Home /News /lifestyle /..તો આ માટે Valentine Week માં લોકો પ્રેમીને આપે છે ચોકલેટ! જાણો શું છે હોર્મોનલ કનેક્શન
..તો આ માટે Valentine Week માં લોકો પ્રેમીને આપે છે ચોકલેટ! જાણો શું છે હોર્મોનલ કનેક્શન
ચોકલેટ મુડ ફ્રેશ રાખે છે.
Chocolate day: 9 ફેબ્રુઆરીના રોજ ચોકલેટ ડે મનાવવામાં આવે છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો અનેક પ્રકારની તૈયારીઓ કરતા હોય છે. ચોકલેટ ડે એક એવો દિવસ છે જે સંબંધોમાં મીઠાસ લાવવાનું કામ કરે છે અને સાથે મુડ ફ્રેશ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: 9 ફેબ્રુઆરીના રોજ ચોકલેટ ડે મનાવવામાં આવે છે. વેલેન્ટાઇન વીકનો આ ત્રીજો દિવસ હોય છે. આમ, તમે પણ ઉત્સાહભેર વેલેન્ટાઇન વીકની ઉજવણી કરો છો તો ચોકલેટ ડે તમારી માટે ખાસ બની રહે છે. ચોકલેટ ડેને ખાસ અને યાદગાર બનાવવા માટે લોકો અનેક તૈયારીઓમાં લાગી ગયા છે. પરંતુ શું તમે જાણો છો ચોકલેટના હોર્મોનલ કનેક્શન વિશે? ચોકલેટને પ્રેમ સાથે ખાસ કનેક્શન છે. આ કનેક્શન માત્ર ખાવા માટે જ નહીં, પરંતુ મન, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તમને જાણીને નવાઇ લાગશે કે ચોકલેટ ખાવાથી તમારો મુડ પણ સારો થઇ જાય છે. આ સાથે જ દુખ દૂર થાય છે.
ચોકલેટ કામોત્તેજક ફૂડ છે. આ ઇચ્છાઓને વધારે છે અને સાથે પ્રેમીને રોમાન્સ માટે ઉત્તેજીત કરે છે. પહેલાનાં સમયમાં યુરોપીય રાજઘરોમાં પ્રેમીઓના પ્રેમને ઉત્તેજીત કરવા માટે ચોકલેટ આપવાની પરંપરા હતા. હાલમાં જ થયેલા એક અભ્યાસ અનુસાર ચોકલેટ ખાનારી મહિલાઓ કરતા જે મહિલાઓએ ચોકલેટ ખાધી ન હતી એમનામાં રોમાન્સની ઇચ્છા વઘારે હોય છે. આમ, વાત કરવામાં આવે તો જે મહિલાઓએ ચોકલેટ ખાધી ન હતી એમનામાં રોમાન્સની તુલના ઘણી ઓછી હતી.
આમ, સાયન્સની વાત કરવામાં આવે તો ચોકલેટ મસ્તિષ્કને રાહત અપાવાતું રસાયણ છોડે છે અને ઉર્જા તેમજ ઇચ્છાના સ્તરને વધારે છે. ચોકલેટ મુડને સારું કરવાનું કામ કરે છે. આ સાથે જ ઇચ્છાને વધારે છે. ચોકલેટ ખાવાથી હેપ્પી હોર્મોન વધે છે જેના કારણે મુડ સારો થાય છે. આમ, જ્યારે તમારો મુડ ખરાબ હોય ત્યારે તમે ચોકલેટ ખાઓ છો તો મુડ સારો થાય છે અને સાથે તમે રિલેક્સ ફિલ કરો છો.
ચોકલેટમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન હોર્મોન હોય છે જે સ્ટ્રેસને ઓછુ કરવામાં અને ખુશ રાખવામાં મદદ કરે છે. એન્ડોર્ફિન દર્દ નિવારક હોર્મોન છે જે શરીરમાં હેપ્પી હોર્મોનનું વધારવાનું કામ કરે છે. આ સાથે જ પોલીફેનોલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે મુડને બુસ્ટ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ઘણાં લોકો ડાર્ક ચોકલેટ દરરોજ ખાતા હોય છે. ડાર્ક ચોકલેટ ખાવાથી હેલ્થ અને સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. આમ, જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો તમારે ડેઇલી ડાર્ક ચોકલેટ ખાવી જોઇએ. ડાર્ક ચોકલેટ તમને ડિપ્રેશનની સમસ્યામાંથી પણ બહાર લાવવાનું કામ કરે છે. તો તમે પણ ખાસ અંદાજમાં ચોકલેટ ડે મનાવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર