રસોડામાં આમ-તેમ પગમાં આવી જતાં કોક્રોચથી છૂટકારો મેળવવાની ટીપ્સ

કેરોસિન કેરોસિનની દુર્ગંધથી વંદા દૂર ભાગે છે. બાળકોથી આ છંટકાવ દૂર રાખજો. પણ જ્યાં વંદા વધુ હોય ત્યાં કેરોસિનનો છટકાવ તમે કરી શકો છો.

જાણો ઘરેલૂ ટીપ્સથી કોક્રોચથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય..

 • Share this:
  આમ તો બજારમાં કોક્રોચથી છૂટકારો મેળવવા માટે ઘણી પ્રોડક્ટો મળે છે. પરંતુ તેનાથી ઘણી વખત બાળકોને તેમજ આપણને પણ ઘણી એલર્જી થાય છે. ત્યારે જાણો ઘરેલૂ ટીપ્સથી કોક્રોચથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય..

   1- તેજપત્તા મદદથી - રસોડામાં કોક્રોચથી છૂટકારો મેળવવાના કારગર ઉપાયમાંથી એક છે તેજપત્તાનો ઉપયોગ. ઘરના દરેક ખૂણામાં તેજપત્તાને મસળીને મૂકી દો. થોડા થોડા સમયે આ પત્તાને બદલતા રહો.

   2 - લવિંગનો ઉપયોગ- રસોડાના સાંધાંમાં લવિંગ મૂકીને તમે કોક્રોચથી છૂટકારો મેળવી શકો છો. જૂની કે લાંબા સમય જૂના લવિંગનો ઉપયોગ ન કરશો. તેના સુગંધ સ્ટ્રોંગ હોવી જોઈએ. તેને પણ થોડા થોડા સમયે બદલતા રહેવું જોઈએ.

  3- બોરિક પાવડર અને ખાંડનું મિશ્રણ - બોરિક પાવડર અને ખાંડ સમાન પ્રમાણમાં લઈને તેના રસોડાના દરેક ખૂણે અને ખાસ કરીને અંધેરા વાળી અને ભેજવાળી જગ્યાએ મૂકો.

  4 - લીમડાનો ઉપયોગ - લીમડો ઘણી બાબતો માટે રામબાણ ઈલાજ છે. કોક્રોચથી છૂટકારો મેળવવા તમે લામડાના તેલ કે પાવડરનો ઉપયોગ કરી શકો છો. રસોડામાં અંધારુ કે ભેજવાળી જગ્યાએ તમે લામડાના તેલ કે પાવડરનો છાંટી શકો છો. સવારે તમે તેની અસર પોતાની નજરે જોઈ શકશો. થોડા થોડા સમયે તેને બદલતા રહો.
  Published by:Bansari Shah
  First published: