Home /News /lifestyle /

Parenting Tips: બાળક જીદ કરે તો બુમો ના પાડશો, આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન

Parenting Tips: બાળક જીદ કરે તો બુમો ના પાડશો, આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન

આજકાલ બાળકો જિદ્દી વધુ હોય છે (તસવીર - canva)

Lifestyle News - આજકાલ બાળકો જિદ્દી વધુ હોય છે, તેના પાછળ બાળકના ઉછેરની રીત જવાબદાર છે, બાળક જિદ્દી ન બને એ માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે

વર્તમાન સમયમાં લોકોના વ્યવસાયિક સમસ્યાની અસર વ્યક્તિગત જીવન (Professional problems in person life) પર પણ થવા લાગી છે. લોકો ઘરે પહોંચી બાળકો સાથે વાત કરવાની જગ્યાએ તેમને મોબાઈલ - ટીવી (Mobile and kids) સાથે વળગાડી દે છે. પરિણામે આજકાલના બાળકો માતાપિતા સાથે યોગ્ય રીતે વાત કરી શકતા નથી. આવા બાળકો ઘણીવાર રમકડા કે ડ્રેસનો આગ્રહ રાખતા કરે ત્યારે તેમની ડિમાન્ડ પૂરી કરવાના સ્થાને આપણે તેમને સીધી ના પાડી દઈએ છીએ. બાળકો સાથે ઓછી વાતચીત (Communication with kids)નું પરિણામ એ છે કે આપણે તે સમયે આપણા નિર્ણયો તેમના પર લાદવા માંગીએ છીએ. આવી સ્થિતિમાં માતા-પિતા માટે બાળકોને સમજાવવા મુશ્કેલ હોય છે. જેથી તેમના પર બૂમો પાડવા લાગે છે, તેમને ઠપકો આપે છે.

આજકાલ બાળકો જિદ્દી વધુ હોય છે. અલબત્ત, તેના પાછળ બાળકના ઉછેરની (parenting) રીત જવાબદાર છે. બાળ ઉછેરમાં ખામી હોય શકે છે. જેથી તેનું સમાધાન શોધવું જોઈએ. બાળક જિદ્દી ન બને એ માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

સાચા ખોટાનો તફાવત સમજાવો

ઘણી વખત એવું બને છે કે માતા-પિતા બાળકને ભૂલ માટે ઠપકો આપે છે અને તેને યોગ્ય વર્તન કરવા દબાણ કરે છે. એ સમયે બાળક તેમને ડરના માર્યા સ્વીકારી લે છે, પરંતુ પછી પાછળથી તે ફરી એ જ ભૂલ કરી બેસે છે. અહીં ધ્યાન આપવાની જરૂર છે. સૌ પ્રથમ તમારા બાળકના સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવો. બાળકની કોઈપણ ક્રિયા ખોટી લાગે તો તો તેને ઠપકો આપવાથી તે જિદ્દી બની શકે છે. તેને પ્રેમથી સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવો જરૂરી છે. જ્યારે તેને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ખબર પડી જશે, ત્યારે તે ફરી ક્યારેય ભૂલ નહીં કરે.

આ પણ વાંચો - Daytime Naps: પ્રિ-સ્કૂલનાં બાળકો માટે દિવસે ઝપકી લેવી ખૂબ જ ફાયદાકારક : અભ્યાસ

બાળકોનું પણ સાંભળો

બદલાતા સમયની સાથે માતા-પિતાએ પોતાનામાં પણ કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. માતા-પિતાએ બાળકોના વિચારો સમજવા જોઈએ. તેમની વાત રજૂ કરવા માટે તેમના પર દબાણ ન કરો. જો બાળક કંઈ કહેતું હોય તો તેને નજરઅંદાજ કરવાને બદલે બાળકની સામે વિકલ્પો મૂકો. તેનાથી બાળકની વાત પણ જળવાઈ રહેશે અને તમે તમારી પસંદગીને તેની સામે રાખી શકશો. આનાથી બાળક પર કંટ્રોલ જાળવવામાં પણ મદદ મળશે.

બાળક સાથે મિત્રતા કેળવો

બાળકો પર ગુસ્સો ન કરો. તેમને કોઈ પણ બાબતમાં સમજવા અને સમજાવવાથી તંદુરસ્ત સંબંધ જળવાઈ રહે છે. બાળકોને પણ વાત કરવાની તક આપો. તેમને બોલવાની તક આપશો તો તેઓ તમને ખૂબ સારી રીતે સાંભળશે અને તેમની વાત તમારી સાથે શેર કરશે. બાળકોને કુટુંબમાં તંદુરસ્ત વાતાવરણ આપવું હંમેશાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વર્તણૂકને જોઈને વાત સમજો

ઘણી વખત બાળક માતા-પિતાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે નાની વસ્તુનો આગ્રહ રાખતા હોવાનું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં બાળક કોઈ વાતને લઈને પરેશાન હોય પણ તમારી સાથે વાત કઈ રીતે કરવી તે વાત ન ખબર હોય તેવું પણ બને. આ સંજોગોમાં માતા-પિતાએ બાળકોનું વર્તન સમજીને શાંતિથી બેસીને તેમની સાથે વાત કરવી જોઈએ.

બાળકોમાં આત્મવિશ્વાસ જગાવો

ઘણી વખત બાળકો પોતાની વાત મનાવવા માટે દલીલો કરે છે. આમ કરવાથી તેમના પર ધ્યાન દેવાશે તેવું તેમને લાગે છે. જેથી બાળકોની વાતો ધ્યાનથી સાંભળીને તેમનામાં એ વિશ્વાસ પેદા કરવો ખૂબ જરૂરી છે કે તેમને સાંભળવામાં આવશે અને ગંભીરતાથી લેવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Lifestyle, Lifestyle News

આગામી સમાચાર