Home /News /lifestyle /

Coffee Tips: કોફી પીવા માટે અપનાવો આ ત્રણ સરળ ટિપ્સ, દિવસ થઈ જશે તરોતાજા

Coffee Tips: કોફી પીવા માટે અપનાવો આ ત્રણ સરળ ટિપ્સ, દિવસ થઈ જશે તરોતાજા

આળસની સ્થિતિમાં કોફી (Coffee) ને એનર્જી બૂસ્ટર કહેવાય છે. અમૂકની સવાર કોફીથી થાય છે. સ્ફૂર્તિ જાળવવા અનેક લોકો કોફી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા શરીરને એનર્જીનો ડોઝ આપવાની સામે કોફી તમારા શરીરના મહત્વપૂર્ણ પોષક તત્વોને પણ ખતમ કરી શકે છે ?

આળસની સ્થિતિમાં કોફી (Coffee) ને એનર્જી બૂસ્ટર કહેવાય છે. અમૂકની સવાર કોફીથી થાય છે. સ્ફૂર્તિ જાળવવા અનેક લોકો કોફી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા શરીરને એનર્જીનો ડોઝ આપવાની સામે કોફી તમારા શરીરના મહત્વપૂર્ણ પોષક તત્વોને પણ ખતમ કરી શકે છે ?

વધુ જુઓ ...
    Coffee Tips: ભારતમાં આમ તો ચા (Tea) ને સવાર સાંજનું મુખ્ય પીણું ગણવામાં આવે છે. પરંતુ એક મોટો વર્ગ કોફીની પણ મજા માણે છે. આળસની સ્થિતિમાં કોફી (Coffee) ને એનર્જી બૂસ્ટર કહેવાય છે. અમૂકની સવાર કોફીથી થાય છે. સ્ફૂર્તિ જાળવવા અનેક લોકો કોફી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા શરીરને એનર્જીનો ડોઝ આપવાની સામે કોફી તમારા શરીરના મહત્વપૂર્ણ પોષક તત્વોને પણ ખતમ કરી શકે છે ?

    તાજેતરમાં ન્યુટ્રિશનિસ્ટ ભક્તિ કપૂરે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં આ વાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોફી ક્યારેક વ્યક્તિને થોડો ઉશ્કેરાટ અને બેચેનીનો અનુભવ કરાવે છે. આ સાથે ભક્તિ કપૂરે કોફી પીવાની મજા માણવા કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો તે અંગે જાણકારી આપી હતી

    આ પણ વાંચો: પ્રેગ્નન્સીના પાંચમા સપ્તાહમાં મૂડ સ્વિંગની થાય છે સમસ્યા, શરીરમાં આવે છે આ ફેરફારો

    ભક્તિ કપૂરે દેવતાઓના અમૃત તરીકે પણ ઓળખાતા કોફીમાં કેફીનની હાજરી વિશે સમજાવ્યું હતું. કોફી માત્ર કેફીન પૂરતી સીમિત નથી, તેમાં કેફીન કરતાં વધુ હોય છે. ઉત્તેજક હોવા ઉપરાંત કોફી એસિડિક અને મૂત્રવર્ધક પદાર્થ પણ છે. પરિણામે કોફી તમને એનર્જીની સાથે તમારા શરીરના કેટલાક મહત્વપૂર્ણ તત્વોને નુકશાન પહોંચાડે છે.

    ભક્તિ કપૂરે કોફીની સાઈડઇફેક્ટ ઓછી કરી તેની મજા કઈ રીતે માણવી તે માટે ત્રણ સરળ ટીપ્સ આપી છે.

    ટીપ 1 : સવારે કોફી લેતા પહેલા કઈક ખાવ


    સવારે કોફી લેતા હોવ તેવા કિસ્સામાં તેમણે દિવસની શરૂઆત હંમેશા કઈક ખાઈને કરવાની સલાહ આપી છે. તેમણે સમજાવ્યું છે કે, તમારા શરીરમાં રાત્રે ઘણા કલાકો સુધી કઈ ભોજન ગયું હોતું નથી એટલેકે ઉપવાસ કર્યો હોય છે. બીજી તરફ કોફીની તાસીર એસિડિક હોય છે અને તેથી તમે તમારા શરીરમાં ખાલી પેટે કોફી ન જવી જોઈએ.

    ટીપ 2 : પોષણને પ્રાધાન્ય આપો


    કોફી પ્રકૃતિમાં એસિડિક હોવા છતાં પૌષ્ટિક ઘટક તરીકે તેનો ઉપયોગ તેની પ્રતિકૂળ આડઅસરો ઘટાડવામાં મદદ કરી શકે છે. તેઓ કોફીને વધુ પૌષ્ટિક બનાવવા કોલેજન ક્રીમર ઉમેરવાનું સૂચવે છે.

    ટીપ 3: 9.30 થી 10.30ના સમયની વચ્ચે કોફીનું સેવન કરો


    તેમણે શરીરના કુદરતી કોર્ટિસોલ સ્પાઇક પછી 9.30 થી 10.30 વચ્ચે કોફી પીવાની ભલામણ કરી છે. તેણીએ કહ્યું હતું કે, તમારા કોફી પીવાના સમયને લગભગ 9:30-10:30ની વચ્ચે રાખવાનો પ્રયાસ કરો. આ સમય તમારા શરીરમાં કુદરતી કોર્ટિસોલ સ્પાઇક પછીનો છે.

    આ પણ વાંચો: ઘરમાં ઉંદર કરે છે પરેશાન? અપનાવો આ ઘરેલુ ઉપાય, ઉંદર થશે છૂમંતર

    કોર્ટિસોલને સ્ટ્રેસ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું સ્તર આખો દિવસ અલગ-અલગ હોય છે. દૈનિક રિધમને કારણે સવારે કોર્ટિસોલ સ્પાઇક્સ વધારે હોય છે, જે શરીરનું કુદરતી આંતરિક ચક્ર છે અને દર 24 કલાકે તેનું પુનરાવર્તન કરે છે. આ ઝડપી સ્પાઇક્સ સ્નાયુઓની નબળાઇ, વજનમાં વધારો અને અન્ય આરોગ્ય સમસ્યાઓમાં પરિણમી શકે છે.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन