Home /News /lifestyle /ખાસ જાણો નહીં તો હાડકાં નબળા થશે: બાળકને નવડાવતા પહેલાં કે પછી..ક્યારે માલિશ કરવી જોઇએ?

ખાસ જાણો નહીં તો હાડકાં નબળા થશે: બાળકને નવડાવતા પહેલાં કે પછી..ક્યારે માલિશ કરવી જોઇએ?

નાના બાળકોને માલિશ કરવાથી ફાયદો થાય છે.

Child care: સામાન્ય રીતે નાના-નાના બાળકોને માલિશ કરવામાં આવે છે. પરંતુ માલિશ ક્યારે અને કેવી રીતે કરવી એ વિશે જાણ હોવી ખૂબ જરૂરી છે. ઘણાં લોકો દિવસમાં સમય મળે ત્યારે માલિશ કરતા હોય છે, પરંતુ તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.

વધુ જુઓ ...
Child care: બાળકોની સ્કિન બહુ નાજુક હોય છે. નાજુક સ્કિન પર માલિશ કરવાથી લઇને નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી હોય છે. નાના બાળકો પર ક્યારે પણ બહારની કેમિકલ પ્રોડ્ક્ટસનો ઉપયોગ કરવો જોઇએ નહીં. આ કેમિકલ પ્રોડક્ટ્સથી બાળકની સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે ખાસ કરીને બાળકને માલિશ કરવામાં આવે છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે નાના ભૂલકાઓને સ્નાન કરાવો એ પહેલાં કે પછી..ક્યારે માલિશ કરવી જોઇએ એ વિશે જાણી લેવુ ખૂબ જરૂરી છે. તો જાણો અને પછી બાળકને માલિશ કરો જેથી કરીને સ્કિનથી લઇને હેલ્થને કોઇ નુકસાન થાય નહીં અને ફાયદો થાય.

જાણો બાળકોને માલિશ કરવાથી લઇને બીજુ શું ધ્યાન રાખશો


બાળકોને હંમેશા માલિશ કરવાની આદત પાડો


આઇએપી દિશાનિર્દેશ અનુસાર બાળકની ત્વચામાં ડ્રાયનેસના કોઇ લક્ષણો ના હોવા છતા પણ હંમેશા ક્લિનીકલી સ્કિન ડ્રાય રહે છે. આ માટે બાળકોની ત્વચા પર માલિશ કરવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો:કાળઝાળ ગરમીમાં દાદીમાના આ નુસખા ફોલો કરો

તેલ માલિશ પછી બાળકને મોઇસ્યુરાઇઝર લગાવવુ નહી


આઇએપી દિશાનિર્દેશો અનુસાર તેલ માલિશ કરવાથી અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ કારણે સૂરજમુખીનું તેલ, નારિયેળનું તલ સ્કિન માટ બેસ્ટ સાબિત થાય છે. વાત જ્યારે ઓઇલ મસાજની આવે ત્યારે ખાસ કરીને માલિશ કરવાથી બાળકોની બોડીમાં બ્લડ ફ્લો સારો થાય છે અને સ્કિન પણ મસ્ત રહે છે.

આ પણ વાંચો:દાંતના સડામાંથી છૂટકારો મેળવવાની બેસ્ટ રીત

સામાન્ય રીતે બાળકને માલિશ કરાવ્યા પછી એને સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો બાળકોને નવડાવ્યા પછી એની ત્વચામાં ડ્રાયનેસ આવી શકે છે? એવામાં સ્કિન કેર નિયમ કહે છે કે બાળકોને નવડાવ્યા પછી મોઇસ્યુરાઇઝ કરવુ જોઇએ જેથી કરીને સ્કિન લોક કરીને હાઇડ્રેટ બની શકે. આમ, તમે માલિશ સ્નાન પહેલાં કરો છો તો પછી મોઇસ્યુરાઇઝર લગાવવાની આદત પાડો.


મોઇસ્યુરાઇઝિંગ વિકલ્પ


દૂધ પ્રોટીન, વિટામીન ઇ, વિટામીન બી 5, એલોવેરા જેવી પ્રાકૃતિક વસ્તુથી તમે ત્વચાને મોઇસ્યુરાઇઝ અને સોફ્ટ કરી શકો છો. આ સિવાય તમે નિષ્ણાંતની સલાહ લઇને આગળનું સ્ટેપ્સ લઇ શકો છો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Child care, Life Style News, Parenting Tips