ચીલી મોમોસને જલ્દી અને સરળતાથી બનાવવાની રીત

પરફેક્ટ ચીલી મોમોસ઼ સરળતાથી બનાવો આ રીતથી.....

પરફેક્ટ ચીલી મોમોસ઼ સરળતાથી બનાવો આ રીતથી.....

 • Share this:
  ચીલી મોમોસ બનાવવા માટેની સામગ્રી:

  મેંદાનો લોટ - 200 ગ્રામ
  પાણી - જરૂર પ્રમાણે
  કોબીજ - 2 કપ
  ડુંગળી - 2 કપ
  છીણેલ આદું - 2 ચમચી
  લસણ - 4 ચમચી
  લીલા મરચા - 6 નંગ
  મોમો રેડ ચટણી - 1 કપ
  લાલ મરચાની પેસ્ટ - 1 ચમચી
  મરી પાઉડર - 1 ચમચી
  વિનેગર - 1 ચમચી
  સોયા સોસ - 1 ચમચી
  ટોમેટો કેચપ - 5 ચમચી
  ખાંડ - 1 ચમચી
  કોથમીર - 1 કપ
  મીઠું
  તેલ

  બનાવવાની રીત :
  સૌ પ્રથમ એક વાસણમાં મેંદો લઇ તેમાં મીઠું નાખી નરમ લોટ બાંધી લો. પછી તેમાં 1 ચમચી તેલ નાખી તેને મસળી લઈ તેને અડધો કલાક ઢાંકી રાખો.

  મોમોઝનો મસાલો તૈયાર કરવા માટે- એક વાસણમાં છીણેલી કોબીજ, ડુંગળી અને આદુ લઇ તેને નીચોવી લઇ વધારાનું પાણી કાઢી લો. આ પાણીનો સૂપ બનાવવા ઉપયોગ કરી શકાય. ત્યારબાદ આ મસાલામાં મીઠું, મરી પાઉડર અને 2 ચમચી તેલ મિક્સ કરી લો. હવે મેંદાના લોટના નાના લુવા તૈયાર કરી તેની પાતળી ગોળ પૂરી વણી તેમાં 1 ચમચી જેટલો મસાલો ભરવો, પુરીના અડધા ભાગની ચપટી પાડવી, અને અડધો ભાગ તેની સાથે દબાવી દેવો, અથવા ચાર બાજુ ભેગી કરી દબાવી ચતુષ્કોણ આકાર આપવો, બધા મોમોઝ તૈયાર કરી, તેને સ્ટીમરમાં 10 મિનિટ બાફી, તેલ ગરમ કરી તેમાં ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લો.
  પછી એક બાઉલમાં મોમો રેડ ચટણી, લાલ મરચાની પેસ્ટ, વિનેગર, સોયાસોસ, કેચપ મિક્સ કરો. પછી 2 ચમચી તેલ ગરમ કરી તેમાં સમારેલાં લીલાં મરચા અને ત્રિકોણ કાપેલી 1 ડુંગળી સાંતળી, મીઠું નાખીને તેમાં બાઉલમાં તૈયાર કરેલ સોસ અને ખાંડ નાખી ઉકાળીને મોમોસ ઉમેરી 2 મિનીટ બાદ ગેસ બંધ કરી કોથમીરથી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.

  રવિવારે ન કરશો આ 1 કામ, આખું અઠવાડિયું સરળતાથી પસાર થશે
  Published by:Bansari Shah
  First published: