Home /News /lifestyle /

જો તમે પણ દવાઓ સાથે કરો છો આ વસ્તુઓનું સેવન? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને કરી શકે છે ભારે નુકસાન

જો તમે પણ દવાઓ સાથે કરો છો આ વસ્તુઓનું સેવન? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને કરી શકે છે ભારે નુકસાન

જો તમે પણ દવાઓ સાથે કરો છો આ વસ્તુઓનું સેવન? તો થઈ જાઓ સાવધાન!

દવા સાથે આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર પર વિપરીત અસર (never take these things with medicines) થતી હોય છે. કોઇ પણ દવા લેતી વખતે તેની સાથે જોડાયેલી કેટલીક તકેદારી (Health Tips)ઓ પણ રાખવી જરૂરી છે. કેટલીક ખાદ્ય ચીજો દવાઓની અસર ઘટાડે છે. આવી સ્થિતિમાં દવા સાથે કઈ વસ્તુ ક્યારેય પણ ન લેવી જોઈએ તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  દવા પ્રિસ્ક્રાઈબ કરતી વખતે ડોકટરો હંમેશાં તેને કેવી રીતે લેવી તેની સલાહ અચૂક આપે છે. આમ છતાં ઘણી વખત વ્યક્તિ અજાણતા જ દવા સાથે આવી કેટલીક વસ્તુઓનું સેવન કરી લે છે, જેનાથી તેને ફાયદો થવાના બદલે નુકસાન (What to not mix with medicines) થવા લાગે છે.

  દવા સાથે આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર પર વિપરીત અસર (never take these things with medicines) થતી હોય છે. કોઇ પણ દવા લેતી વખતે તેની સાથે જોડાયેલી કેટલીક તકેદારી (Health Tips)ઓ પણ રાખવી જરૂરી છે. કેટલીક ખાદ્ય ચીજો દવાઓની અસર ઘટાડે છે. આવી સ્થિતિમાં દવા સાથે કઈ વસ્તુ ક્યારેય પણ ન લેવી જોઈએ તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

  એનર્જી ડ્રિંક્સ


  એનર્જી ડ્રિંક્સ સાથે ક્યારેય દવાઓ ન લેવી જોઈએ. તેનાથી દવાઓનો ડિઝોલ્વ થવાનો સમય વધે છે. આ સાથે જ તેનાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે.

  આ પણ વાંચો: રોજિંદા જીવનમાં અપનાવો આ 3 સામાન્ય આદતો, કેન્સર રહેશે તમારાથી દૂર

  દારૂ


  દવાની સાથે આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં દવાની અસર ઓછી થઈ શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. આલ્કોહોલ અને દવાઓનું સેવન કરવાથી યકૃતને નુકસાન થઈ શકે છે અને તેના કારણે યકૃત સંબંધિત અન્ય બીમારીઓ થઈ શકે છે.

  સિગારેટ


  ધૂમ્રપાન કરવાથી ફેફસાં અને શરીરના અન્ય ભાગોને નુકસાન થાય છે. ધૂમ્રપાન તમને રોગો માટે સંવેદનશીલ બનાવીને તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે, ધૂમ્રપાન દવાના શોષણ, ડિલિવરી અને અસરને અવરોધે છે.

  ડેરી ઉત્પાદનો


  ડેરી ઉત્પાદનો તમારા શરીરમાં અમુક એન્ટિબાયોટિક્સની અસરને યોગ્ય રીતે થવા દેતા નથી. દૂધમાં મળતા કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનિજો, કેસીન પ્રોટીન સાથે મળીને દવાઓની અસર ઘટાડે છે. જો તમે એન્ટિબાયોટિક્સ લેતા હોવ તો તેની સાથે દૂધ ન પીવું જોઇએ.

  પોટેશિયમથી ભરપૂર આહાર


  બ્લડપ્રેશર ઘટાડવા માટે લેવાતી દવાઓ શરીરને જરૂર કરતાં વધુ પોટેશિયમ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. શરીરમાં કોઈ પણ વસ્તુનો અતિરેક હાનિકારક હોય છે, પોટેશિયમનો અતિરેક હૃદય અને લોહીના પ્રવાહમાં સમસ્યા પેદા કરી શકે છે. કેટલાક અન્ય પોટેશિયમ બટાટા, મશરૂમ્સ, શક્કરિયા વગેરેનું સેવન પણ ટાળવું જોઇએ.

  મુલેઠી


  કેટલાક લોકો પાચન માટે હર્બલ ઉપચાર તરીકે મુલેઠીનો ઉપયોગ કરે છે. તેમાં જોવા મળતું ગ્લાયસિરિજિન સાઇક્લોસ્પોરિન સહિતની કેટલીક દવાઓની અસર ઘટાડે છે. આ સિવાય જો તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે કોઇ દવા લઇ રહ્યા છો તો મુલેઠીનું સેવન ન કરો.

  આ પણ વાંચો:  સાવધાન! આ 6 વસ્તુઓ ખાવાથી ખરવા લાગશે વાળ, આજે જ કરો કંટ્રોલ

  પાંદડાવાળા શાકભાજી


  લીલા પાંદડાવાળા શાકભાજી કેટલીક દવાઓના શોષણ અને અસરકારકતામાં સમસ્યા ઊભી કરી શકે છે. કેલે, બ્રોકોલી વગેરે શાકભાજી વિટામિન-કેનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન-કેનું વધુ પડતું સેવન વોરફ્રેઈન જેવી દવાઓની અસરોને અવરોધે છે. વારંવાર રક્તસ્ત્રાવ, લોહી ગંઠાઈ જવું કે લોહીને લગતી અન્ય વિકૃતિઓના જોખમને ઘટાડવા માટે વોરફ્રેઇનનું સેવન કરવામાં આવે છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन