કોરોના મહામારીની બીજી લહેરમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું ફરજીયાત કરાયું છે. સાથે જ સરકારે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહી છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યોમાં લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે. જોકે, જરૂરી વસ્તુઓ ખરીદવા માટે લોકોને ઘરની બહાર નીકળવા દેવામાં આવે છે. ત્યારે હવે સવાલ એ છે કે શું ફળ, શાકભાજી જેવી વસ્તુઓ સાથે કોરોના વાયરસ તમારા ઘરમાં ઘુસી શકે કે કેમ?
દેશની પરિસ્થિતિને જોતા કહી શકાય કે દૈનિક જરૂરિયાતની ચીજોને જોતા કોરોના વાયરસનું જોખમ તો છે જ. સાથે જ આવી વસ્તુઓના વિક્રેતા પણ કોરોના સંક્રમિત હોઈ શકે છે. જેને લઈને આવી વસ્તુઓને ઘરમાં લાવ્યા બાદ તેની સાફસફાઈ થવી ખૂબજરૂરી છે. અહીં અમે તમને એવી કેટલીક ટિપ્સ આપીશું જેનાથી તમે જાણી શકશો કે ફળ અને શાકભાજીને તમે કેવી રીતે સાફ રાખી શકો છો.
કોરોનાકાળમાં ફળ અને શાકભાજીને આ રીતે કરો સાફ
- મોટા વાસણમાં પાણી ભરીને ફળ અથવા શાકભાજીને એક બાદ એક ધુઓ. ઉપરાંત તમે ચાલુ નળ નીચે રાખીને એક બાદ એક ધોઈ શકો છો.
- વાસણમાં પાણી લો અને તેમાં એક ચમચી મીઠું અને થોડો ખાવાનો સોડા મિક્સ કરો. હવે તેમાં ફળો અને શાકભાજી નાંખો અને તેને સારી રીતે ધુઓ.
- જે ફળોની છાલ કાઢીને ઉપયોગમાં લેવાના છે, તેને પણ પાણીમાં સારી રીતે ધોઈ લો.
- બહારથી લાવેલા પેકેટવાળા દૂધનો ઉપયોગ કરતા પહેલા પેકેટને પાણીથી ધોઈ લો.
- દૂધના પાઉચને તમારા મોઢા અથવા દાંતથી ન ફાડશો.
- માંસ અને માછલીને સારી રીતે ધોઈને તેને વધારે તાપ પર રાંધો અને ત્યાર બાદ તેને ખાઓ.
- કાચા ખાદ્ય પદાર્થોને ફ્રિજમાં અલગ રાખો અને રાંધેલા ખોરાકને અલગ રાખો.
- છાલ સહિતની વસ્તુઓનું સેવન ઓછું કરવાનો પ્રયાસ કરો અથવા તેને સારી રીતે રાંધીને ખાઓ.
- ફળો અને શાકભાજી ધોવા માટે ક્યારેય કોઈ કેમિકલ જેમ કે ક્લોરિન, આલ્કોહોલ, જંતુનાશક પદાર્થનો ઉપયોગ ન કરવો. ઉપરાંત ફળો અને શાકભાજીને સાફ કરવા માટે સાબુ અથવા ડીટરજન્ટ પાણીનો ઉપયોગ ન કરો, કારણ કે તે માટે જોખમી સાબિત થઈ શકે છે અને બીમાર બનાવી શકે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચના અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતી નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર