11 લાજવાબ કૂકિંગ ટીપ્સ, ખબર હશે આ વાત તો રોજ કામ લાગશે

 • Share this:
  રોજ કામ લાગે તેવી 11 કૂકિંગ ટીપ્સ:

  - લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.
  - ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં લવિંગ ૪-૫ રાખવા.
  -  રોટલીના લોટમાં દહીં નાખવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.
  - કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કળવાશ ઓછી થઈ જશે.
  - ભીંડા બનાવતી સમયે તેમાં એક ચમચો દહીં નાખવાથી ભીંડા ચોંટશે નહિ.
  - કડાઈમાંથી ડુંગળીની સુગંધ કાઢવી હોઇ તો કાચું બટાકુ કાપી તાવીમાં લગાડવું.
  - દમ આલું બનાવવા બટેટાની છાલ કાઢી અને તેમાં કાંટાથી (Fork) કાણાં પાડી અને મીઠાંવાળા પાણીમાં બોળી ઉપયોગ કરવાથી સારા બનશે.
  - સુક્કા આદુની છાલ ઉતારવી હોય તો અડધો કલાક ઠંડા પાણીમાં રાખવાથી ચાલ ઉતરી જશે.
  - કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોઇતો, મેથીની ભાજીને પેનમાં થોડી ગરમ કરી, ઠંડી કરી ઉપયોગ કારી શકાય.
  - ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા થોડી સોજી નાખવાથી ઢોકળા પોચા બનશે.
  - કોથમીર તાઝી રાખવા તેના મૂળિયા પાણીના ગ્લાસમાં બોળી રાખવાથી તે તાઝી રેહશે.
  Published by:Bansari Shah
  First published: