સ્પ્રિંગ ડોસા બનાવવા માટેની સામગ્રી:
1 કપ ડોસાના ખીરું
4 ચમચી બટર
1 કપ સમારેલી ડુંગળી
1 કપ સમારેલી કોબીજ
1 કપ સમારેલા ગાજર
1 કપ સમારેલા
શિમલા મરચા ,
મીઠું
કાળા મરી પાવડર
1 ચમચી ચિલી સોસ
4 ચમચી સોયા સોસ
2 ચમચી વિનેગર
1 કપ બાફેલા નૂડ્લ્સ
બનાવવાની રીત-
- એક નોન સ્ટિક તવાને ગરમ કરો. એમાં થોડા પાણીના છાંટા નાખી કપડાથી લૂછી નાખો.
- તવા પર 1/4 ડોસાના ખીરું નાખી ગોલ બનાવો.
- ડોસાના વચ્ચે બટર , સમારેલી ડુંગળી , સમારેલી કોબીજ , સમારેલા
ગાજર , શિમલા મરચા , મીઠું અને કાળા મરી પાવડર નાખી મિક્સ કરો અને 2 મિનિટ શેકો
- હવે એમાં ચમચી ચિલી સોસ, સોયા સોસ ,વિનેગર, બાફેલા નૂડ્લ્સ અને ડુંગળી નાખી મિક્સ કરો અને ઢાંકીને શેકો.
- ડોસાને ત્યાર સુધી શેકો જ્યારે સુધી તે ક્રિસ્પી થઈ જાય. તો તૈયાર છે સ્પ્રિંગ ડોસા. ગરમાગરમ ડોસાને ચટણી કે સાંભાર સાથે સર્વ કરો
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kitchen, South indian, ખોરાક