Chocolate Day 2021: આજે છે ચોકલેટ ડે, જાણો ડાર્ક ચોકલેટ ખાવાના ગજબના ફાયદા

Chocolate Day 2021: આજે છે ચોકલેટ ડે, જાણો ડાર્ક ચોકલેટ ખાવાના ગજબના ફાયદા

ફેબ્રુઆરી માસની શરૂઆત થતા જ પ્રેમની મોસમ ખીલી ઉઠે છે. 7મી તારીખથી શરૂ થતું વેલેન્ટાઈન સપ્તાહ અને તેનો ત્રીજો દિવસ એટલે ચોકલેટ ડે

  • Share this:
    Chocolate Day 2021: આપણા દેશમાં આમ પણ સારા કામની શરૂઆત પહેલા મીઠાઈ ખાવાથી શુભ ગણાય છે. તો પછી આ વેલેન્ટાઇન દિવસોમાં કેમ નહીં? એટલા માટે જ તો વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે આવતા ચોકલેટ ડે (Chocolate Day)ના દિવસે પોતાના સાથીને ચોકલેટ ગિફ્ટ કરી શકો છો.

    આ દિવસ માટે અલગ-અલગ અને સુંદર પેકિંગમાં ચોકલેટ આવે છે. તમારા પાર્ટનરને ચોકલેટ ગિફ્ટ કરીને તેમની સામે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. તમે ઈચ્છો તો પાર્ટનરને ડાર્ક ચોકલેટ ભેટ આપી શકો છો. ડાર્ક ચોકલેટથી તમારા સ્વાસ્થ્યને ઘણાં પોઝિટીવ ફાયદા મળે છે. આ બ્લડ શુગર અને હ્રદય રોગ જેવી ગંભીર બિમારીઓથી શરીરને દૂર રાખે છે. ફક્ત એટલું જ નહીં ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. આજના સમયમાં વર્ક ફ્રોમ હોમમાં આનું સેવન કરવું હેલ્થ માટે સારૂ સાબિત થઈ શકે છે.

    ચોકલેટનો ઇતિહાસ

    ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે. ઇતિહાસકારો અનુસાર ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી. માનવામાં આવે છે કે કોકો વૃક્ષ, જેમાંથી ચોકલેટ બને છે, તે અમેરિકાના જંગલોમાં સૌથી પહેલા મળી આવ્યું હતું.

    આવો જાણીએ ડાર્ક ચોકલેટ ખાવાથી તમે કઈ બિમારીઓથી બચી શકો છો.

    માનસિક તણાવ દૂર કરે છે

    એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બે અઠવાડિયા સુધી દરરોજ ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ઑસ્ટ્રેલિયામાં વર્ષ 2015માં એક શોધ અનુસાર પણ ચોકલેટનું સેવન કરવું માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

    આ પણ વાંચો - શો રૂમના બદલે અહીંથી ખરીદો નવી કાર, બચાવી શકો છો એકથી દોઢ લાખ રૂપિયા!

    બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

    એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે.

    હૃદય માટે ફાયદાકારક હોય છે ચોકલેટ

    યૂરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. એ વાતનું ધ્યાન રાખો કે તમારે ચોકલેટનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઇએ.

    એન્ટી એજિંગનું કામ કરે છે ચૉકલેટ

    વૈજ્ઞાનિકો અનુસાર, ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે.
    Published by:Ashish Goyal
    First published: