કોલ્ડ કોકો બનાવો ફક્ત 5 મિનિટમાં

 • Share this:
  સામગ્રી :

  1 લીટર દૂધ
  2 ટી સ્પુન કોકો પાઉડર
  1 ટી સ્પુન કોર્નફલોર
  2 ટે.સ્પુન ખાંડ
  વેનીલા આઈસક્રીમ

  રીત :

  - એક વાસણમાં 1/4 કપ દુધમાં કોકો પાવડર અને કોર્નફલોર ઓગાળો. બરાબર મિક્સ કરો જેથી ગાંગડી ના રહે.
  - એક પેનમાં બાકીનું દૂધ ઉકાળો.
  - તેમાં ખાંડ અને પાવડર ઓગળેલું દૂધ નાખીને હલાવો. મધ્યમ તાપ પર ઉભરો આવવા દો. દુધને બરાબર ઉકળવાથી કોર્નફલોરની સ્મેલ નહિ આવે.
  - નીચે ઉતારીને સતત હલાવતા રહો. ઠંડુ પડવા દો.
  - રેફ્રીજરેટરમાં 1-2 કલાક ઠંડુ કરો.
  - ઊંચા ગ્લાસમાં કોકો આઈસ્ક્રીમ અને બરફ નાખીને કોલ્ડ કોકો સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: