Home /News /lifestyle /Energy Drink: નારિયળ પાણીમાં આ રસ ઉમેરી પીવાથી આવશે ગજબની સ્ફૂર્તિ, ગરમીમાં તરોતાજા રાખશે આ નેચરલ એનર્જી ડ્રીંક
Energy Drink: નારિયળ પાણીમાં આ રસ ઉમેરી પીવાથી આવશે ગજબની સ્ફૂર્તિ, ગરમીમાં તરોતાજા રાખશે આ નેચરલ એનર્જી ડ્રીંક
નારિયેળને સુપરફૂડ માનવામાં આવે છે.
નારિયેળને સુપરફૂડ માનવામાં આવે છે. નારિયળ પાણીના અનેક ફાયદા (Coconut Water Benefits) છે. તે શરીરમાં ડિહાઇડ્રેશન સામે લડે છે અને શરીરને તરત જ ઉર્જા આપે છે. ત્વચાને ટનાટન રાખે છે.
Energy Drink: ઉનાળો શરૂ થઈ ચુક્યો છે અને ગરમી પણ વધવા લાગી છે. ગુજરાતના ઘણા શહેરોમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરશે. આવી સ્થિતિમાં શરીરમાં પાણી રહે તે જરૂરી છે અને આ કામ નારિયળ પાણી (Coconut Water) કરી શકે છે. નારિયેળને સુપરફૂડ માનવામાં આવે છે. નારિયળ પાણીના અનેક ફાયદા (Coconut Water Benefits) છે. તે શરીરમાં ડિહાઇડ્રેશન સામે લડે છે અને શરીરને તરત જ ઉર્જા આપે છે. ત્વચાને ટનાટન રાખે છે.
નાળિયેર પાણી અને લીંબુનો રસ (Lemon Juice Benefits) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. લીંબુના રસમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. જેથી નાળિયેર પાણી અને લીંબુના રસના કોમ્બિનેશન (Coconut Water Lemon Juice Combination)ને પીવાથી જાદુઈ અસર થાય છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ટ્વીટ વાયરલ થયું હતું. જેના કારણે નાળિયેર પાણી અને લીંબુના રસના મિશ્રણની ચર્ચાએ જોર પકડ્યું હતું. અરુણ દેવ નામના યુઝરે ટ્વીટર પર ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં ફેરિયો નાળિયેરના પાણીમાં લીંબુનો રસ નીચોવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. યુઝરે પોતાના ટ્વીટમાં લખ્યું- 'મને આજ સુધી ખબર નહોતી કે નારિયેળ પાણી અને લીંબુનો રસ લોકપ્રિય કોમ્બિનેશન છે.
શું તમે આ કોમ્બિનેશન અંગે જાણો છો? તેના ફાયદાથી અવગત છો?
આરોગ્ય નિષ્ણાંતો શું કહે છે?
આ પોસ્ટ પર વિવિધ કમેન્ટ્સ આવી છે. કેટલાક યુઝર્સના મત મુજબ આ કોમ્બિનેશનની સૌથી વધુ માંગ મેંગ્લોરમાં રહે છે. બીજી તરફ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ કરવાની જરૂર રહે છે. આવી સ્થિતિમાં તમને કંઈક ઠંડુ ખાવાનું અથવા પીવાનું મન થાય છે. નાળિયેર પાણી અને લીંબુનો રસ પણ સારા વિકલ્પો છે. તેમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે.
આ બંને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ સપ્લાય કરે છે. તમે સામાન્ય પાણીને બદલે આ કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકો છો. ઊર્જા મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. વિવિધ ક્ષેત્રના ખેલાડીઓ માટે આ ઉત્તમ વિકલ્પ છે. સારી વાત એ છે કે, આ કોમ્બિનેશન કુદરતી એનર્જી ડ્રિંક તરીકે કામ કરે છે.
નાળિયેર પાણી અને લીંબુના રસના કોમ્બિનેશનથી કોણે દૂર રહેવું?
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નાળિયેર પાણી અને લીંબુ બંને એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર છે અને બંનેના પોતાના ફાયદા છે. નારિયેળના પાણીમાં પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ વધારે હોય છે, જે ડિહાઇડ્રેશનને દૂર કરે છે. બીજી તરફ લીંબુ વિટામિન-સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાં સાઇટ્રિક એસિડ મળે છે, જે પાચનમાં મદદ કરે છે. બંનેને મિક્સ કરવામાં આવે ત્યારે તે વધુ હેલ્ધી ડ્રિંક બની જાય છે. અલબત, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, હાઈ બ્લડ પ્રેશર, કિડની ડિસફંક્શનથી પીડાતા લોકોએ આ કોમ્બિનેશનનો ઉપયોગ ન કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર