Home /News /lifestyle /બાળકને ફોનની લત વધારે છે? તો આ ટિપ્સ અજમાવો, તરત આદત છૂટી જશે

બાળકને ફોનની લત વધારે છે? તો આ ટિપ્સ અજમાવો, તરત આદત છૂટી જશે

આ રીતે બાળકોને છોડાવો સ્માર્ટફોનની લત

Child care: પેરેન્ટ્સ સતત વ્યસ્ત થવાને કારણે મોટાભાગનાં બાળકોને સ્માર્ટ ફોન જોવાની આદત હોય છે. સ્માર્ટફોન જોવાની આ આદત સમય જતા અનેક પેરેન્ટ્સને ભારે પડી શકે છે. સ્માર્ટ ફોનની આદતથી આંખોથી લઇને હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે.

Child care: આજની લાઇફ ફાસ્ટ થઇ ગઇ છે. આમ આ ફાસ્ટ લાઇફમાં અનેક પેરેન્ટ્સ સતત વ્યસ્ત થઇ ગયા છે એમ કહીએ તો પણ એમાં ખોટૂ નથી. વાત કરવામાં આવે તો આજનાં આ સમયમાં મોટાભાગના બાળકોને સ્માર્ટફોનની લત લાગે છે. સ્માર્ટફોન બાળકોને અનેક રીતે અસર કરે છે. ખાસ કરીને આંખોને સૌથી વઘારે નુકસાન થાય છે. આમ, તમે બાળકોને સ્માર્ટફોનની આદત છોડાવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે. તો આ ટિપ્સ પર તમે નજર કરી લો અને આ લત છોડાવો.

આ પણ વાંચો:વેક્સ કરાવ્યા પછી ફોલ્લીઓ થાય છે?

બાળકોને સમય આપો


તમે જોબ કરો છો એ વાત સાચી છે, પરંતુ બાળકોને તમે સમય આપો. બાળકોને સમય આપવાથી એને ધીરે-ધીરે મોબાઇલની લત છૂટી જશે.  તમે જ્યારે ઓફિસથી આવો ત્યારે ખાસ કરીને બાળકને સમય આપો અને એની સાથે એવી વાતચીત કરો જેમાં એને રસ હોય.

એક્ટિવિટી કરાવો


બાળકોને તમે કોઇ સારી એક્ટિવિટી પણ કરાવી શકો છે. બહાર કોઇ એક્ટિવિટી કરાવો છો તો યાદશક્તિ સારી થાય છે અને સાથે હોંશિયાર પણ થાય છે. એક્ટિવિટી કરાવવાથી બાળક શારિરિક રીતે પણ હેલ્ધી થાય છે.

આ પણ વાંચો:ગરમીમાં ફેસ પર લગાવો કાકડીનો આ ફેસ પેક

રજાના દિવસોમાં ગાર્ડનમાં લઇ જાવો


જે પેરેન્ટ્સ વર્કિંગ છે એમને એમની રજાઓના દિવસોમાં ખાસ કરીને પોતાના બાળકોને ગાર્ડનમાં લઇ જાવો. ગાર્ડનમાં લઇ જવાથી એ બધાની સાથે ભળે છે જેના કારણે બીજી એક્ટિવિટીમાં હોંશિયાર થાય છે. ગાર્ડન જેવી જગ્યાઓમાં તમે બાળકોને લઇ જાવો છો તો બીજા સાથે મેચ થઇને ગેમ રમવા લાગે છે. આમ કરવાથી એની ધીરે-ધીરે મોબાઇલની લત છૂટી જાય છે.


સ્ટોરી કહો


બાળકોને દરરોજ રાત્રે સ્ટોરી કહો. આ સાથે જ તમે એ ટાઇપની સ્ટોરી કહો જેમાંથી એને કંઇક શીખવા મળે. આ સાથે જ બાળકોને સમજાવો કે સતત મોબાઇલ જોવાની આદતથી તમારી આંખો અને હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે એવા વિડીયો બતાવો જેમાંથી એને થોડો ડર લાગે કે ફોન જોવાથી મારો આંખો જતી રહેશે તો..આ એક મહત્વની બાબત છે.
First published:

Tags: Child care, Life Style News, Parenting Tips

विज्ञापन