Home /News /lifestyle /Teenage love: નાની ઉંમરમાં જ બાળકને થઈ ગયો પ્રેમ? ખબર પડ્યા પછી માતા પિતાએ ભૂલથી પણ ના કરવું જોઈએ આવું

Teenage love: નાની ઉંમરમાં જ બાળકને થઈ ગયો પ્રેમ? ખબર પડ્યા પછી માતા પિતાએ ભૂલથી પણ ના કરવું જોઈએ આવું

તમારા ટીનેજર બાળકને કેટલી સ્વતંત્રતા આપવી યોગ્ય?

Parenting Tips: સામાન્ય રીતે ભારતીય પરિવારોમાં જ્યારે માતા પિતાને રીલેશનશીપ વિશે ખબર પડે છે તો તેઓ પરિસ્થિતિ ને કંટ્રોલમાં લેવાની જગ્યાએ તેને વધુ ખરાબ કરી દેતા હોય છે, માતાપિતાએ એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારા બાળકો મોટા થઈ રહ્યા છે અને ટીનેજ ઉંમરમાં તમે તેમને ડરાવી ધમકાવીને વાત માનવા પર મજબૂર કરી શકતા નથી.

વધુ જુઓ ...
  Parenting Tips: બાળકનું કોઈ સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાત માતા પિતા માટે મુશ્કેલ હોય છે. ખાસ કરીને જ્યારે બાળક નાનું હોય ત્યારે પેરેન્ટ્સ માટે આ વાત ઘણી મોટી હોય છે. બાળકોના રીલેશનશીપ (child in relationship) વિશે જાણીને મોટાભાગના પેરેન્ટ્સને ખૂબ જ ગુસ્સો આવે છે અને આ ગુસ્સામાં જ પેરેન્ટ્સ બાળકો પર ઘણી બધી રોકટોક લગાવી દેતા હોય છે. કેટલાક લોકો બાળકોને કડક સજા આપતા હોય છે તો કેટલાક તેમને બહાર જવા પર અથવા ફોન પર પ્રતિબંધ (bans on child) લગાવી દેતા હોય છે. આવું થવાના કારણે બાળકો ખૂબ જ ડરી જાય છે અને પેરેન્ટ્સ સાથે તેમના મનની વાત શેર કરતા ગભરાવા લાગે છે. ત્યારે ટીનેજ લવ અને રીલેશનશીપ (how to deal with love and relationship) સાથે કેવી રીતે ડીલ કરવું જોઈએ તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

  કેટલાક વર્ષો પહેલા બેંગ્લોરમાં એક કિસ્સો બન્યો હતો. જ્યાં પંદર વર્ષની એક છોકરીએ 19 વર્ષના બોયફ્રેન્ડ સાથે મળી પિતાનું મર્ડર કરી દીધું હતું, મર્ડરનું કારણ પૂછવા પર છોકરીએ કહ્યું કે, તેના પિતાને તેના રોમેન્ટિક રિલેશન બિલકુલ પસંદ ન હતા. પિતાને રીલેશનશીપ વિશે જણાવ્યું હતું તો તેમણે તેને ખૂબ માર માર્યો હતો અને ફોન પણ લઈ લીધો હતો. તેથી પોતાની આઝાદી પાછી પામવા માટે આ છોકરી અને તેના બોયફ્રેન્ડે સાથે મળીને પિતાનું મર્ડર કરી દીધું! ઘણા કિસ્સામાં પેરેન્ટસની રોકટોકને કારણે ટીનેજર કપલ આત્મહત્યા જેવા સ્ટેપ્સ પણ લઈ લેતા હોય છે.

  આ પણ વાંચો: તમારા નાના બાળકને અભ્યાસ સિવાય કરાવો આ 4 પ્રવૃતિઓ, બાળકોનો થશે સર્વાંગી વિકાસ

  બાળકને વિશ્વાસ કરાવવો જરૂરી


  સામાન્ય રીતે ભારતીય પરિવારોમાં જ્યારે માતા પિતાને રીલેશનશીપ વિશે ખબર પડે છે તો તેઓ પરિસ્થિતિ ને કંટ્રોલમાં લેવાની જગ્યાએ તેને વધુ ખરાબ કરી દેતા હોય છે, માતાપિતાએ એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારા બાળકો મોટા થઈ રહ્યા છે અને ટીનેજ ઉંમરમાં તમે તેમને ડરાવી ધમકાવીને વાત માનવા પર મજબૂર કરી શકતા નથી.

  કિશોર અવસ્થામાં બાળકના શરીરમાં ઘણા પ્રકારના બદલાવો જોવા મળે છે. ત્યારે કોઈની તરફ આકર્ષિત થવું એ ખૂબ સામાન્ય વાત છે. તેથી માતા પિતા માટે જરૂરી છે કે તેઓ તેમના બાળકોને સમજે અને તેમને પ્રેમથી બાબતોને સમજાવે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો દરેક વાત તમારી સાથે મોકળાશથી શેર કરે તો તેમને તેઓને અહેસાસ અપાવો કે તમે બંને એક જ ટીમ છો.

  માતા પિતાએ શું ન કરવું જોઈએ?


  જ્યારે તમે તમારા બાળક સાથે માતા-પિતા બનીને વાત કરો છો ત્યારે બાળક તમારાથી કેટલીક બાબતો છુપાવે તે શક્ય છે. માતા પિતાને તેમના બાળકોના રીલેશનશીપ વિશે ખબર પડે તો તેમના દિમાગમાં ઘણા પ્રકારની વાતો આવે છે, જેમ કે આ બધું કેવી રીતે થઈ ગયું, તેની હિંમત કેવી રીતે થઇ, લોકો શું કહેશે , પરિવારનું નામ ખરાબ કરી દીધું વગેરે વગેરે.

  આ બધી બાબતો વિચારીને માતાપિતાને ખૂબ જ ગુસ્સો આવતો હોય છે. તેથી માતા-પિતા તેમના બાળકોને કંટ્રોલ કરવાનું શરૂ કરી દેતા હોય છે અને ઘણીવાર બાળકોને કડક સજા પણ આપતા હોય છે. આ રીતે તેઓ બાળકોને પોતાનાથી દૂર કરી દેતા હોય છે અને બાળકો માતાપિતાથી છુપાવીને દરેક કામ કરવાનું શરૂ કરી દેતા હોય છે.

  બાળકો સાથે શાંતિથી કામ લેવું


  માતાપિતા માટે બાળકના રીલેશનશીપને મંજૂરી આપવી ખૂબ મુશ્કેલ કામ હોય છે, એવામાં તે માટે સીધું ના પાડી દેવા કરતા તમે આ વસ્તુઓ કરી શકો છો.

  તમારા બાળકના રીલેશનશીપ માટે ચિંતિત છો તો એ માટે કોઈ સાથે વાત કરો.

  તમે બધી બાબતો વિશે શાંતિથી વિચારી શકો તે માટે દિમાગને શાંત કરો.

  રીલેશનશીપ વિશે જાણ થતા ગુસ્સો કરવાની જગ્યાએ તમે તમારા લાઈફ પાર્ટનર સાથે તેની ચર્ચા કરો.

  તમારા બાળકની લાગણીઓને સમજો


  માતા પિતા હોવાના નાતે બાળકના શરીરમાં થનારા બદલાવ સમજવા ખૂબ આવશ્યક હોય છે. મોટેભાગે લોકો પ્યુબર્ટી દરમિયાન બાળકોના શરીરમાં થનારા શારીરિક બદલાવો વિશે બધું જ જાણતા હોય છે, પણ ઈમોશનલ બદલાવો વિશે અજાણ રહે હોય છે. ત્યારે જરૂરી છે કે તમે તમારા બાળકોની લાગણીઓ અને ભાવનાઓને સમજો.

  આ દરમિયાન બાળકના દિમાગ અને મનમાં ઘણા પ્રકારના બદલાવ થતા હોય છે. આ સ્ટેજમાં બાળક ઘણીવાર ખૂબ જ લાગણીશીલ અનુભવતા હોય છે. બાળક માતા-પિતાથી અલગ પોતાની આઝાદ જિંદગી જીવવાની ઈચ્છા ધરાવતા હોય છે. પ્યુબર્ટી દરમિયાન બાળકના નવા મિત્રો બને છે અને નવી નવી ચીજવસ્તુઓ અનુભવ કરવાની ઈચ્છા થાય છે. આ સ્ટેજમાં તમે તેમના માત્ર માબાપ તરીકે નહિ, પરંતુ એક દોસ્તની જેમ તેમને ટ્રિટ કરો

  પ્યુબર્ટી દરમિયાન બાળક ઘણા બધા હોર્મોનલ બદલાવોનો સામનો કરી રહ્યા હોય છે. એવામાં બાળક વિચિત્ર વર્તન કરતું હોય કે ખૂબ જ ગુસ્સો કરતું હોય તો તેને મન પર ન લેવું. બાળકોની વસ્તુઓ પર ધ્યાન આપો પરંતુ તેમની પ્રાઇવેસીનો પણ ખ્યાલ રાખો. જબરદસ્તી કોઈ બાબત જાણવા માટે તેની પાછળ પડ્યા ન રહો.

  આ પણ વાંચો: Arthritis : આ ત્રણ શાકભાજી કાચા ખાવાથી લોહીમાં રહેલ યૂરિક એસિડ નીકળી જાય છે બહાર

  લવ અને રીલેશનશીપ વિશે બાળકો સાથે ચર્ચા કરો


  મોટેભાગે માતા પિતા બાળકો સાથે આ ટોપિક પર વાત કરવાની ટાળતા હોય છે. પરંતુ તમારે આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જરૂરી છે અને બાળકો સાથે આ ટોપિક પર ખુલીને વાત કરો. બાળકો ઈચ્છે છે કે, તેમના માતા પિતા તેમની સાથે બધી વાતો કરે. આ જ રીતે તમારા બાળકો પણ તમારી વાત સાંભળશે અને પોતાને તમારાથી નજીક હોવાનો એહસાસ કરશે. વાત કરવાથી બધી જ સમસ્યાઓ હલ થઈ

  પેરેન્ટ્સ માટે ટિનેજર્સના લવ અને રીલેશનશીપ સાથે ડીલ કરવા માટે કેટલીક ટિપ્સ:


  જો તમને તમારા બાળકના રીલેશન વિશે કંઈ પણ ખબર પડે છે તો તમે તેની સાથે આ વિશે વાત કરો. તેને કોઈ સખત સજા આપશો નહીં.

  તમારા બાળકને છોકરા અને છોકરી બંને સાથે મિત્રતા કરવા માટે પ્રોત્સાહન અને મંજૂરી આપો

  બાળક સાથે રોમાન્સ જેવી બાબતો વિશે ખુલીને વાત કરો. જો તમને તેમ કરવામાં શરમ આવતી હોય તો તમે બાળકને કોઈ કાઉન્સેલર પાસે પણ લઈ જઈ શકો છો.

  તમારા બાળકોના મિત્રો વિશે હંમેશા જાણકારી રાખો. તેમને સમય સમય પર ઘરે આમંત્રિત કરો અને તેમની સાથે સમય પસાર કરો.
  First published:

  Tags: Relationship

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन