકટીરિયા સરળતાથી નષ્ટ થઈ જાય છે. ડાયેરિયા, દસ્ત તથા કમળાને રોકવા માટે મદદરુપ બને છે.
3. આ પાણી થાઈરોઈડની બીમારીમાં પણ કારગત નીવડે છે. થાઈરોઈડના તજજ્ઞોના મતે, તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરમાં થાયરેક્સીન હાર્મોન નિયંત્રિત થઈને આ ગ્રંથીની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરે છે.
4. મગજના કામને વધારે જલ્દી અને કુશળતાથી કરવામાં મદદ કરે છે.
5. સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. સાંધાના દુખાવો થાય અને તેમાં સોજો આવે તો તમે આ પાણી પીશો તો ચોક્કસ ફાયદાકારક બનશે.
6. ત્વચાને સ્વસ્થ રાખવામાં તાંબામાં રાખેલ પાણી મદદ કરે છે. નિયમિત રીતે આ પાણી પીવાથી આ ઉપાયને કરવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનશે.
7. પાચનક્રિયાને સ્વસ્થ બનાવે છે. પેટને લગતી સમસ્યા જેવીકે એસિડિટી, કબજિયાત, ગેસ વગેરે માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી અસરકારક છે
8. ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. મજબૂત એન્ટિઓક્સિડેન્ટ તથા સેલ બનાવવાના ગુણોથી સમૃધ્ધ હોવાથી કોપર મુક્ત કણો સાથે લડે છે. ત્વચા પરની લાઈનો આવવાના કારણોમાંનું આ એક છે. નવી તથા સ્વસ્થ ત્વચાની કોશિકાના ઉત્પાદનમાં મદદ કરે છે.
9. લોહીની ઓછપને દૂર કરે છે.
10.વજન ઘટાડવામાં મદદરુપ છે. કસરતની સાથે સાથે તમે તાંબાના વાસણમાં પાણી પીશો તો ફાયદાકારક રહેશે.
First published:

विज्ञापन
विज्ञापन