Home /News /lifestyle /Kidney Function: કોફીના નિયમિત સેવનથી કિડનીના રોગ મટી શકે  છે? જાણો શું કહે છે એક્સપર્ટ

Kidney Function: કોફીના નિયમિત સેવનથી કિડનીના રોગ મટી શકે  છે? જાણો શું કહે છે એક્સપર્ટ

કોફીની પ્રતિકાત્મક તસવીર

Health Issue: દિવસમાં બેથી ત્રણ કપ કોફી પીવાથી કિડનીની ઈજા (kidney injury risk) ના જોખમમાં 23 ટકા ઘટાડો થઈ શકે છે પરંતુ આ તારણને ફેસ વેલ્યુ પર ન અનુસરવુ જોઈએ.

કિડની ઈન્ટરનેશનલ રિપોર્ટ્સ (Kidney International Reports)માં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, દિવસમાં બેથી ત્રણ કપ કોફી પીવાથી કિડનીની ઈજા (kidney injury risk) ના જોખમમાં 23 ટકા ઘટાડો થઈ શકે છે પરંતુ આ તારણને ફેસ વેલ્યુ પર ન અનુસરવુ જોઈએ.

BLK મેક્સ સુપર સ્પેશિયાલિટીમાં નેફ્રોલોજી અને રેનલ ટ્રાન્સપ્લાન્ટેશનના સિનિયર ડાયરેક્ટર અને HOD ડૉ. સુનિલ પ્રકાશ કહે છે કે, આ મોટો અભ્યાસ છે અને સંશોધનકારોએ કિડની સંપૂર્ણ બંધ થઈ જાય કે ઓછી ચાલતી હોય તેવા એક્યુટ કિડની ઇન્જરીના કિસ્સામાં કોફીના સેવનની અસરોની તપાસ કરી હોવાથી તેને રસપૂર્વક જોવામાં આવી રહ્યો છે. ત્યારે તેમણે જોયું કે, એક નિશ્ચિત માત્રામાં કોફી પીવાથી એક્યુટ કિડની ઇન્જરીનું જોખમ ઓછું થાય છે. પરંતુ દરરોજ 2-3 કપ સૌથી વધુ ફાયદાકારક છે.

અસ્પષ્ટ તારણો પાછળ વ્યક્તિગત પૂર્વગ્રહ અને ડેટા સંગ્રહની પદ્ધતિની અસરને નકારી શકાય નહીં. આ ઉપરાંત, તે માત્ર સૂચક છે કારણ કે, સંશોધકોએ નોંધ્યું હતું કે, આ તેમના તારણો કોફીમાં રહેલા બાયોએક્ટિવ સંયોજનોનું પરિણામ હોઈ શકે છે. જે કિડનીમાં પરફ્યુઝન અને ઓક્સિજનના વપરાશમાં સુધારો કરે છે.

આપણે એ સમજવું જોઈએ કે, રીટ્રોસ્પેક્ટિવ ડેટા સંગ્રહમાં સમસ્યાઓ છે. કોફી જેવા લોકપ્રિય પીણા પરના સકારાત્મક તારણો પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર લાખો લોકોનું ધ્યાન ખેંચે છે. આથી આવા નિષ્કર્ષ પર પહોંચવામાં વધુ સાવધાની રાખવાની જરૂર છે. તે ચેતવણી આપતા ઉમેરે છે કે, કેફીન રેનલ ફ્લો વધારે છે, તે રેનલ પથરીના કારણમાં પણ સામેલ છે.

શું રાત્રે ગરમ દૂધ પીવું જોઈએ કે નહીં? જાણો ક્યારે દૂધ પીવું બની શકે છે નુકસાનકારક?

ડૉ. પ્રકાશે અભ્યાસનો ઉલ્લેખ કર્યો છે, જે GFR (ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ)માં ઘટાડો દર્શાવે છે. જો બે કપથી વધુ કોફી પીવામાં આવે તો તેનાથી eGFR (અંદાજિત ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ) 3 મિલી/મિનિટથી વધુના ઘટાડાનું જોખમ 1.19 ગણું વધી જાય છે.

આ સાથે જ તે જણાવે છે કે, આ વર્તમાન અભ્યાસની વિરુદ્ધ છે. ચા એ મુખ્ય પીણું છે એવા ભારત અને અન્ય સ્થળોએ ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે ચા અને કોફી વચ્ચેના ફાયદા અને ગેરફાયદાની સીધી સરખામણી કરવા માટે એક અભ્યાસ થવો જોઈએ અને તે જરૂરી છે.

નહી સાંભળ્યું હોય આ શાકભાજીનું નામ, કિંમત છે રૂ. 1000 કિલો, શાકાહારીઓનું નોન વેજ!

ડૉ. પ્રકાશ કહે છે કે, ટૂંકમાં મને લાગે છે કે, AKI ઘટાડવામાં સંયમિત કોફીનું સેવન યોગ્ય હોઈ શકે છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે અન્ય તમામ આહાર અને તબીબી પરિબળોને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે.

યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં પેડિયાટ્રિક એન્ડોક્રિનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાલી એલ ટોમરડાહલ અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના નેફ્રોલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. ચિરાગ રોહિત પરીખ અભ્યાસના લેખકો હતા.

કોફીમાં સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક કમ્પાઉન્ડ્ હોય છે, જેમાં કેફીન, ડાયટરપેન્સ અને ક્લોરોજેનિક એસિડનો સમાવેશ થાય છે. કોફીમાં અન્ય સંયોજનોનો અભ્યાસ ઓછો થયો હોવા છતાં ક્લોરોજેનિક એસિડ અને ટ્રિગોનેલિન જેવા સંયોજનો સોજા અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડવા માટે જાણીતા છે.
First published:

Tags: Coffee, Health care, Kidney, Lifestyle, સ્વાસ્થ્ય