Home /News /lifestyle /

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને કસરત કરતા આવ્યો હાર્ટ એટેક, જીમ જતા લોકો ન કરશો આ ભૂલો

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને કસરત કરતા આવ્યો હાર્ટ એટેક, જીમ જતા લોકો ન કરશો આ ભૂલો

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને કસરત કરતા આવ્યો હાર્ટ એટેક

Raju Srivastav Heart Attack: હૃદય રોગનું જોખમ કેટલું મોટું હોઈ શકે છે, તે આપણી ઉંમર પર પણ આધાર રાખે છે. જે યુવાઓ નિયમિતપણે કસરત કરે છે, તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે. પરંતુ વધતી ઉંમરની સાથે જો તમે કસરત કરવાનું ચાલુ રાખો તો પણ હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે.

વધુ જુઓ ...
  ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક (raju Srivastav suffers heart attack)ની સમસ્યાને કારણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવને ટ્રેડમિલ પર દોડતી વખતે હાર્ટ એટેક (Heart Attack Problem) આવ્યો હતો. અચાનક તેમની છાતીમાં દુખાવો થયો અને તેઓ નીચે પડી ગયા હતા. જીમમાં કસરત (Exercise) અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ દરમિયાન હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો જીમમાં એક્સરસાઇઝ કરનાર વ્યક્તિનું બીપી કે કોલેસ્ટ્રોલ લેવલ બરાબર છે, તો તેનો અર્થ એ નથી કે તેના હૃદયમાં કોઈ સમસ્યા ન થઇ શકે. ઘણીવાર આનુવંશિક કારણો પણ હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. આપણી નબળી જીવનશૈલી તેને ગંભીર રોગનું સ્વરૂપ આપી શકે છે.

  મોટી ઉંમરના લોકોને થઇ શકે સમસ્યા


  હૃદય રોગનું જોખમ કેટલું મોટું હોઈ શકે છે, તે આપણી ઉંમર પર પણ આધાર રાખે છે. જે યુવાઓ નિયમિતપણે કસરત કરે છે, તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે. પરંતુ વધતી ઉંમરની સાથે જો તમે કસરત કરવાનું ચાલુ રાખો તો પણ હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે.

  આ પણ વાંચો: ગરમ પાણીમાં આદુ નાંખીને પીવાના છે ઘણા ફાયદા, જાણો તેને બનાવવાની સરળ રીત

  કસરત ફિઝિયોલોજિસ્ટ માઈકલ જોયનર કહે છે કે હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ પણ ઉંમર સાથે વધે છે. તેથી વધતી ઉંમરના લોકોએ તેમનું નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.

  કસરત સમયે શા માટે હાર્ટ એટેકનો ખતરો?


  નિષ્ણાંતો કહે છે કે, વ્યક્તિએ પોતાની શારીરિક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને કસરત કરવી જોઈએ. શરીરની પણ મર્યાદા હોય છે. ઘણી વખત અનફિટ લોકો જીમમાં વધુ પરસેવો પાડે છે. ચાલો વધુ કસરત કરી લઇએ છીએ. હૃદયના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.

  મેરેથોન દોડવીરો પર હાથ ધરવામાં આવેલ અભ્યાસ સૂચવે છે કે જ્યારે લોકો તેમની દોડની ઇવેન્ટ પૂર્ણ કરે છે, ત્યારે તેમના લોહીના નમૂનાઓ હૃદયને નુકસાન સાથે સંકળાયેલ બાયોમાર્કર્સ બની જાય છે. જો કે, તેઓ સમય જતાં તેમના પોતાના પર પણ સ્વસ્થ થઈ જાય છે. પરંતુ જ્યારે આપણા હૃદય પર સતત તણાવ રહે છે, ત્યારે આ કામચલાઉ નુકસાન ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. આ સિવાય જે લોકો પહેલાથી જ હૃદયરોગનો શિકાર છે તેમને પણ આ સમસ્યા થઈ શકે છે.

  હેવી વેઇટ ટ્રેનિંગ ન કરવું


  યુ.એસના લોસ એન્જલસમાં હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના એસોસિયેટ ડાયરેક્ટર સુમિત ચૌગના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ઝડપથી મસ્ક્યૂલર શરીર બનાવવાના પ્રયાસમાં વધુ વજન ઉઠાવી લે છે. જો તમે થોડા દિવસો માટે જીમમાં જઈને આવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તે સિવાય વધુ સારું રહેશે જો તમે પહેલા ફિટ રહેવા માટે તમારું લક્ષ્ય નક્કી કરો અને તે મુજબ ટ્રેનિંગ લો.

  શરીરમાં આ લક્ષણો ન કરશો નજરઅંદાજ


  જ્યારે પણ તમે કોઈ ગંભીર બીમારીથી ઘેરાઈ જાઓ છો. ત્યારે તમારું શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે. જે લોકોને અચાનક હાર્ટ એટેક આવે છે, તેમાંના મોટા ભાગના લોકો આવા સંકેતોને ઇગ્નોર કરે છે. નિષ્ણાંતો દાવો કરે છે કે એક તૃતીયાંશ કરતાં વધુ લોકો હાર્ટ એટેકના એક અઠવાડિયા પહેલા વિવિધ લક્ષણો અનુભવવાનું શરૂ કરે છે.

  આ પણ વાંચો: Fruits For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ પાંચ ફળ જરૂરથી ખાવા જોઈએ, બ્લડ શુગર લેવલ રહેશે કંટ્રોલમાં

  જો આ ચિહ્નોને સમયસર ઓળખવામાં આવે તો જોખમ ઘટાડી શકાય છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્પોર્ટ્સ કાર્ડિયોલોજિસ્ટ ડિરેક્ટર જોનાથન એ. ડ્રેઝનર કહે છે કે જો તમારું શરીર યોગ્ય રીતે કામ કરતું નથી, તો અમુક ખાસ લક્ષણો પર ધ્યાન આપશો. શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો કે વધુ થાક લાગવો જેવા લક્ષણો જણાતો તાત્કાલિક ડોક્ટરને બતાવો.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन