Home /News /lifestyle /Study: ઓછી ઊંઘના કારણે છાત્રોના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર
Study: ઓછી ઊંઘના કારણે છાત્રોના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર
ઉંધ ન મળવાથી વિદ્યાર્થીઓને મેન્ટલ તકલીફ થઈ શકે છે. (ફાઈલ તસવીર)
ઊંઘ (Sleep) લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ ન થવાથી અનેક તકલીફો ઊભી થઈ શકે છે. એકેડેમીક જર્નલ ‘એન્નલ્સ ઓફ હ્યુમન બાયોલોજી’ માં એક સ્ટડી (Study) પ્રકાશિત કરવામાં આવી છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, 65.5% વિદ્યાર્થીઓ (Students) અનિંદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ઊંઘ (Sleep) લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ ન થવાથી અનેક તકલીફો ઊભી થઈ શકે છે. એકેડેમીક જર્નલ ‘એન્નલ્સ ઓફ હ્યુમન બાયોલોજી’ માં એક સ્ટડી (Study) પ્રકાશિત કરવામાં આવી છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, 65.5% વિદ્યાર્થીઓ (Students) અનિંદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ રહી છે.
સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓ પર તેની વધુ અસર થઈ રહી છે. આ સ્ટડીને "આંશિક ઊંઘ અને કોલેજના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું જોડાણ" શીર્ષક આપવામાં આવ્યું છે. બ્રાઝીલની માટો ગ્રોસો યુનિવર્સિટીના ડૉ.પૌલો રોડ્રિગ્યુસે આ પેપરમાં લખ્યું છે.
આ સ્ટડીમાં 1,113 પુરુષો અને મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે, જે વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનના લક્ષણો જોવા મળ્યા તે, વિદ્યાર્થીઓ ચાર ગણી યોગ્ય ઊંઘ લઈ શકતા નહોતા. 1,113 વિદ્યાર્થીઓમાંથી 500 વિદ્યાર્થીઓ વધુ પડતી ઊંઘની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓમાં EDS અને ઊંઘના અભાવ વચ્ચેના અંતર વિશે જાણકારી મેળવવામાં આવી છે. જેના પરથી જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનિઓમાં તેની વધુ અસર જોવા મળી રહી છે.
લેખકે ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોર્સની ડિમાન્ડના કારણે વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થાય છે. આ કારણોસર ઊંઘ સંબંધિત સમસ્યામાં વધારો થાય છે.
ઊંઘની સમસ્યાને કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. જેના કારણે શિક્ષણ પર અસર થાય છે. સ્ટડીમાં યુનિવર્સિટીઓ અને કોલેજોને યોગ્ય ઊંઘ લેવાની આદત પાડવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓને માનસિક અને એકેડેમિક રૂપે પણ મદદરૂપ સાબિત થશે.
લેખકે વધુ ચેતવણી આપતા જણાવ્યું કે, ઊંઘના અભાવને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર થાય છે. જેના કારણે વિદ્યાર્થીઓ અધવચ્ચેથી ભણવાનું મુકી દે છે.
આ વિષય સંબંધિત પહેલી વાર આ સ્ટડી કરવામાં આવી નથી. બહુ જ ઓછી એવી સ્ટડી છે જેમાં વિદ્યાર્થીઓની ખરાબ ઊંઘના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ હોય. વર્ષ 2016 અને 2017ના ડેટાની મદદથી આ સ્ટડી કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર