Cholesterol in Eggs: શું ઈંડા ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે? જાણો શું કહે છે અભ્યાસના તારણો
Cholesterol in Eggs: શું ઈંડા ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે? જાણો શું કહે છે અભ્યાસના તારણો
શું ઈંડા ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે? જાણો શું કહે છે અભ્યાસના તારણો
ઘણા લોકો લોકો એવું માંને છે કે, ઇંડાની જરદીમાં મોટા પ્રમાણમાં કોલેસ્ટરોલ (Cholesterol in Eggs) હોય છે અને તેમાં પણ એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે. જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધારે છે. ચાલો જાણીએ કે હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગના અભ્યાસના તારણો શું કહે છે.
ઇંડા (Eggs) ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય (Health)ને લગતા ઘણા ફાયદા થાય છે. જેથી ઘણા લોકો માટે ઇંડા એ મુખ્ય નાસ્તો (Eggs in breakfast) છે, પરંતુ ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ઇંડા હૃદય માટે તંદુરસ્ત છે કે નહીં? આમ તો ઇંડામાં 78 કેલરી હોય છે અને તે પ્રોટીન અને વિટામિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. જોકે, ઘણા લોકો લોકો એવું માંને છે કે, ઇંડાની જરદીમાં બહોળા પ્રમાણમાં કોલેસ્ટરોલ (Cholesterol in Eggs) હોય છે અને તેમાં પણ એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે. જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધારે છે. અલબત્ત હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગમાં ડિસેમ્બર 2021ના રિપોર્ટ મુજબ આ માન્યતાનો છેદ ઊડી જાય છે. અહેવાલમાં બહાર આવ્યું છે કે, ઇંડાનું સેવન કરવાથી વ્યક્તિના કોલેસ્ટ્રોલના લેવલને અસર થતી નથી. ઈંડા અને કોલેસ્ટ્રોલ બાબતે અત્યાર સુધીમાં ઘણા સાંસોધન થયા છે.
આપણા શરીરમાં મોટા ભાગનું કોલેસ્ટ્રોલ આપણાં ખોરાકમાંથી આવતું નથી, તે લિવર દ્વારા બને છે. રિપોર્ટ અનુસાર, લીવર મુખ્યત્વે આપણા આહારમાં સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ દ્વારા કોલેસ્ટ્રોલ બનાવે છે.
તેથી જ્યારે હૃદયની તંદુરસ્તી પર તેની અસરની વાત આવે છે ત્યારે ઇંડામાં કોલેસ્ટરોલનું લેવલ કોઈ ભૂમિકા ભજવતું નથી અને જ્યાં સુધી સેચરેટેડ ફેટનો પ્રશ્ન છે, ત્યાં સુધી મોટા ઇંડામાં લગભગ 1.5 ગ્રામ જેટલી સેચરેટેડ ફેટ હોય છે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હાર્વર્ડ મેડિકલ સ્કૂલ સહિતની સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા સંખ્યાબંધ અભ્યાસોમાં એક દિવસમાં એક ઇંડામાં આવતું કોલેસ્ટ્રોલ મોટાભાગના લોકો માટે સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ અભ્યાસો દરરોજ એક ઇંડુ ખાતા લોકો માટેના હતા. જેમાં જાણવા મળ્યું કે, આવા લોકોમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા અન્ય કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું ઊંચું પ્રમાણ જોવા મળતું નથી.
અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) એ 2020માં ડાયેટરી કોલેસ્ટ્રોલ વિશે એડવાઇઝરી પ્રકાશિત કરી હતી. જેમાં જણાવાયું હતું કે, AHAએ કરેલા અધ્યયનમાં ઇંડાનું સેવન કાર્ડિયોવેસ્ક્યુલર રોગના જોખમ સાથે સંકળાયેલું ન હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, એસોસિએશને લોકોને તેમના આહારમાં ડાયેટરી કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટના સેવનથી બને તેટલું દૂર રહેવા ભલામણ કરી હતી.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર