ચ્હા સાથે ખવાતા પ્રેશર કુકર માં બનતા “ઘઉંના નારિયલ બિસ્કીટ”

 • Share this:
  ચ્હા સાથે ખવાતા પ્રેશર કુકર માં બનતા “ઘઉંના નારિયલ બિસ્કીટ”

  “ઘઉંના નારિયલ બિસ્કીટ” (પ્રેશર કુકર માં )

  સામગ્રી :

  ૧ કપ ઘઉં નો લોટ
  ૧/૨ કપ દળેલી ખાંડ
  ૧/૨ કપ બટર
  ૧/૨ કપ સુકા નારિયેળનું ખમણ
  ૧ ચમચી વેનીલા એસેન્સ
  ૧-૨ ચમચી દૂધ  રીત :

  • બટર અને દળેલી ખાંડને ફેંટો. હવે તેમાં ઘઉં નો લોટ , નારિયેળનું ખમણ અને વેનીલા એસેન્સ ભેળવો

  • હવે આ કણક ને ૧૦-૧૨ min માટે ફ્રીઝર માં રાખી દો.

  • કુકર ને ધીમી આંચ પર ગરમ મુકો. એમાં એક ઉંચો કાંઠો મુકો. આ કાંઠા ઉપર જ કેક ટીન મુકવાનું છે.

  • હવે લોટ માંથી નાના નાના લુવા લઇ બિસ્કીટ નો મન ગમતો આકાર આપો.
   ઉપર થી થોડું નારિયલ ખમણ છાંટો . અને ઘી લગાવેલા કેક ટીન માં ગોઠવી દો. કુકર નું ઢાંકણું બંધ કરી સીટી કાઢી લો.

  • હવે કુકર માં ૨૨ min સુધી બેક કરો. કિનારીનો કલર બદલાય ત્યાં સુધી બેક કરો.

  • ગરમ હશે ત્યારે આ કુકીસ એકદમ નરમ હશે. બિસ્કીટ ઠંડા થશે એટલે ક્રિસ્પી થશે.

  • ઓવન માં પણ બનાવી શકાય છે. 180 C પર 17-18 min માટે બેક કરો.

  Published by:Bansari Shah
  First published: