દાંતનાં દુખાવાથી માંડી શરદી-ખાંસીની સમસ્યા માટે અક્સીર છે લવિંગ

લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે.

લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે.

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં રસોડમાં જ એવી ઘણી વસ્તુઓ છે જે આપણી મોટાભાગની બીમારીઓનો રામબાણ ઇલાજ છે. જી હાં સામાન્ય લાગતા આ મસાલા આપણી ઘણી બીમારીઓને જડમૂળમાંથી હટાવવાની તાકાત
  ધરાવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ રસોડામાં સહેલાઇથી મળી જતી લવિંગ વિશે

  -જો પેટની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તે લવિંગનાં સેવનથી દૂર થાય છે.
  પાચ ક્રિયા, ગેસની તકલીફ જેવી સમસ્યાને દૂર કરે છે લવિંગ
  -જો ગેસની સમસ્યા હોય તો એક કપ ઉકળતા પાણીમાં 2 લવિંગ ઉમેરો પાણી ઠંડુ થાય એટલે પી લો. આ પ્રક્રિયાથી આપને અવશ્ય ફાયદો થશે
  -દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનથી દાંતનો દુખાવો દૂર થઈ જશે.
  -જો શરદી-ખાંસી કે તાવ આવતો હોય તો 1 ગ્લાસ હુફાળાં પાણીમાં લવિંગનો પાવડર મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.
  -ખુબ ખાંસી આવતી હોય તો મોં માં લવિંગ રાખવાથી ખાંસી આવતી બંધ થઇ જશે.
  -જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ રાખવાથી ફાયદો થશે
  -ગળાનો સોજો અને ગરદન પર દુખાવો થતા લવિંગના તેલનો ઉપયોગ કરો. તેનાથી આરામ મળશે.
  -લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે.
  Published by:Margi Pandya
  First published: