Home /News /lifestyle /જીભ ખાય છે સ્વાસ્થ્યની ચાડી, જીભનાં રંગથી જાણો કેવું છે તમારું શારિરીક સ્વાસ્થ્ય

જીભ ખાય છે સ્વાસ્થ્યની ચાડી, જીભનાં રંગથી જાણો કેવું છે તમારું શારિરીક સ્વાસ્થ્ય

જીભ ખાય છે તમારા સ્વાસ્થ્યની ચાડી

ડોક્ટર જીભનો રંગ જોઇને અમુક લક્ષણો (Symptoms) ઓળખી કાઢે છે. સામાન્ય રીતે જીભનો કલર ગુલાબી (Pink Colour Tongue) હોવો જોઈએ. તો ચાલો જાણીએ કે માત્ર જીભના રંગથી કઇ રીતે તમે જાણી શકો છો તમારા સ્વાસ્થ્ય વિશે.

બાળપણથી લઇને આજે પણ આપણે જ્યારે ડોક્ટર (Doctors) પાસે જઇએ છીએ તો તેઓ આપણને જીભ બહાર કાઢવાનું કહે છે. તેથી અહીં એક સવાલ થવો તો સ્વાભાવિક છે કે ડોક્ટર આવું શા માટે કહે છે. તો આપને જણાવી દઇએ કે આપણી જીભનો કલર (Colour of Tongue) આપણા સ્વાસ્થ્ય (Health) વિશે ઘણુ બધુ કહી જાય છે. ડોક્ટર જીભનો રંગ જોઇને અમુક લક્ષણો (Symptoms) ઓળખી કાઢે છે. સામાન્ય રીતે જીભનો કલર ગુલાબી (Pink Colour Tongue) હોવો જોઈએ. તો ચાલો જાણીએ કે માત્ર જીભના રંગથી કઇ રીતે તમે જાણી શકો છો તમારા સ્વાસ્થ્ય વિશે.

સફેદ જીભ- જે લોકોની જીભ સફેદ હોય છે તેનો અર્થ એવો છે કે તમારું શરીર ડિહાઇડ્રેટ છે અને તમારું ઓરલ હાઇજીન ખરાબ છે. જો જીભ પર તમને ચીઝ જેવું સ્તર દેખાય છે તો તમને લ્યુકોપ્લાકિયા પણ હોઇ શકે છે. જોકે ક્યારેક ફ્લૂના કારણે પણ જીભ સફેદ પડી જાય છે.

પીળી જીભ- જ્યારે તમારી જીભ પીળી થવા લાગે છે, ત્યારે તે પોષણની અછત દર્શાવે છે અને પાચનતંત્ર, યકૃત અથવા પેટની સમસ્યાઓ પીળી જીભનું કારણ બની શકે છે.

બ્રાઉન જીભ- જે લોકો કેફીનનું સેવન કરે છે તેમની જીભ ભૂરા રંગની હોઈ શકે છે. ધૂમ્રપાનથી પણ બ્રાઉન જીભ થાય છે.

બ્લેક જીભ ચેઇન સ્મોકર્સની જીભનો રંગ સમય જતા કાળો થવા લાગે છે. આ ઉપરાંત કેન્સર, અલ્સર અથવા તો ફંગલના ઇન્ફેક્શનમાં પણ આવું બની શકે છે. ઓરલ હાઇજીનનો અભાવ જીભ પર અનેક બેક્ટેરિયાનો જમાવડો કરે છે અને તેના કારણે પણ જીભનો રંગ કાળો થવા લાગે છે.

લાલ જીભ- જો તમારી જીભનો રંગ અચાનક જ લાલ થવા લાગ્યો છે, તો શરીરમાં ફોલિક એસિડ અથવા વિટામિન B-12ની ઉણપ હોઈ શકે છે. અને જો જીભ પર લાલ ડાઘા દેખાય છે તો તેને જીયોગ્રાફીક જીભ કહેવાય છે.

બ્લૂ જીભ- વાદળી અથવા જાંબલી જીભનો અર્થ એ છે કે તમને હૃદય સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. જ્યારે હૃદય લોહીને યોગ્ય રીતે પંપ કરી શકતું નથી અથવા લોહીમાં ઓક્સિજન ઓછું થવા લાગે છે, ત્યારે જીભનો રંગ વાદળી અથવા જાંબલી થવા લાગે છે.
First published:

Tags: Tounge, Vitamin Deficiency, આરોગ્ય