ઘરે જ 10 મિનિટમાં બનતું હોય ટેસ્ટી ચોકલેટ પુડિંગ, તો બહાર 500/- કેમ ખર્ચવા!

 • Share this:
  ચોકલેટ પુડિંગ બનાવવાની સામગ્રી :

  1 કપ ખાંડ
  1 કપ દૂધ
  8 સ્લાઈસ બ્રેડ
  1 ચમચી કોકો પાવડર
  1 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક
  ચપટી કોફી પાવડર
  કાજુ, બદામ, અખરોટની કતરણ
  ઘી
  વેનીલા આઈસ્ક્રીમ
  ચોકલેટ ચિપ્સ
  ચોકલેટ વર્મેસીલી

  ચોકલેટ પુડિંગ બનાવવાની રીત :

  સૌપ્રથમ એક પેનમાં દૂધ, ખાંડ, કોકો પાવડર અને કોફી પાવડર મિક્સ કરી ગરમ કરો. તેમાં ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરો. પછી બ્રેડની સ્લાઈસ કિનારી કાપી તેનો ભૂકો કરી આ મિશ્રણમાં ઉમેરો. પછી તેમાં કાજુ, બદામ અને અખરોટનો ભૂકો નાંખી હલાવી લો. બધું મિશ્રણ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
  ત્યારબાદ એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ લઇ તેને ઘી થી ગ્રીસ કરી તેમાં તૈયાર થયેલું મિશ્રણ નાંખો. તેની પર કન્ડેન્સ્ડ મિલ્ક રેડો. તેને ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરી દોઢ મિનિટ માઇક્રોવેવમાં કુક કરી અને ગરમ-ગરમ સર્વ કરો.
  સર્વ કરવા માટે એક સર્વિંગ ડિશમાં એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ, અને એક સર્વિંગ હૉટ પુડિંગ મૂકો. આઈસ્ક્રીમની ઉપર ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ વર્મેસીલી વડે તથા પુડિંગ પર કન્ડેન્સ્ડ મિલ્ક વડે ગાર્નિશિંગ કરો.

  બેડરૂમમાં જાતીય ક્ષણો માણતી વખતે ના ભૂલશો આ પ્રવૃત્તિ
  Published by:Bansari Shah
  First published: