Home /News /lifestyle /Weight Loss Tricks: માત્ર 4 સપ્તાહમાં દૂર કરો પેટની ચરબી, અપનાવો આ ઉપાય

Weight Loss Tricks: માત્ર 4 સપ્તાહમાં દૂર કરો પેટની ચરબી, અપનાવો આ ઉપાય

શરીરની વધારાની ચરબી દૂર કરશે આ ઉપાય

Extra Fat: વર્કઆઉટ અને આહાર પ્રણાલીથી ફિટ રહેવા માટે 30 હજારથી વધુ લોકો ફિટનેસના પ્રોગ્રામમાં જોડાયા હતા. આ પ્રોગ્રામ ફરી 9 ઓગસ્ટના રોજ શરૂ થશે જેથી વધુમાં વધુ લોકો પેટની ચરબીની સમસ્યાથી રાહત મેળવી શકે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક વ્યક્તિઓ પેટની ચરબી વધવાની સમસ્યાથી પરેશાન છે. દર ત્રીજી વ્યક્તિ પેટની ચરબી (Belly fat) દૂર કરવા માટેના પ્રયાસ કરી રહી છે. દુબળુ પાતળુ શરીર ધરાવતી વ્યક્તિ પણ આ સમસ્યાથી પરેશાન છે. આહાર પ્રણાલીમાં ફેરફાર અને કસરત કરવા છતાં આ સમસ્યાથી છુટકારો મળતો નથી. માત્ર 4 સપ્તાહમાં પેટની ચરબી કેવી રીતે દૂર કરી શકાય તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    Cult.fitના ફિટનેસ એક્સપર્ટ શ્વેતાંબરી શેટ્ટીએ આ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, દરેક વ્યક્તિ પેટની ચરબી ઓછી કરવા ઈચ્છે છે અને સિક્સ પેક બનાવવા ઈચ્છે છે. જેના માટે નિયમિતરૂપે ખૂબ જ મહેનત કરવી પડશે.

    cult.fit સ્પોટ રિડક્શનને પ્રોત્સાહન આપતું નથી, પરંતુ સ્ટ્રોંગ કોરને પ્રોત્સાહન આપે છે. સ્ટ્રોંગ કોર માટે કસરત કરવાથી પેટની મોટાભાગની ચરબી દૂર થાય છે. ઉપરાંત શરીરની અન્ય વધારાની ચરબી પણ દૂર થાય છે.

    આ પણ વાંચો-શરીરમાં Vitamin C ઓછું થાય તો થઈ શકે છે સ્કર્વી, એનિમિયા જેવી બીમારીઓ, આ ખોરાકથી દૂર કરો ઉણપ

    વર્કઆઉટ અને આહાર પ્રણાલીથી ફિટ રહેવા માટે 30 હજારથી વધુ લોકો ફિટનેસના પ્રોગ્રામમાં જોડાયા હતા. આ પ્રોગ્રામ ફરી 9 ઓગસ્ટના રોજ શરૂ થશે જેથી વધુમાં વધુ લોકો પેટની ચરબીની સમસ્યાથી રાહત મેળવી શકે.

    પેટની ચરબી દૂર કરતી કસરત

    ઘરે રહીને અહીં જણાવેલ હોમ એક્ટિવિટીઝથી તમે પેટની ચરબી દૂર કરી શકો છો.

    પલાઠી વાળવી
    પ્લેન્ક
    હિપ બ્રિજ
    ડેડ બગ
    માઉન્ટેઈન ક્લાઈમ્બર
    બર્ડ ડોગ
    દોરડા કૂદવા

    ફિટનેસ ગોલ કેવી રીતે અચિવ કરવો

    જો તમારી પાસે વર્કઆઉટ પાર્ટનર હોય તો તેમની સાથે કસરત કરો. જો તમારી પાસે વર્કઆઉટ પાર્ટનર ના હોય તો તમે વર્કઆઉટ ગ્રુપમાં પણ શામેલ થઈ શકો છો. તમે ઓનલાઈન લાઈવ વર્કઆઉટ સાથે જોડાઈને પણ કસરત કરી શકો છો.

    આ પણ વાંચો: શું તમારા શરીરમાં છે Vitamin Dની ઉણપ? તો આ 7 આહારને કરો તમારા ડાયટમાં સામેલ

    તમે ફિટનેસ સ્કોર મેળવવા માટે એનર્જી મીટરનો પણ ઉપયોગ કરી શકો છો. નિયમિતરૂપે કસરત કરવી જરૂરી છે, આ કારણોસર ક્યારેય પણ કસરત કરવાથી ચૂકવું ન જોઈએ.

    ઓનલાઈન અને ઓફલાઈન ફિટનેસ કોર્સ કેવી રીતે મદદરૂપ થાય છે?

    ફિટનેસ ગોલ પ્રાપ્ત કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન ફિટનેસ કોર્સ એક શાનદાર ઉપાય છે. ફિટનેસ કોર્સ પૂર્ણ થયા બાદ પણ કસરત કરવાનું બંધ ન કરવું જોઈએ. જો તમે નિયમિતરૂપે કસરત નહીં કરો તો કોઈપણ વ્યક્તિ તમને તમારો ફિટનેસ ગોલ પ્રાપ્ત કરવામાં મદદ નહીં કરી શકે. નિયમિતરૂપે કસરત કરીને, યોગ્ય આહાર પ્રણાલીથી અને પૂરતી ઊંઘની મદદથી તમે ફિટનેસ ગોલ પ્રાપ્ત કરી શકો છો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Extra fat, Health Tips, How to stay fit, Weight loss

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन