Home /News /lifestyle /Street Food: અહીંયા જમ્બો સાઇઝના સમોસા મળે છે માત્ર 15 રૂપિયામાં, ખાવા માટે લોકોની લાગે છે લાંબી લાઇન, જાણો આ ફેમસ જગ્યા વિશે
Street Food: અહીંયા જમ્બો સાઇઝના સમોસા મળે છે માત્ર 15 રૂપિયામાં, ખાવા માટે લોકોની લાગે છે લાંબી લાઇન, જાણો આ ફેમસ જગ્યા વિશે
પ્રતિકાત્મક તસવીર.
Churu News: સામાન્ય રીતેએક સમોસો 90 ગ્રામની આસપાસની હોય છે જે મોટાભાગે 10 રૂપિયાનો મળે છે. પરંતુ આ સમોસાની સૌથી મોટી ખાસિયત એ છે કે એ આ જમ્બો સાઇઝનો છે અને એની કિંમત માત્ર 15 રૂપિયા છે. તો જાણો આ વિશે વધુમાં..
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સમોસા, ચાટ જેવી વાનગીઓ અનેક લોકોને ભાવતી હોય છે. એમાં પણ ખાસ કરીને કોઇ સમોસા ખાવા આપી દે તો એ મજા કંઇક અલગ જ હોય છે. પરંતુ દરેક વસ્તુઓ દરેક જગ્યાની ફેમસ હોતી નથી. આમ, જો વાત કરવામાં આવે તો સમોસા અનેક દુકાનોમાં પણ મળતા હોય છે, પરંતુ ટેસ્ટ બધાનો અલગ હોય છે. આમ, આજે અમે તમને એક જમ્બો સમોસાની વાત કરીશું. આ સમોસા ખાવા માટે લોકોની પડાપડી થાય છે. આમ, અમે વાત કરી રહ્યા છીએ આજે ચુરુ શહેરની એક મીઠાઇ દુકાનની. અહીંના સમોસા ખાવા માટે લોકોની લાઇન લાગે છે. કોર્ટ રોડ પર આવેલી કાન્હા સ્વીટ્સના સમોસા તમે ખાધા નથી તો એક વાર ચોક્કસ ટ્રાય કરો.
અહીંયા જમ્બો સાઇઝના સમોસા મળે છે. એક સમોસાનું વજન એટલું હોય છે કે એને જમ્બો સમોસા કહેવામાં આવે છે. આ સમોસામાં માત્ર બટાકાનો જ નહીં, પરંતુ કાજુ તેમજ પનીરનો સ્વાદ પણ મળે છે.
આ દુકાનના સંચાલક પરમેશ્વરલાલ સૈની જણાવે છે કે, એ છેલ્લા 9 વર્ષથી સમોસા નો લોસ નો પ્રોફિટમાં વેચી રહ્યા છે. સામાન્ય રીતે બજારમાં મળતા સમોસા 90 થી 100 ગ્રામ વજનના હોય છે, પરંતુ કાન્હા સ્વીટ્સમાં આ સમોસાની સૌથી મોટી ખાસિયત એ છે કે એનું વજન 200 ગ્રામનો છે. ત્યાંના રામસિંહ આ વિશે જણાવે છે કે મોટા સમોસાના મસાલામાં કાજુની સાથે પનીર પણ નાખવામાં આવે છે.
રોજ 15,000ના સમોસા વેંચાય છે
જમ્બો સાઇઝના સમોસા બનાવતા અજય આ વિશે જણાવે છે કે સમોસા તેલની કડાઇમાં જ્યારે નાંખીએ ત્યારે લગભગ ધીમા ગેસે તળાતા 30 મિનિટ સુધીનો સમય લાગે છે જેથી કરીને મસાલા અને સમોસા સારી રીતે તળાઇ જાય. એમને જણાવ્યું કે સાઇઝ મોટી હોવા છતાં આ સમોસાનો ભાવ વઘારે નથી અને માત્ર 15 રૂપિયા છે. આ સમોસાની લોકપ્રિયતા એટલી છે કે રોજના લગભગ એક હજાર કરતા પણ વઘારે સમોસા વેંચાય છે. આ સમોસાનું નામ સાંભળતા જ તમને ખાવાનું મન થઇ ગયુ ને?
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર