Home /News /lifestyle /ઘરમાં પડેલી વસ્તુઓથી મિનિટોમાં સાફ થઇ જશે ગેસના બર્નર: સ્લો ફ્લેમ હાઇ થઇ જશે

ઘરમાં પડેલી વસ્તુઓથી મિનિટોમાં સાફ થઇ જશે ગેસના બર્નર: સ્લો ફ્લેમ હાઇ થઇ જશે

બેકિંગ સોડા ફાયદાકારક છે.

Gas Burner cleaning tips: ગેસ સ્ટોવ જેમ-જેમ જૂનો થાય એમ એની ફ્લેમ ધીમી થઇ જાય છે અને સાથે-સાથે બર્નર પણ ખરાબ થઇ જાય છે. એવામાં સફાઇની સખત જરૂરિયાત હોય છે. એક સરળ રીત છે જેની મદદથી તમે સરળતાથી ગેર બર્નરની સફાઇ કરી શકો છો.

How to clean Gas Burner: દરેક ઘરમાં સૌથી મહત્વનો ભાગ રસોઇનો હોય છે. રસોઇમાં દરેક વસ્તુઓ એવી હોય છે જેની સફાઇ સમયે કરવી પડે છે. એમાંથી એક વસ્તુ છે ગેસ સ્ટોવ. આ દિવસોમાં ઇલેક્ટ્રિક સ્ટોવ, માઇક્રોવેવ ઓવન અને એર ફ્રાયર જેવી અનેક વસ્તુઓ આવે છે. આમ વાત કરવામાં આવે તો ગેસ સ્ટોવને તમે સમયે સાફ કરતા નથી તો જમવાનું જલદી બનતુ નથી અને સાથે કાળા થઇ જાય છે. રસોડામાં ગેસનો ઉપયોગ વધારે થાય છે જેના કારણે ખરાબ થઇ જાય છે. એવામાં તમે આ ટિપ્સથી મિનિટોમાં ગેસની ફ્લેમ ફાસ્ટ કરી શકો છો. તો જાણો આ વિશે..

આ પણ વાંચો:એક દિવસમાં ખીલમાંથી છૂટકારો મેેળવવાની ટિપ્સ

આમ, તમને પૂછવામાં આવે કે કે છેલ્લે તમે ક્યારે ગેસના બર્નર સાફ કર્યા હતા તો આ વિશે અનેક લોકોને શું જવાબ આપવો એવું મનમાં થતુ હોય છે. આમ તમે સરળતાથી આ રીતે ગેસનો સ્ટોવ સાફ કરી શકો છો. તો ફોલો કરો આ સ્ટેપ્સ..

  • કોઇ પણ બર્નરને સાફ કરવા માટે સૌથી પહેલાં ચેક કરી લો કે ગેસનું બર્નર ઠંડુ છે. તમે કોઇ રસોઇ કરી છે બર્નર ગરમ છે તો તમે થોડી વાર રહીને કરો, જેથી કરીને દાઝી ના જવાય.

  • ગેસનું બર્નર સાફ કરવા માટે સૌથી પહેલાં એક ઊંડુ વાસણ લો અને એમાં વિનેગર અને પાણી મિક્સ કરો.


આ પણ વાંચો:જાણો કાચુ દૂધ પીવું જોઇએ કે ગરમ?



    • હવે આમાં બર્નર નાંખો.

    • લગભગ 30 મિનિટ સુધી પાણીમાં રહેવા દો.

    • પછી બહાર કાઢો અને પાણીથી ધોઇ લો.

    • હવે પાણી અને બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 15 થી 30 મિનિટ સુધી આમાં જ રહેવા દો.

    • વધેલી કાળાશને સાફ કરવા માટે સ્ક્રબ બ્રશ તેમજ ટૂથબ્રશનો ઉપયોગ કરો.






  • પછી ફરીથી ધોઇ લો અને કોરા કપડાથી લૂંછી લો.

  • હવે સ્ટોવ પર લગાવો. તમે જાતે જ જાણી શકશો કે પહેલાં કરતા ફ્લેમ ફાસ્ટ થઇ ગઇ છે અને બર્નર એકદમ ચોખ્ખા થઇ ગયા છે. આ ટિપ્સથી તમે સાફ કરો છો તો ગેસની બોટલ 15 દિવસ વધારે ચાલશે.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટ સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો