Home /News /lifestyle /Children's Day 2022: આજનાં દિવસને ખાસ બનાવવા બાળકો માટે બનાવો ચાઇનીઝ નુડલ્સ બોલ્સ, ફુલ ટુ એન્જોય કરશે

Children's Day 2022: આજનાં દિવસને ખાસ બનાવવા બાળકો માટે બનાવો ચાઇનીઝ નુડલ્સ બોલ્સ, ફુલ ટુ એન્જોય કરશે

બાળકો માટે સ્પેશિયલ વાનગી

Children's Day 2022: આજ રોજ એટલે કે 14 નવેમ્બરે ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસની અનેક લોકો અલગ-અલગ પ્રકારે ઉજવણી કરતા હોય છે. તમે પણ આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે તમે ઘરે બાળકો માટે ચાઇનીઝ નુડલ્સ બોલ્સ બનાવો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: 14 નવેમ્બરના રોજ ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસે અનેક પેરેન્ટ્સ પોતાના બાળકો માટે નવી-નવી વાનગીઓ બનાવતા હોય છે. કોઇ બાળક કેક ખાવાના શોખીન હોય છે તો કોઇ ચોકલેટ..આ સાથે જ કોઇ સેન્ડવિચ, પીઝા જેવી અનેક ટેસ્ટી વાનગીઓ ખાવાના શોખીન હોય છે. આમ, જો વાત કરીએ તો બાળકો ખાવા-પીવામાં બહુ નખરા કરતા હોય છે. ખાસ કરીને ફાસ્ટ ફુડ અને ચાઇનીઝ ખાવાના બહુ શોખીન હોય છે. તમારું બાળક પણ ચાઇનીઝ ફુડ ખાવાનું શોખીન છે તો આ વાનગી સૌથી બેસ્ટ છે. તો તમે પણ ઘરે બનાવો ચાઇનીઝ નુડલ્સ બોલ્સ. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ચાઇનીઝ નુડલ્સ બોલ્સ.

    સામગ્રી


    બે પેકેટ નુડલ્સ

    3 થી 4 બટાકા

    એક કપ મેંદો

    આ પણ વાંચો: 6 મહિના સુધી આદુ-લસણની પેસ્ટ આ રીતે સ્ટોર કરો

    બે પેકેટ નુડલ્સ મસાલો

    એક લીલુ મરચું

    આદુનો એક ટુકડો

    એક શિમલા મરચાં

    એક કપ ઝીણી સમારેલી કોથમીર

    અડધી ચમચી કાળા મરીનો પાવડર

    સ્વાદાનુંસાર મીઠું

    બે ચમચી રિફાઇન્ડ ઓઇલ

    બનાવવાની રીત



    • ચાઇનીઝ નુડલ્સ બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એને ગરમ કરી લો.

    • ત્યારબાદ આ પેનમાં બે કપ પાણી નાંખો.


    આ પણ વાંચો: હિમોગ્લોબીનની ઉણપ પૂરી કરવા ખાઓ આ ટિક્કી



      • આ પાણીને ઉકાળી લો. પાણી ઉકળી જાય એટલે નુડલ્સ નાંખો અને થોડીવાર માટે થવા દો.

      • નુડલ્સ થઇ જાય એટલે એક વાસણમાં લઇ લો.

      • ત્યારબાદ બટાકા બાફી લો.

      • બટાકા બફાઇ જાય એટલે મેશ કરી લો.

      • મેશ કરેલા બટાકામાં શિમલા મરચા, લીલા મરચા અને કોથમીર સમારીને એડ કરીને મિક્સ કરી લો.

      • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

      • હવે એક વાસણમાં મેંદો લો.

      • મેંદામાં પાણી નાંખીને એક ખીરું તૈયાર કરી લો.

      • આ ખીરામાં મીઠું અને કાળા મરીનો પાવડર નાંખો.

      • હવે નુડલ્સને હાથમાં લઇને ખીરામાં ડિપ કરી દો.

      • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે નુડલ્સ બોલ્સ નાંખો અને ફ્રાય કરી લો.

      • બોલ્સ ફ્રાય થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.






    • તો તૈયાર છે નુડલ્સ બોલ્સ.

    • આ નુડલ્સ બોલ્સ તમે બાળકને આ ખાસ દિવસે આપશો તો ખુશ થઇ જશે અને ફટાફટ ખાવા લાગશે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Children, Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन