Home /News /lifestyle /પ્લાસ્ટિકના વાસણો પર હળદળના ડાઘ દેખાય છે ખરાબ, આ રીતે કરો સાફ

પ્લાસ્ટિકના વાસણો પર હળદળના ડાઘ દેખાય છે ખરાબ, આ રીતે કરો સાફ

હળદળના ડાઘ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

Cleaning Tips: એક તરફ હળદર તમારી ત્વચાની સુંદરતા વધારે છે તો બીજી તરફ તે વાસણોને પણ ખરાબ કરી નાખે છે. હા, ક્યારેક હળદરના ડાઘ વાસણો પર પોતાની છાપ છોડી દે છે. ખાસ કરીને પ્લાસ્ટિકના વાસણોમાંથી હળદરના ડાઘ દૂર કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. હળદરના ડાઘ દૂર કરવા માટે આ સરળ રીતો અજમાવો.

વધુ જુઓ ...
    ડિનર સેટ અથવા પ્લાસ્ટિકના વાસણોની યોગ્ય રીતે દેખરેખ ન કરવાથી એના પર જલ્દી ડાઘ લાગી જાય છે. હળદળના દાગ કોઈ પણ વાસણને ખરાબ બનાવી શકે છે. ખાસ કરીને જુના પ્લાસ્ટિકના વાસણ પર પડેલા ડાઘ સરળતાથી જતા નથી. હળદળના જિદ્દી ડાઘથી છુટકારો મેળવવા માટે ઘરેલુ વસ્તુનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

    ગરમ પાણીનો ઉપયોગ કરો

    હળદરના ડાઘ કોઈપણ રંગના વાસણો પર ડાઘા છોડી શકે છે. ખાસ કરીને સફેદ વાસણોમાં આ ડાઘ ખૂબ જ ખરાબ લાગે છે. હળદરના ડાઘ દૂર કરવા માટે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરી શકાય છે. વાસણને થોડા સમય માટે ગરમ પાણીમાં ડુબાડી રાખો અને પછી તેને સ્ક્રબરથી સાફ કરો. તેનાથી ડાઘ સરળતાથી દૂર થઈ જશે.

    લીંબુથી સાફ કરો

    વાસણો પરના ડાઘ લીંબુથી દૂર કરી શકાય છે. લીંબુમાં શક્તિશાળી સફાઈ ઘટકો હોય છે, તેથી તે ડાઘ દૂર કરવામાં મદદ કરી શકે છે. વાસણ ધોવાના સાબુમાં બેકિંગ પાવડર અને લીંબુનો રસ મિક્સ કરીને ડાઘવાળા પ્લાસ્ટિકના વાસણો સાફ કરો. તેનાથી ડાઘ ઘણા હદ સુધી દૂર થઈ જશે.

    આ પણ વાંચો: Cheese: પીઝાથી લઇ પરાઠા સુધી, વધ્યો ચીઝનો ટ્રેન્ડ! જાણી લો તેનાથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે પણ

    વિનેગર ફાયદાકારક બની શકે છે

    કોઈપણ પ્રકારના ડાઘને દૂર કરવામાં વિનેગર ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિનેગરમાં મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને થોડા સમય માટે વાસણ પર રહેવા દો, પછી સ્પોન્જની મદદથી વાસણને હળવા હાથે ઘસો. આવું એક-બે વાર કરવાથી ડાઘથી છુટકારો મેળવી શકાય છે.

    જ્યારે પણ પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરો ત્યારે વપરાયેલા વાસણોને લાંબા સમય સુધી સૂકા ન રહેવા દો. લાંબા સમય સુધી સુકાઈ જવાને કારણે વાસણ પર હળદરના ડાઘ ઊંડા થઈ જાય છે જે સરળતાથી દૂર થતા નથી. બને ત્યાં સુધી પ્લાસ્ટિકના વાસણોને તરત જ ધોઈ લો જેથી તેના પર ડાઘ ન પડે.

    આ પણ વાંચો: બે ટીપાં દેસી ઘીનો આ રીતે ઉપયોગ કરો, શિયાળામાં સ્કિન ડ્રાય નહીં થાય અને કોમળ રહેશે



    પ્લાસ્ટિકના વાસણો પર હળદરના ડાઘ દૂર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. news18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
    Published by:Damini Patel
    First published:

    Tags: Cleaning, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन