Home /News /lifestyle /

આવું રાખો Diet Plan, જલ્દી વજન ઘટાડશે

આવું રાખો Diet Plan, જલ્દી વજન ઘટાડશે

    આવુ રાખો તમારુ Diet Plan, જલ્દી થશે વજન ઓછુ

    જાડાપણું એ સ્થિતિ છે જેમા અત્યાધિક ચરબી શરીર પર જમા થાય છે અને પછી ધીરે ધીરે આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક તકલીફો ઉભી કરે છે. ઓછું ખાવાથી કે ડાયેટિંગ કરવાથી ક્યારેય પણ જાડાપણું ઓછુ થતું નથી. બ્રેકફાસ્ટ ન કરવાથી ઉપરથી વજન વધે છે.

    કહેવાય છે કે દિવસમાં લગભગ 4 થી 5 વખત તો ખાવુ જ જોઈએ. જેથી મેટાબોલિજ્મ મજબૂત થાય અને વજન સહેલાઈથી ઓછુ થઈ શકે છે.. આવો અમે જણાવીએ તમને કેવુ રહેશે તમારુ ડાયેટ પ્લાન જેનાથી તમને એનર્જી પણ મળશે સાથે જ વજન પણ ઓછુ થઈ જાય

    •  રોજ સવારે કુણા પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને પીવો

    •  એક કલાકના અંતર પછી ફ્રુટ્સ જરૂર ખાવ. ફ્રુટ્સમાં તમે સફરજન, દાડમ, ઓરેંજ, કીવી વગેરે લઈ શકો છો.

    •  દર થોડી થોડી વારમાં કંઈને કંઈક ખાતા રહેવુ જોઈએ તો બ્રેકફાસ્ટમાં તમે ઓટ્સ, બાફેલા ઈંડા ફક્ત સફેદ ભાગ, કંસાર વગેરે લઈ શકો છો.

    • લંચમાં જુદી જુદી બાફેલી શાકભાજી જેવી કે બ્રોકલી, કાચા કેળા, બીંસ, પાલક, ગાજર લઈ શકો છો. દાળ ખાવી પણ એક સારુ ઓપ્શન છે.

    • પનીરની જગ્યાએ ટોફૂ ખાશો તો સારુ રહેશે.

    • ફૈટી અને તૈલીય વસ્તુઓ જેવી કે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, પૂરી, સમોસા વગેરેથી બિલકુલ પરેજ કરો

    • કોલ્ડ ડ્રિંક પીવું તો ભૂલી જ જાવ

    • ડિનરમાં પેટ ભરીને નહી પણ અડધુ પેટ જ ખાવ. સલાદ, સૂપ, એક વાડકી દાળ તમે બિંદાસ લઈ શકો છો.

    Published by:Bansari Shah
    First published:

    Tags: Common diet plan, Diet plan, Health care, HEALTH DIET, Health Tips, Weight loss

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन