Home /News /lifestyle /સવારમાં પેટ સાફ નથી થતું તો એક ચમચી ઘીને આ વસ્તુમાં મિક્સ કરીને પી જાઓ, નહીં કરવું પડે જોર

સવારમાં પેટ સાફ નથી થતું તો એક ચમચી ઘીને આ વસ્તુમાં મિક્સ કરીને પી જાઓ, નહીં કરવું પડે જોર

કબજિયાતમાં રાહત આપશે આ ઘરેલુ નુસ્ખો

Constipation Cure Tips: ઘીને પાણી અથવા દૂધમાં મિક્સ કરીને પીવાથી કબજિયાતની બીમારી ગાયબ થઇ જાય છે. ચાલો જાણીએ કેવી રીતે દૂધ અથવા પાણીમાં તેનું સેવન કરવું જોઇએ અને તેના ફાયદા શું છે.

Constipation Remedy Ghee- આપણા વડીલો આપણને ઘીનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. પરંતુ આપણે ડાયેટ અને વજન વઘવાની ચિંતામાં તેમની વાત નથી સાંભળતા. આજે અમે તમને જણાવીશું કે આપણા વડીલોની સલાહ કેટલી સાચી છે. ઘીના અઢળક ફાયદા છે. દૂધ અથવા ગરમ પાણીમાં ઘી નાંખીને પીવાથી તેનો બમણો લાભ મળે છે.

કબજિયાતને દૂર કરવા માટે આપણે ચૂરણ અને કોણ જાણે કેટલા પ્રકારની દવાઓ લઇએ છીએ, તેમાં પણ રાહત આપવા માટે એક ચમચી ઘી જાદુઇ કામ કરે છે. ચાલો જાણીએ કે ઘીમાં એવું શું છે કે તે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઇએ.



આ પણ વાંચો : ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

આજે મોટાભાગના વ્યક્તિ કબજિયાત અને એસિડિટીની સમસ્યાથી પરેશાન છે. આમ તો આ સમસ્યા ઘણી સામાન્ય લાગે છે પરંતું જો અવગણવામાં આવે તો અલસર, પાઇલ્સ અને પિસ્ટુલા જેવી સમસ્યાઓ ઘર કરી જાય છે. પેટ સંબંધિત સમસ્યાઓનું નિવારણ મેળવવા માટે ઘણા લોકો અનેક પ્રકારની દવાઓ લે છે, ઘરેલુ નુસ્ખા પણ અજમાવે છે. પરંતુ તમે ક્યારેય ઘી ટ્રાય કર્યુ છે. એક ચમચી ઘીને ગરમ દૂધ અથવા હુંફાળા પાણીમાં મિક્સ કરો અને પીવો. પછી જુઓ તેની જાદુઇ અસર. અપચો, પાચનની સમસ્યા દૂર થઇ જશે અને તમારુ પેટ સાફ રહેશે.

ઘીમાં કયા તત્વો છે અને કેવી રીતે પેટ સાફ થાય છે


ઘીમાં અનેક પોષક તત્વો હોય છે. બ્યૂટિરિક એસિડનું સેવન મેટાબોલીઝમમાં સુધારો લાવે છે. જેથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે. આ સાથે જ આ રીતે ઘીનું સેવન કરવાથી પેટમાં દુખાવો, સોજો કે પેટ સંબંધિત અન્ય સમસ્યાઓમાં પણ રાહત મળે છે. ઘી આપણા બૉડીને ચિકાશ આપવામાં મદદરૂપ છે અને તેના સેવનથી આંતરડાનો રસ્તો સાફ થઇ જાય છે અને પેટમાં જમા થયેલી ગંદકી બહાર નીકળી જાય છે.

ઉપવાસમાં ફોલો કરો આ ડાયટ


આ પણ વાંચો : ટીવીની સંસ્કારી બહુએ સાડીમાં આપ્યા કિલર પોઝ, દિલકશ અંદાજ પર ફેન્સ થયા ઘાયલ

કેવી રીતે કરશો સેવન અને અન્ય ફાયદા


સવારે ખાલી પેટે ઘીનું સેવન કરવું વધુ લાભકારક છે. એક ચમચી ઘીને પાણીમાં મિક્સ કરીને પી શકો છો. તેનાથી પેટ સાફ થઇ જશે.

• હાડકા મજબૂત કરવામાં પણ મદદરૂપ છે.
• વજન ઘટે છે, મેટાબોલીઝમ સુધરે છે.
• સ્કિન ચમકવા લાગે છે.
• મગજ તેજ થાય છે.
• સારી ઉંઘ આવે છે.
First published:

Tags: Constipation, Health care, Health Tips, Healthy Food Health Tips

विज्ञापन