"છોગાળા તારા" ગીત પર Youtubeમાં પોપ્યુલર થઇ રહ્યા છે આ વીડિયો

News18 Gujarati
Updated: October 4, 2018, 2:36 PM IST
youtube chogada video

  • Share this:
લવરાત્રી ફિલ્મનું ગીત છોગાળા તારા હાલ ધૂમ મચાવી રહ્યું છે. અને તેની પોપ્યુલારીટી દેખતા ચોક્કસ કહી શકાય કે નવરાત્રીમાં પણ આ ગીત ખૈલયાઓને મોજ કરાવશે. એટલું જ નહીં યૂટ્યૂબમાં પણ અનેક જાણીતા ડાન્સિંગ ગ્રુપ અને લોકો આ ગીત પર પોતાના ડાન્સ સ્ટેપના વીડિયો મૂકી રહ્યા છે. અને તે પણ એટલા જ લોકપ્રિય થઇ રહ્યા છે. લોકોને આ ગીતના ડાન્સ સ્ટેપ શીખવામાં પણ ભારે રસ પડી રહ્યો છે. ત્યારે યૂટ્યૂબ પર તેવા કયા વીડિયો છે જે છોગાળા તારા ડાન્સ શીખવે છે અને પોપ્યુલર થઇ રહ્યા છે તે તમે પણ જાણો. આ તમામ પોપ્યુલર વીડિયોની લિંક અમે એક સાથે અહીં અટેચ કરી છે.


ધનશ્રી વર્માયૂટ્યૂબ હોય કે બીજા સોશિયલ મીડિયમ આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. વળી આ વીડિયોને 9.7 વ્યૂઅર અત્યાર સુધીમાં મળ્યા છે. ધનશ્રી વર્માએ પોસ્ટ કરેલા આ વીડિયો અલગ અલગ કૂલ ડાન્સ સ્ટેપને બતાવે છે. જે જોવાની પણ તમને પણ મજા આવશે.

 

રીતુ ડાન્સ


રીતુ ડાન્સ સ્ટૂડિયા દ્વારા છોગાળા તારાનો આ ડાન્સ વીડિયો ઇસ્ટ્રાંગ્રામ પણ ખૂબ પોપ્યુલર થઇ રહ્યો છે. વધુમાં યૂટ્યૂબ પર પણ તેને 3.5 મિલિયન વ્યૂઅર અત્યાર સુધીમાં જોઇ ચૂક્યા છે. આ વીડિયોમાં ઓરિજન સ્ટેપ કરતા કંઇક અલગ અંદાજમાં ડાન્સ રજૂ કરવામાં આવ્યો છે.

 


અક્ષય ભોશાલ


છોગાળા તારા પર અક્ષય ભોશાલનો આ વીડિયો અત્યાર સુધીમાં 2.4 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે. અક્ષયે પણ તેના આ વીડિયોમાં ફિલ્મના સ્ટેપ કરતા કંઇક હટકે સ્ટેપ કરી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

 


ડાન્સ વીથ સોનાલી


લીવ ટૂ ડાન્સ વીથ સોનાલી નામે યૂટ્યૂબમાં પોસ્ટ થયેલા આ વીડિયોને હજી સુધી 1.9 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે. 1 મહિના પહેલા જ લોન્ચ થયેલા આ વીડિયોને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં પણ ઉપરોક્ત તમામ વીડિયો સારા પ્રમાણમાં શેર પણ થઇ રહ્યા છે.
First published: October 4, 2018
વધુ વાંચો
अगली ख़बर