કોફી શોપમાં આવી રીતે બને છે "કોલ્ડ કોફી", તમે પણ બનાવો

 • Share this:
  આજે આપણે બનાવીશું કોલ્ડ કોફી. કોલ્ડ કોફી નાના મોટા દરેકને ખુબજ ભાવતી હોય છે. તો ચાલો બહાર જેવી જ કોલ્ડ કોફી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ.

  કોફી શોપમાં આવી રીતે બને છે "કોલ્ડ કોફી"

  સામગ્રી : (4 સર્વિંગ ગ્લાસ)

  500 ml ફૂલ ફેટ દૂધ
  1 મોટી ચમચી ગરમ પાણી
  4 થી 5 બરફના ટુકડા
  2 મોટી ચમચી કોફી પાઉડર
  3 મોટી ચમચી દળેલી સાકર
  1 નાની ચમચી બોર્નવીટા પાઉડર

  રીત :

  • સો પ્રથમ દૂધને ગરમ કરો અને તેને એકદમ ઠંડુ કરી લો. ત્યારબાદ કોફીને પાણીમાં એડ કરો. આ રીતે કોફીને પાણીમાં મિક્ષ કરીને એની સુગંધ ખુબજ સરસ આવે છે. અને તે કોફીમાં તે પૂરી મિક્ષ થઇ જાય છે. તેને હલાવી નાખો. ઘણા લોકો કોફીમાં ડાયરેક્ટ કોફી પાઉડર એડ કરી નાખે છે પણ કોલ્ડ કોફીમાં આ રીતે પાણીમાં એડ કરી લેવાનું છે. લમ્સ ના રહે તે રીતે તેને મિક્ષ કરી લો.


  Image result for cold coffee recipe

  • ત્યારબાદ એક મિક્સિંગ જાર લઈ તેમાં આ તમામ સામગ્રી ઉમેરી ચર્ન કરી લો.

  • હવે તેને જે ગ્લાસમાં સર્વ કરવાનું હોય તેને સૌથી પહેલા ડેકોરેટ કરી લો. તે માટે ચોકલેટ સોસનો ઉપયોગ કરીશું. ચોકલેટ સોસને ગ્લાસની અંદર ચારે બાજુ એડ કરો. અને તેને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દો. તે એકદમ સરસ સેટ થઇ જાય ત્યારબાદ એમાં કોફી એડ કરસો તો તે ખુબજ સરસ લાગે છે.

  • કોફી એડ કર્યા બાદ તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ એડ કરો. કોલ્ડ કોફી ને સાથે વેનીલા આઈસ્ક્રીમ નું કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે. હવે આપણે મીક્ષરમાં બરફ મિક્ષ કરવાથી એક ફીણ બની જાય છે તેને પણ એડ કરવાની છે. હવે જે બોર્નવીટા ના મોટા દાણા હોય છે એને ગાર્નિશિંગ માટે તેનો ઉપયોગ કરવાનો છે. બહાર પણ ચોકલેટ કે બોર્નવીટા ના દાણા એડ કરેલા હોય છે અને તમારી પાસે જો ચોકલેટના દાણા હોય તો તેને પણ એડ કરી શકો છો.

  • હવે આપણી કોલ્ડ કોફી સાથે આઈસ્ક્રીમ સર્વિંગ માટે તૈયાર છે. આ ફ્રિજમાં બે દિવસ સારી રહે છે, પણ આને બનાવતા પહેલા દૂધને એક વાર ગરમ કરવું ખુબ જરૂરી છે, જો કાચું દૂધ લીધું હોય તો તે સારું નથી રહેતું એટલે દૂધને હમેશા ગરમ કરીને લેવાનું છે. તેનાથી કોલ્ડ કોફી બે દિવસ માટે ફ્રિજમાં સારી રહશે. અને કોફી પાઉડરને પહેલા પાણીમાં મિક્ષ કરીને ઉપયોગ કરવાનો છે. કોલ્ડ કોફી બનાવતી વખતે જે સ્ટ્રોંગ ફ્લેવર વાળી કોફી હોય તેને જ લો. લાઇટ ફ્લેવરની કોફીનો ઉપયોગ ન કરશો.

  Published by:Bansari Shah
  First published: