દરેક તે વ્યક્તિ જે સેક્શુઅલી એક્ટિવ છે તેને સૌથી પહેલા અને જે જરૂરી વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ તે છે પ્રોટેક્શન વગર ક્યારેય સેક્સ કરવો જોઈએ નહી. એવામા તમે પણ અનિચ્છનીય પ્રેગ્રેન્સી અને STD એટલે સેક્શુલી ટ્રાન્સમિટેડ બિમારરીઓથી બચવા ઈચ્છતા હોવ તો આની સૌથી સરળ રીત છે કે, સેક્સ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરવામા આવે. જોકે, ઘણા બધા લોકો એવા પણ છે જેમને કોન્ડોમના ઉપયોગ કરતી વખતે સમસ્યાઓ આવતી હોય છે. એવામાં અમે તમને જણાવી રહ્યાં છીએ કોન્ડમ સાથે જોડાયેલ કોમન સમસ્યાને કેવી રીતે દૂર કરવી..
જો કોન્ડોમનો ઉપયોગ કરતી વખતે તે ફાટી જાય તો તેને ફેકીને બીજા કોન્ડોમનો ઉપયોગ કરો પરંતુ આવું કરતી વખતે પૂરેપૂરી સાવધાની સાથે પહેલા કોન્ડોમની પૈકેજિંગ ચેક કરો. ક્યાક આ કોન્ડોમ એક્સપાયર્ડ તો થઈ ગયો નથી ને? શું તમે આને ખુબ જ ગરમ કે ઠંડી જગ્યા પર રાખી દીધો હતો. સાથે જ સેક્સ દરમિયાન કોઈપણ જગ્યાથી કોન્ડોમ ફાટી જાય છે તો ગર્ભ નિરોધક ગોળી લઈ લેવામા જ ભલાઈ છે.
જો તમને કોન્ડોમની બહાર સીમનની એક બૂંદ પણ જોવા મળે તો તેનો અર્થ છે કે, કોન્ડોમ લીક થવાની આશંકા છે. એવામાં અનિચ્છનિય પ્રેગ્રેન્સી અથવા કોઈપણ રીતના ઈન્ફેક્શનથી બચવા માટે ઈમરજન્સી કોન્સેપ્ટિવ ગોળી લેવી ખુબ જ જરૂરરી છે. જ્યાર સુધી કોન્ડોમ લીક થવાનું કારણ હોય તો એવું પણ બની શકે છે કે તમે ખોટી સાઈઝના કોન્ડોમનો ઉપયોગ કર્યો હશે. એવું બની શકે કે તમે તમારા ઓર્ગન સાઈઝથી મોટા કોન્ડોમનો ઉપયોગ કર્યો હોય જેના કારણે સીમન લીક થઈ ગયું હોય. તેથી બીજી વખત નાના કોન્ડોમનો ઉપયોગ કરો.
શું તમારી સાથે પણ ક્યારેક એવું થયું છે કે કોન્ડોમ તમારા ઓર્ગનથી નિકળીને ફિમેલ પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાં ચોટી ગયું હોય? આવું થવા પાછળનું કારણ તે છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના ઓર્ગન સાઈઝથી વધારે મોટા કોન્ડોમનો યૂઝ કરે છે તો બની શકે છે કે કોન્ડોમ સ્લીપ કરીને પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાં ચોટી જાય છે. આવું થવા પર કોન્ડોમને એકદમ ધીમે રહીને ખેંચીને બહાર કાઢવાની કોશિષ કરો. જો કોન્ડમ નિકાળતી વખતે પાર્ટનરને કોઈપણ રીતનો દુખાવો કે તકલીફ પડે તો તરત જ ગાઈનેકોલોજિસ્ટ પાસે જાઓ અને કોન્ડોમ નિકળાવો.
જો કોન્ડોમનો યૂઝ કરવાના કારણે તમારો સેક્શુઅલ એક્સપીરિયન્સ અને પ્લેઝર ઓછું થઈ જાય છે તો તમને જણાવી દઈએ કે, માર્કેટમાં ઘણી બધી જાતના કોન્ડોમ ઉપલબ્ધ છે. માર્કેટમાં રહેલા અલ્ટ્રરા-થિન કોન્ડોમનો ઉપયોગ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. એક વખત ફરીથી અહી સાઈઝ સૌથી જરૂરી છે. સાઈઝમાં નાનો અથવા મોટો કોન્ડોમ ઉપયોગ કરવા પર સેક્સ દરમિયાન અસુવિધા અને કષ્ટ થઈ શકે છે.
જો તમને પણ કોન્ડોમ પહેર્યા પછી ઓર્ગનમાં ખુજલી અથવા બળતરા અનુભવાય છે તો આનો અર્થ છે કે, તમે એક્સપાયરી ચેકક કર્યા વગર કોન્ડોમ ખરીદી લીધો છે અને એક્સપાયર્ડ કોન્ડોમ યૂઝ કરવાના કારણે આવું થઈ રહ્યું છે. અથવા ફરીથી પણ થઈ શકે છે કે, તમને લેટેક્સથી એલર્જી થઈ શકે છે. એવામાં તમારા માટે જરૂરરી છે કે તમારો ડોક્ટરનો સંપર્ક કરો અને જણાવો કે, કયા કારણે તમને ખુજલી અને બળતરા થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર