Home /News /lifestyle /Constipation Problem: કબજિયાતની તકલીફમાં વધારો કરે છે દરરોજ ખવાતી આ વસ્તુઓ, આજે જ કરી દો બંધ
Constipation Problem: કબજિયાતની તકલીફમાં વધારો કરે છે દરરોજ ખવાતી આ વસ્તુઓ, આજે જ કરી દો બંધ
કબજિયાતમાં આ વસ્તુઓ ખાવાનું ટાળો
Constipation: કબજિયાતમાં મળ ત્યાગ કરવો ખૂબ મુશ્કેલ છે. જેના કારણે વ્યક્તિ ખૂબ જ બેચેન થઈ જાય છે. કબજિયાતની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેની ખરાબ અસર શરીર પર પડે છે. રોજ ખાવામાં આવતી કેટલીક વસ્તુઓ તમારી આ મુશ્કેલીમાં વધારો કરે છે.
Constipation Problem: કબજિયાત (Constipation)માં મળ ત્યાગ કરવો ખૂબ મુશ્કેલ છે. જેના કારણે વ્યક્તિ ખૂબ જ બેચેન થઈ જાય છે. કબજિયાતની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેની ખરાબ અસર શરીર પર પડે છે. ગંભીર રોગ થઈ શકે છે. જીવનશૈલી (Lifestyle) સાથે સંકળાયેલી ભૂલો અને યોગ્ય ખોરાકની ઉણપને કારણે આ સમસ્યા થાય છે. હાલમાં જ આયુર્વેદિક એક્સપર્ટ દીક્ષા ભાવસારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બાબતે પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે રોજ ખાવામાં આવતી વસ્તુઓ કઇ રીતે કબજિયાતની સમસ્યા વધારી શકે તે અંગે જાણકારી આપી હતી.
જીરુ
જીરું સામન્ય રીતે પિત્તને વધારે છે, એટલે કે તેનાથી પાચનમાં સુધારો થાય છે. તે ભૂખ, ઝાડા, આઇબીએસ માટે સારું છે પરંતુ, કબજિયાત માટે નહીં. આવી સ્થિતિમાં, નિષ્ણાતો કબજિયાત દરમિયાન જીરુ ખાવાની મનાઈ કરી છે.
દહીં
દહીં પણ કબજિયાતમાં તકલીફ ઊભી કરી શકે છે. જો તમને કબજિયાત હોય, તો જ્યાં સુધી તે મટે નહીં ત્યાં સુધી દહી ખાવાનું ટાળો.
કેફીન
નિષ્ણાતોના મતે કેફીન પાચનતંત્રમાં સ્નાયુઓને ઉત્તેજીત કરી શકે છે અને આંતરડાની સરળતાથી હલનચલનન કરાવી શકે છે. પરંતુ કેફીન ડિહાઇડ્રેશનનું કારણ પણ બને છે, જેના કારણે કબજિયાત થાય છે. તેથી કબજિયાત હોય તો તેને ટાળો. જો તમને કબજિયાત હોય, તો તમારા દિવસની શરૂઆત ક્યારેય ચા કે કોફીથી ન કરો તે હિતાવહ છે.